gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in Business
0 0
0
વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓઈલ રિઝર્વ-ભંડારોના કકળાટ વચ્ચે વધુ એક ઘટસ્ફોટ

– જો આ બિટકોઇન વેચવામાં આવે કે જપ્ત કરવામાં આવે તોે વૈશ્વિક ક્રિપ્ટો અને નાણાકીય બજારોને મોટાપાયે અસર કરી શકે છે

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા અને રાષ્ટ્રપતિની ધરપકડ બાદ હવે અમેરિકા અને વિશ્વની નજર વેનેઝુએલાના ઓઈલ ભંડારો અને આ રિઝર્વમાંથી કરોડો ડોલરની કમાણી પર મંડાયેલી છે. જોકે રસપ્રદ વાત એ છે કે વેનેઝુએલાના તાજેતરના ઘટનાક્રમમાં વૈશ્વિક નાણાકીય બજારો ફક્ત દેશના વિશાળ ઓઈલ ભંડાર (આશરે ૩૦૩ અબજ બેરલ) પર ધ્યાન જ કેન્દ્રિત કરી રહ્યા નથી, પરંતુ સંભવિત બિટકોઇન હોલ્ડિંગ અંગે પણ ચર્ચાઓ તીવ્ર બની છે. કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે વેનેઝુએલામાં માદુરો સરકાર પાસે મોટી માત્રામાં બિટકોઇન હોઈ શકે છે, જેની કિંમત આશરે ૬૦ અબજ ડોલર એટલેકે ભારતીય ચલણમાં આશરે રૂ. ૫.૪૦ લાખ કરોડ સુધી હોવાનો અંદાજ છે.

નિષ્ણાતો કહે છે કે જો આ બિટકોઇન વેચવામાં આવે અથવા જપ્ત કરવામાં આવે તો તે વૈશ્વિક ક્રિપ્ટો અને નાણાકીય બજારોને મોટાપાયે અસર કરી શકે છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

લેટિન અમેરિકન બિટકોઇન ફર્મ ઓરાન્જેબીટીસીના સ્થાપક અને સીઈઓ ગુઈ ગોમ્સના મતે યુએસ પ્રતિબંધોએ વેનેઝુએલાને લાંબા સમયથી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી દૂર રાખ્યું છે. આવી સ્થિતિમાં, સરકારે સોનું, ડોલર અને સંભવત: બિટકોઇન જેવી વૈકલ્પિક સંપત્તિઓનો આશરો લીધો હતો. તેમના મતે, ‘વેનેઝુએલા પાસે નોંધપાત્ર પ્રમાણમાં બિટકોઇન હોવાની શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.’

અત્રે નોંધનીય છે કે બિટકોઈન બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે, જે વ્યવહારોને પારદર્શક બનાવે છે પરંતુ માલિકની ઓળખ છુપાવે છે. આ પ્રકારની પદ્ધતિને કારણે એ નક્કી કરવું અત્યંત મુશ્કેલ બને છે કે કોઈ દેશ કે સરકાર કે વ્યક્તિ કેટલા બિટકોઈન ધરાવે છે અને તે ક્યાં સંગ્રહિત છે.

ડિજિટલ પ્રકાશન પ્રોજેક્ટ બ્રેઝન, અજાણ્યા સ્ત્રોતોને ટાંકીને ૬૦ અબજ ડોલરના બિટકોઈનનો દાવો કરે છે, પરંતુ બ્લોકચેન નિષ્ણાતોએ આ આંકડાની પુષ્ટિ કરી નથી. ગુઈ ગોમ્સના મતે, જો વેનેઝુએલામાં બિટકોઈન હોય, તો તે હજારો વિવિધ વોલેટમાં વહેંચાયેલા હશે. આ વોલેટ લશ્કરી અધિકારીઓ અને રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત થઈ શકે છે, જેના કારણે તેમને ટ્રેક કરવાનું વધુ મુશ્કેલ બને છે.

ક્રિપ્ટો સાથે વેનેઝુએલાના લાંબા સમયના સંબંધો 

ક્રિપ્ટોકરન્સી સાથે વેનેઝુએલાની સંડોવણી કોઈ નવી વાત નથી. ૨૦૧૮માં સરકારે ‘પેટ્રો’ નામનું સરકારી ટોકન શરૂ કર્યું હતુ, જે પાછળથી નિષ્ફળ ગયું અને ૨૦૨૪માં બંધ કરી દેવામાં આવ્યું. વધુમાં, સરકારે સમયાંતરે બિટકોઈન માઇનિંગ પર કડક કાર્યવાહી કરી છે જેમાં ક્રિપ્ટો માઈનર્સની ધરપકડ કરવી, તેમની સંપત્તિ જપ્ત કરવી અને અંતે પ્રતિબંધ લાદવા.

હવે બિટકોઈનનું શું થશે?

નિષ્ણાતો કહે છે કે જો વેનેઝુએલા સાથે જોડાયેલા બિટકોઇન અમેરિકન એજન્સીઓના હાથમાં આવી જાય, તો તે જપ્ત થઈ શકે છે અને અમેરિકન ટ્રેઝરીમાં જઈ શકે છે. એવી પણ શક્યતા છે કે તેનો અમુક ભાગ એક્સચેન્જો પર વેચાઈ શકે છે.

સ્વાભાવિક છે કે જો બિટકોઇનનો મોટો જથ્થો બજારમાં આવે તો કિંમતો પર દબાણ લાવી શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ડભાણ ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપી લીધી | Land was grabbed by creating a bogus po…

ડભાણ ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપી લીધી | Land was grabbed by creating a bogus po...

ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા | Consideration of mandatory hallmarkin…

ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા | Consideration of mandatory hallmarkin...

સોમવારે સર્જાયેલા કાર અકસ્માતમાં યુવાનનું સારવારમાં મોત નિજપ્યું | A young man died in treatment in …

સોમવારે સર્જાયેલા કાર અકસ્માતમાં યુવાનનું સારવારમાં મોત નિજપ્યું | A young man died in treatment in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to…

ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to…

4 months ago
સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

1 month ago
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

2 months ago
અમદાવાદ: ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા! | Ahmedaba…

અમદાવાદ: ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા! | Ahmedaba…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News