gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : વસઈના સમુદ્રમાં ‘ઉકળતું પાણી’, કુદરતી ગેસ લીકેજ કે પાઇપલાઈન ફાટી તે દિશામાં સઘન તપાસ શરૂ | V…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in INDIA
0 0
0
VIDEO : વસઈના સમુદ્રમાં ‘ઉકળતું પાણી’, કુદરતી ગેસ લીકેજ કે પાઇપલાઈન ફાટી તે દિશામાં સઘન તપાસ શરૂ | V…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mysterious incident in Vasai Sea, Maharashtra : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સમુદ્રમાં વસઈ પાસે છેલ્લા થોડા દિવસોથી એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના બની રહી છે. સમુદ્રના એક વિશાળ વિસ્તારમાં જાણે પાણી ઉકળી રહ્યું હોય એમ પરપોટા નીકળી રહ્યા છે. શાંત સમુદ્રજળ વચ્ચે ખળભળતા ફીણવાળા પાણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે.

નિષ્ણાતોના મતે આ ઘટનાના સંભવિત કારણો 

1. કુદરતી મિથેન ગેસ લીકેજ: આ સૌથી પ્રબળ શંકા છે. ધરતીની સપાટીની નીચે, સમુદ્રતળમાં, કુદરતી રીતે મિથેન ગેસના ભંડાર હોય છે. જો કોઈ ભૂકંપીય હલચલને લીધે સમુદ્રતળમાં તિરાડ પડે તો પેટાળમાં ધરબાયેલો મિથેન ગેસ મુક્ત થાય અને પરપોટાના રૂપમાં સમુદ્ર સપાટી પર દેખાઈ શકે છે, જે પાણી ઉકળતું હોય એવો દેખાવ સર્જે છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રનો સમુદ્ર કિનારો ટેક્ટોનિક પ્લેટોની સરહદ પર આવેલો હોવાથી અહીં આવી ઘટનાની શક્યતા છે.

2. તેલ કે ગેસ પાઇપલાઈન લીકેજ: આ વિસ્તાર તેલ અને ગેસ ઉલેચતા ‘મુંબઈ હાઈ’ ક્ષેત્રની નજીક છે. સમુદ્રપેટાળમાંથી કાઢેલો તેલ અને ગેસ જમીન પર પહોંચાડવા માટે પાઇપલાઈન નાખવામાં આવેલી છે. કોઈ જૂની પાઇપલાઈન ફાટી ગઈ હોય અને તેમાંથી ગેસ લીક થઈ રહ્યો હોય તો આ પ્રકારની હલચલ પેદા થઈ શકે છે.

3. સમુદ્રતળની ભૂગર્ભીય હલચલ: સમુદ્રતળ પર સેંકડો-હજારો વર્ષોથી જમા થયેલા ‘સેડિમેન્ટ્સ’ (નરમ માટી અને કીચડની ગાદી)માં ક્યારેક મોટી હલચલ થાય ત્યારે સેડિમેન્ટ્સમાં કેદ રહેલા મિથેન જેવા કુદરતી વાયુઓ છૂટા પડે છે અને પરપોટાના રૂપમાં સમુદ્રની સપાટી પર ઉભરી નીકળે છે.

4. દરિયાઈ હાઇડ્રેટ્સનું અસ્થિર થવું: સમુદ્રતળમાં બરફ જેવા સ્વરૂપમાં પણ મિથેન ગેસ હોય છે, જેને ‘હાઇડ્રેટ્સ’ કહેવાય છે. તાપમાન વધારો થાય કે દબાણ ઘટે ત્યારે આ હાઇડ્રેટ્સ ઓગળીને ગેસ મુક્ત કરી શકે છે.

સંભવિત જોખમને કારણે માછીમારોને ચેતવ્યા 

આ અસામાન્ય ઘટનાની ખબર મળતાં જ પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ વિસ્તારમાંથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પસાર થાય છે. અહીં મોટી માત્રામાં માછીમારી પણ થાય છે. તેથી નૌકાયાન અને સ્થાનિક માછીમારો માટે જોખમ છે. સમુદ્રના પાણીમાં થઈ રહેલી રહસ્યમય હલચલનું કારણ ન જણાતા માછીમારોને તે વિસ્તારમાં ન જવાની સલાહ અપાઈ છે. તપાસ માટે ભારત સરકારે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસ (INCOIS) ની એક વિશેષ ટીમ મોકલી છે, જે તેનું વૈજ્ઞાનિક કારણ શોધવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો : તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ! ઝેર અપાયું હોવાનો આરોપ, FIR નોંધાઈ

તપાસ કેવી રીતે થશે?

INCOISની ટીમ ‘ભારતીય કોસ્ટ ગાર્ડ’, ‘રાષ્ટ્રીય સમુદ્રશાસ્ત્ર સંસ્થા’ (NIO – National Institute Of Oceanography) અને ‘ઓએનજીસી’ સાથે મળીને કામ કરશે. તેઓ સોનાર ટેક્નોલોજીથી સજ્જ સર્વેક્ષણ જહાજો મોકલીને સમુદ્રતળની તપાસ કરશે. પાણીના નમૂના લઈને તેમાં ઓગળેલા મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઈડ જેવા વાયુઓનું પરીક્ષણ કરશે. આ ઉપરાંત ઘટના સ્થળે કોર્ડિનેટ્સની નજીકમાં કોઈ પાઇપલાઈન લીકેજ તો નથી તેની પણ તપાસ કરાશે. 

ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

વિશ્વમાં અન્ય સ્થળોએ પણ આવી ઘટનાઓ જોવા મળી ચૂકી છે. સપ્ટેમ્બર 2024માં ઉત્તર સમુદ્રના બાલ્ટિક સમુદ્ર વિસ્તારમાં (ફિનલેન્ડ અને એસ્ટોનિયા વચ્ચે) ‘નોર્ડ સ્ટ્રીમ 1’ (Nord Stream 1) નામની કુદરતી ગેસની મુખ્ય પાઇપલાઈન ફાટી હતી, જેના કારણે ભારે માત્રામાં મિથેન ગેસ સમુદ્રમાં મુક્ત થયો હતો. આ ગેસ સમુદ્રની સપાટી પર આવતાં પાણીમાં મોટામોટા પરપોટા સર્જાયા હતા અને ખળભળતું પાણી ઉકળતું હોય એવું દેખાતું હતું. વસઈની ઘટનામાં પણ જો એમ જ બન્યું હોય તો એ દેશના દરિયાઈ ક્ષેત્રમાં મોજૂદ તેલ-ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભાં કરે છે.

માછીમારો અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થશે

પાલઘર જિલ્લાના હજારો માછીમારોનું જીવન સમુદ્ર પર આધારિત છે. આ ઘટનાથી તેમની માછીમારી અસરગ્રસ્ત થઈ શકે છે. જો ગેસ લીકેજ હોય તો તેનાથી સમુદ્રી જીવો અને પર્યાવરણને નુકસાન થવાનો પણ ભય રહેલો છે. તેથી જ આનું કારણ ઝડપથી જાણીને તેનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : ફરી પલટશે રાજ ઠાકરે? ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફને જ ગળે લગાવવાની તૈયારી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં, પિલર પરથી લપસી જતાં મજૂરને ઈજા, અમદાવાદમાં સારવાર હેઠળ | Vadodara …

ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં, પિલર પરથી લપસી જતાં મજૂરને ઈજા, અમદાવાદમાં સારવાર હેઠળ | Vadodara ...

અમદાવાદના આસારામ આશ્રમ પર બુલડોઝર ફરશે, ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ગેરકાયદે બાંધકામો હટાવાશે | AMC n…

અમદાવાદના આસારામ આશ્રમ પર બુલડોઝર ફરશે, ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ગેરકાયદે બાંધકામો હટાવાશે | AMC n...

અમદાવાદ: બાવળાના મેમર ગામે કંપનીની જ ચીમની પર કર્મચારીએ ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ | Ahmedabad …

અમદાવાદ: બાવળાના મેમર ગામે કંપનીની જ ચીમની પર કર્મચારીએ ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ તંત્ર એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની આડમાં થતી રેવ પાર્ટીઓ ઉપર બાજનજર | Police system in action…

પોલીસ તંત્ર એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની આડમાં થતી રેવ પાર્ટીઓ ઉપર બાજનજર | Police system in action…

6 months ago
બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

2 months ago
તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા ઃ ચૂંટણીલક્ષી રહેવાના એંધાણ | General meeting in Taluka Panchayat t…

તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા ઃ ચૂંટણીલક્ષી રહેવાના એંધાણ | General meeting in Taluka Panchayat t…

11 months ago
શેરબજારમાં તેજી: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો | Nifty settles at record …

શેરબજારમાં તેજી: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો | Nifty settles at record …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News