gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in Business
0 0
0
ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નાણા વર્ષ 2026 માટેના જીડીપી વૃદ્વિના પોઝિટીવ અંદાજો છતાં વૈશ્વિક પરિબળોએ…

 – નિફટી સ્પોટ 38 પોઈન્ટ ઘટીને 26141 : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ : FPIs/FIIની કેશમાં રૂ.1528 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દેશો કબજે કરવાની દાદાગીરી સામે વિશ્વના ઉહાપોહ-આક્રોશ છતાં ટસના મસ નહીં થતાં જીઓપોલિટીકલ ટેન્શન સતત વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ફંડો ઈન્ડેક્સ બેઝડ સતત સાવચેત રહ્યા હતા. ભારતના જીડીપી વૃદ્વિ માટેના નાણા વર્ષ ૨૦૨૬ માટેના પ્રથમ એડવાન્સ અંદાજ ૭.૪ ટકાના આવતાં એક તરફ પોઝિટીવ પરિબળ સામે હજુ ભારત પર ટેરિફ વધારવાની ટ્રમ્પની ચીમકીને લઈ ફંડો ઈન્ડેક્સ બેઝડ નવી મોટી પોઝિશન લેવાથી દૂર રહ્યા હતા. ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી સામે ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી કરતાં બજારમાં મોટું ધોવાણ અટક્યું હતું. કોર્પોરેટ પરિણામોની પણ આજે બજારમાં સ્ટોક સ્પેસિફિક પોઝિટીવ, નેગેટીવ અસર જોવાઈ હતી. આ સાથે હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં પણ પસંદગીની ખરીદી રહી હતી. સેન્સેક્સ ૧૦૨.૨૦ પોઈન્ટ ઘટીને ૮૪૯૬૧.૧૪ અને નિફટી ૫૦ સ્પોટ ૩૭.૯૫ પોઈન્ટ ઘટીને ૨૬૧૪૦.૭૫ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૪૩૪ પોઈન્ટ ગબડયો : મારૂતી રૂ.૪૯૧, ટાટા મોટર્સ રૂ.૬, મહિન્દ્રા રૂ.૩૭ ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી રહી હતી. મારૂતી સુઝુકી રૂ.૪૯૧.૧૫ ઘટીને રૂ.૧૬,૮૦૩.૮૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૩૬૩.૩૫, મધરસન સુમી રૂ.૧.૫૦ ઘટીને રૂ.૧૧૯.૩૦, એક્સાઈડ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૩૫૯.૪૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૯.૯૦ ઘટીને રૂ.૨૫૨૮.૬૫, ટીવીએસ મોટર રૂ.૨૮.૫૫ ઘટીને રૂ.૩૮૩૯.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૩૪.૨૯ પોઈન્ટ તૂટીને ૬૩૬૫૦.૭૪ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો હળવા થયા : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, એચપીસીએલ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો સાવચેતીમાં સતત હળવા થયા હતા. વેનેઝુએલા પર અમેરિકાના કબજા બાદ હવે ઈરાન મામલે તખ્તા પલટાની તૈયારીના અહેવાલોએ વૈશ્વિક ઓઈલ ઉદ્યોગમાં સમીકરણો આગામી દિવસોમાં બદલાવાની શકયતાએ ફંડો સાવચેત રહ્યા હતા. ઈન્દ્રપ્રસ્થ ગેસ  રૂ.૩.૩૪૫ ઘટીને રૂ.૧૮૭.૧૫, ઓઈલ ઈન્ડિયા  રૂ.૬.૭૦ ઘટીને રૂ.૪૧૮.૮૫, ઓએનજીસી રૂ.૨.૭૫ ઘટીને રૂ.૨૩૯.૧૫, એચપીસીએલ રૂ.૪.૯૫ ઘટીને રૂ.૪૭૬.૩૫, આઈઓસી રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૬૨.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૧૫.૮૩ પોઈન્ટ ઘટીને ૨૮૦૦૫.૮૨ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સની ૭૨૬ ઉછળ્યો : ટાટા એલેક્સી રૂ.૫૦૮, સોનાટા રૂ.૨૧, ટાટા રૂ.૩૪ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરી હતી. સિલ્વર ટચ ટેકનોલોજીસ રૂ.૧૪૩.૮૫ વધીને રૂ.૧૫૮૨.૪૦, ટાટા એલેક્સી રૂ.૫૦૮.૪૦ વધીને રૂ.૫૮૫૧.૫૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૬૮.૩૫ વધીને રૂ.૧૨૦૭.૯૫, સોનાટા સોફ્ટવેર રૂ.૨૦.૮૫ વધીને રૂ.૩૭૨.૯૫, ટાટા ટેકનોલોજી રૂ.૩૪.૫૫ વધીને રૂ.૬૮૩.૪૫, યુનીઈકોમ રૂ.૫.૬૦ વધીને રૂ.૧૨૧.૪૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૮૧.૦૫ વધીને રૂ.૬૫૨૨.૯૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૦.૮૫ વધીને રૂ.૩૦૬.૩૫, સિએન્ટ રૂ.૪૧.૪૦ વધીને રૂ.૧૧૮૩.૯૫,  કોફોર્જ રૂ.૪૩.૫૦ વધીને રૂ.૧૭૦૧, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૫૨૮.૧૫, એમ્ફેસીસ રૂ.૫૭.૮૦ વધીને રૂ.૨૮૭૪.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૨૫.૮૪ પોઈન્ટની છલાંગે ૩૭૪૯૦.૪૭ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૬૮ પોઈન્ટ ઉછળ્યો : કલ્યાણ જવેલર્સ, ટાઈટન, વોલ્ટાસ, બ્લુ સ્ટારમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. બીએસઈ કલ્યાણ જવેલર્સ રૂ.૨૦.૧૫ વધીને રૂ.૫૨૦.૭૫, ટાઈટન રૂ.૧૬૧.૮૦ વધીને રૂ.૪૨૭૨.૯૦, વોલ્ટાસ રૂ.૨૦.૬૦ વધીને રૂ.૧૫૦૬.૭૫, ક્રોમ્પ્ટન રૂ.૩.૫૫ વધીને રૂ.૨૬૩.૪૫, બ્લુ સ્ટાર રૂ.૧૭.૭૦ વધીને રૂ.૧૮૪૧.૪૦ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૬૮.૨૩ પોઈન્ટ ઉછળીને ૬૨૨૭૦.૮૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી : થેમીસ મેડી, પેનેશિયા બાયો, ન્યુલેન્ડ લેબ, ટોરન્ટ ફાર્મા વધ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. થેમીસ મેડી રૂ.૬.૨૫ વધીને રૂ.૧૦૬.૩૫, પેનેશિયા બાયોટેક રૂ.૧૭.૮૦ વધીને રૂ.૩૮૩.૭૦, ન્યુલેન્ડ લેબ. રૂ.૧૫૪.૪૦ વધીને રૂ.૪૦૯૧.૨૫, વોખાર્ટ રૂ.૪૭.૬૦ વધીને રૂ.૧૫૧૨.૫૦, મેનકાઈન્ડ રૂ.૬૯.૭૫ વધીને રૂ.૨૩૧૧.૬૦, બ્લિસ જીવીએસ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૮૬.૮૫, ઈપ્કા લેબ. રૂ.૪૪.૫૦ વધીને રૂ.૧૫૧૩.૮૦, જેબી કેમિકલ રૂ.૫૬.૬૫ વધીને રૂ.૧૯૩૪.૪૦, લુપીન રૂ.૬૧.૬૦ વધીને રૂ.૨૨૧૩.૫૫, હેસ્ટર બાયો રૂ.૪૪.૬૦ વધીને રૂ.૧૬૨૫.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૮૮.૩૮ પોઈન્ટ વધીને ૪૪૭૮૦.૮૫ બંધ રહ્યો હતો.

થંગમયીલ રૂ.૩૪૮ ઉછળી રૂ.૩૮૩૦ : એલીકોન, સારેગામા, અવાન્ટેલ, અશાહી ઈન્ડિયા, ડીમાર્ટમાં તેજી

પસંદગીના એ ગુ્રપના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. થંગમયીલ જવેલરી રૂ.૩૪૮.૧૫ ઉછળીને રૂ.૩૮૨૯.૯૦, એલીકોન રૂ.૪૦.૯૦ વધીને રૂ.૫૧૯.૯૫, સારેગામા રૂ.૨૪.૯૫ વધીને રૂ.૩૭૮.૭૫, અવાન્ટેલ રૂ.૮.૩૦ વધીને રૂ.૧૬૪.૧૫, અશાહી ઈન્ડિયા રૂ.૪૯.૨૫ વધીને રૂ.૧૦૧૭.૭૦, ડીમાર્ટ રૂ.૧૭૪ વધીને રૂ.૩૮૩૮.૯૦, લેમનટ્રી રૂ.૬.૯૦ વધીને રૂ.૧૫૫.૩૫ રહ્યા હતા.

ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ છતાં ઘણા શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૧૦૩ શેરો નેગેટીવ બંધ

ફંડોએ પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ વધાર્યું હતું, છતાં ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે સાવચેતીમાં સતત વેચવાલી ચાલુ રાખતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૪૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૮૦  અને ઘટનારની ૨૧૦૩  રહી હતી.

DIIની રૂ.૨૮૮૯ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૧૫૨૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૫૨૭.૭૧  કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૪,૬૬૩.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૯૧.૨૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૮૮૯.૩૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૮,૩૬૪.૭૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૭૫.૪૪ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૪ હજાર કરોડ વધીને રૂ.૪૭૯.૯૪ લાખ કરોડ

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ સતત બીજા દિવસે હેમરીંગ નરમાઈ સામે ફંડોએ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગની તક ઝડપતી રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩૪ હજાર  કરોડ વધીને રૂ.૪૭૯.૯૪ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો…
Business

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો…

June 11, 2026
ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…
Business

ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…

June 11, 2026
ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…
Business

ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…

June 11, 2026
Next Post
પીપલવાડાથી પેટા ગામ ગોતીપુરા તરફ જતા બિસ્માર માર્ગથી હાલાકી | Trouble due to the dilapidated road le…

પીપલવાડાથી પેટા ગામ ગોતીપુરા તરફ જતા બિસ્માર માર્ગથી હાલાકી | Trouble due to the dilapidated road le...

વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…

વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5...

ડભાણ ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપી લીધી | Land was grabbed by creating a bogus po…

ડભાણ ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપી લીધી | Land was grabbed by creating a bogus po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian …

ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian …

9 months ago
કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…

7 months ago
ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con…

ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con…

1 year ago
દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ | dr…

દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ | dr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News