gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફ્રીમાં મૂવી જોવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરનાર યુવક સાયબર ઠગોના જાળમાં ફસાઈ ગયો હતો. અજાણ્યા સાયબર ઠગોએ યુવકનો મોબાઈલ ફોન હેક કરી તેના બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ.2,09,530ની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડના ખોડીયારપરા વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફી સ્ટુડિયોનો વ્યવસાય કરતા સાહિલભાઈ મનસુખભાઈ તરપદા નામના પટેલ યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફ્રી મૂવી જોવા માટેની એક જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં દર્શાવાયેલી “ક્યુબી” નામની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના મોબાઈલ ફોનમાં ટેકનિકલ સમસ્યાઓ શરૂ થઈ હતી. એપ ઇન્સ્ટોલ થતાં જ મોબાઈલ વારંવાર હેંગ થવા લાગ્યો હતો.

શરૂઆતમાં સામાન્ય ટેકનિકલ ખામી હોવાનું માની સાહિલભાઈએ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી નાખી હતી. તેમ છતાં મોબાઈલમાં સમસ્યા યથાવત રહેતાં થોડા જ સમયમાં ફોનમાં રહેલો મહત્વનો ડેટા અને વિવિધ એપ્લિકેશનો ડિલીટ થવા લાગ્યા હતા. આ દરમિયાન અજાણ્યા સાયબર ઠગોએ મોબાઈલ અને બેંકિંગ સિસ્ટમ પર કબજો મેળવી લીધો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ ઠગોએ સૌપ્રથમ બેંક ઓફ બરોડાના ખાતામાંથી નાણાકીય વ્યવહારો કર્યા હતા. ત્યારબાદ અન્ય બેંક ખાતામાંથી પણ અનેક ટ્રાન્ઝેક્શન કરી રકમ પોતાના નિયંત્રણ હેઠળના ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. સમગ્ર ઘટનામાં કુલ રૂ. 2,09,530ની રકમ ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

બેંક ખાતામાંથી રકમ ઉપડી જવાના મેસેજ મળતાં સાહિલભાઈને છેતરપિંડીનું ભાન થયું હતું. ત્યારબાદ તેમણે બેંક અને સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરી ખાતાઓ સુરક્ષિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અંતે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મોબાઈલમાં પ્રવેશ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, રકમ કયા ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી અને તેની પાછળ કઈ સાયબર ગેંગ કાર્યરત છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

સાયબર નિષ્ણાતો લોકો માટે ચેતવણીરૂપે જણાવે છે કે સોશિયલ મીડિયા પર દેખાતી અજાણી લિંક, ફ્રી મૂવી એપ્લિકેશન અથવા આકર્ષક ઓફરવાળી એપ્સ ડાઉનલોડ કરતા પહેલાં તેની સત્તાવારતા ચકાસવી જરૂરી છે. અજાણી એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાથી વ્યક્તિગત માહિતી, બેંકિંગ વિગતો અને નાણાકીય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. પોલીસે પણ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…
GUJARAT

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

July 28, 2026
ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…
GUJARAT

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

July 28, 2026
Next Post
જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્…

જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્...

જામનગર જિલ્લામાં જુગાર અંગે પોલીસના 4 દરોડા : 7 જુગારીઓ ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત | 4 police raids…

જામનગર જિલ્લામાં જુગાર અંગે પોલીસના 4 દરોડા : 7 જુગારીઓ ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત | 4 police raids...

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક…

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અખાત્રીજ પૂર્વે સોનું ઉછળતા માંગ શુકન પૂરતી સિમિત રહેવાની શક્યતા | Gold rises ahead of Akhatriya dem…

અખાત્રીજ પૂર્વે સોનું ઉછળતા માંગ શુકન પૂરતી સિમિત રહેવાની શક્યતા | Gold rises ahead of Akhatriya dem…

1 year ago
કરમસદ આણંદ મનપાના 1.47 લાખ મિલકત ધારકોને સરેરાશ રૂા. 4,429 ટેક્સ ચૂકવવો પડશે | 1 47 lakh property ow…

કરમસદ આણંદ મનપાના 1.47 લાખ મિલકત ધારકોને સરેરાશ રૂા. 4,429 ટેક્સ ચૂકવવો પડશે | 1 47 lakh property ow…

10 months ago
જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder…

જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder…

1 year ago
ટ્રમ્પે ફરી ભારત-ચીન વિરુદ્ધ ઝેક ઓંક્યું, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરી કર્યો ગંભીર આક્ષેપ

ટ્રમ્પે ફરી ભારત-ચીન વિરુદ્ધ ઝેક ઓંક્યું, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરી કર્યો ગંભીર આક્ષેપ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News