gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની સંગોષ્ઠિ આગામી ગુરુવારથી અમદાવાદમાં યોજાશે

G METRO NEWS by G METRO NEWS
November 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની સંગોષ્ઠિ આગામી ગુરુવારથી અમદાવાદમાં યોજાશે
2
VIEWS
Share on FacebookShare on Twitter

પાંચ વર્ષથી ચાલતી શિક્ષણની સકારાત્મક પ્રવૃત્તિ દસમા પડાવે પહોંચી

ભાવનગર

ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાની આગવી છાપ અને ઓળખ સ્થાપિત કરનારી સંસ્થા તરીકે હવે “ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ” સૌના હૈયે અને હોઠે ચડી છે. શિક્ષકોના કૌશલ્ય અને જ્ઞાનમાં ગુણવત્તાસભર ઉમેરો કરવો, સામાજિક દાયિત્વ પૂર્ણ કરવું, શિક્ષકત્વનું બહુમાન કરવું અને પ્રેરણા બનવું જેવાં કાર્યો આ સંસ્થાએ અનેક મોરચે કર્યાં છે. તેથી તે હવે ગુજરાતના તમામ પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોનું પોતિકું આંગણું બની ગઈ છે.

સંસ્થાના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે, આગામી તા. 5-6 નવેમ્બરના રોજ સરસ્વતી વિદ્યા મંડળ, અમદાવાદના સહયોગથી સંગોષ્ઠિ-10નું આયોજન” કાવ્ય શિક્ષણ” ના વિષય પર કરવામાં આવ્યું છે. જેમાં તા. 5 ગુરુવારના પ્રથમ ઉદ્ઘાટન સત્રમાં પ્રમુખ સ્થાને મા. શ્રી હિતેષભાઈ બારોટ (મેયરશ્રી, અમદાવાદ), અતિથિ વિશેષ તરીકે પ્રજ્ઞેશભાઈ પટેલ (ચેરમેન, સ્કૂલ બોર્ડ, અમદાવાદ) તથા મુખ્ય મહેમાન પદે ડો. મનોજ શાસ્ત્રી (અધ્યક્ષ, શિક્ષણ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી), શ્રી ભરતભાઈ ચૌધરી (પ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ), શ્રી જ્યોતીન્દ્રભાઈ દવે (સંચાલક, સરસ્વતી વિદ્યા મંડળ) વગેરે મહેમાનો ઉપસ્થિત રહેશે.આ સત્ર દરમિયાન શિક્ષણ સંવેદનાના સાથીઓનુ સન્માન થશે તથા વિશેષાંક ‘દિપ સે દિપ જલે’નુ વિમોચન થશે.

બીજા નરસિંહ મહેતા સત્રમાં ડો. સંજય મકવાણા “ગુજરાતી કવિતાની સમૃદ્ધિ” પર અને શ્રી પ્રણવભાઈ ત્રિવેદી (સર્જક) “કેળવણીમાં કાવ્ય: કેડી નહીં રાજમાર્ગ” પર વ્યાખ્યાન આપશે. સાંજના કવિ મુશાયરામાં કવયિત્રી અને સંચાલિકા ગોપાલી બુચ તથા કવિગણ ગાર્ગી પંડ્યા, કૃષ્ણ દવે, અર્ચના ભટ્ટ-પટેલ, જ્યોતિ ભટ્ટ વગેરે કાવ્યપઠન કરશે.

બીજા દિવસે તા. 6 શુક્રવારે કલાપી સત્રમાં શ્રી મીનેશ વાળંદ “નવી શિક્ષણ નીતિ: બદલાયેલા વર્ગખંડોનું દર્શન” અને શ્રી કલ્પેશ પટેલ “કાવ્યનું રસદર્શન” કરાવશે.

સમાપન સમારોહમાં મહેમાનો તરીકે શ્રી ધીરેન વ્યાસ, ડો. મહેશ ઠક્કર, બિલ્ડર શ્રી સુનિલ પટેલ હાજર રહેશે.

આ સમગ્ર કાર્યક્રમને સંયોજક શ્રી વિમલભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, ડો. પ્રદિપસિંહ સિંધા, સંજયભાઈ મકવાણા, જીતુભાઈ જોશી તથા ભગવતદાન ગઢવી આખરી ઓપ આપી રહ્યા છે. શ્રી શ્યામજીભાઈ દેસાઈ પણ સંકલન કરી રહ્યા છે. યજમાન સંસ્થાના સંયોજક શ્રી દિલીપસિંહ સોલંકી પણ કાર્યક્રમની સફળતા માટે મથામણ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …
GUJARAT

भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …

November 24, 2026
Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…
GUJARAT

Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…

November 24, 2026
Hrithik Roshan at Harit Zaveri Jewellers in Rajkot
GUJARAT

Hrithik Roshan at Harit Zaveri Jewellers in Rajkot

November 24, 2026
Next Post
Pragati Srivastava Affirms Herself as a Promising Face by Registering a Believable Debut with Aanand…

Pragati Srivastava Affirms Herself as a Promising Face by Registering a Believable Debut with Aanand...

दुसऱ्या आठवड्यातही ‘दशमी’ची यशस्वी घोडदौड!

दुसऱ्या आठवड्यातही ‘दशमी’ची यशस्वी घोडदौड!

From being the inspiration behind Shah Rukh Khan’s Fan to playing SRK in Junglywood, Deepak Kalra ca…

From being the inspiration behind Shah Rukh Khan’s Fan to playing SRK in Junglywood, Deepak Kalra ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

7 months ago
ત્રણ બુકાનીધારી લૂંટારાઓને શોધવા માટે પોલીસની ટીમો દોડતી થઇ | Police teams raced to find three maske…

ત્રણ બુકાનીધારી લૂંટારાઓને શોધવા માટે પોલીસની ટીમો દોડતી થઇ | Police teams raced to find three maske…

1 year ago
ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ, અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે | godhra …

ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ, અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે | godhra …

1 year ago
અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા | Bribe…

અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા | Bribe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News