gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તમારી દલીલ માન્ય નહીં, ધુરંધર ફિલ્મમાં ભારતની વાત થઈ નથી…’ બલોચ સમાજની અરજી પર ગુજરાત HCમાં સુનાવ…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
‘તમારી દલીલ માન્ય નહીં, ધુરંધર ફિલ્મમાં ભારતની વાત થઈ નથી…’ બલોચ સમાજની અરજી પર ગુજરાત HCમાં સુનાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dhurandhar Dialogue Controversy: તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં કથિત ડાયલોગથી બલોચ સમાજની લાગણી દુભાઇ છે. ત્યારે હવે આજે(24 ડિસેમ્બર) બલોચ સમાજની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે કહ્યું કે, તમારી દલીલ અમને માન્ય નથી. ધુરંધર ફિલ્મમાં ભારતની વાત થઈ નથી. ફિલ્મનો ડાયલોગ કેરેક્ટરનો પર્સનલ ઓપિનિયન છે. જોકે આ મામલે વધુ સુનાવણી આગામી 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે.

‘સાંપ્રદાયિક સંવાદિતા માટે ખતરા સમાન’: અરજદાર

અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે વિવાદિત ડાયલોગના સતત પ્રસારણથી પૂર્વગ્રહને અને સામાજિક દુશ્મનાવટને ઉશ્કેરવાનું જોખમ વધી શકે છે, જે જાહેર વ્યવસ્થા અને સાંપ્રદાયિક સંવાદિતા માટે ખતરા સમાન છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ “ધૂરંધર” 5 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અરજદારનો દાવો છે કે બલોચ સમુદાય વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી વિશે તેમને ફિલ્મની રિલીઝ પછી જ ખબર પડી હતી.

‘ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ કાર્યવાહી કરો’

અરજદાર યાસીન અલ્લારખા બલોચ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મમાં વિવાદિત પ્રકારનો ડાયલોગ સામેલ કરવા બદલ ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષને ફિલ્મની ફરીવાર સમીક્ષા કરવા અને બંધારણીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ આપે. જો કે આજે (24 ડિસેમ્બર)ના રોજ થયેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ‘તમારી દલીલ અમને માન્ય નથી. ધુરંધર ફિલ્મમાં ભારતની તો વાત થઈ નથી, વધુ સુનાવણી આગામી 9 જાન્યુઆરી, 2026 થશે’

આ પણ વાંચો: ‘ફિલ્મ પર પ્રતિબંધ મૂકો…’, ‘ધુરંધર’થી જૂનાગઢનો બલોચ સમાજ નારાજ, જાણો શું છે સમગ્ર વિવાદ

કયા ડાયલોગ પર વિવાદ?

‘હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.’ તાજેતરમાં આદિત્ય ધરના નિર્દેશન હેઠળ રીલીઝ થયેલી ‘ધુરંધર’ ફિલ્મમાં આ ડાયલોગને લઈ જૂનાગઢ બલોચ મકરાણી સમાજ નારાજ છે. ​ફિલ્મમાં અભિનેતા સંજય દત્તે એક સંવાદ વખતે આ ડાયલોગ બોલ્યો જેથી બલોચ સમાજની લાગણીને ઠેસ પહોંચી હતી. બલોચ સમાજ દ્વારા ખાસ આ ડાયલોગ પર ગુજરાત હાઈકોર્ટમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
અમદાવાદ: AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઈજાગ્રસ્ત, ચાલકની ધરપકડ | Ahmed…

અમદાવાદ: AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઈજાગ્રસ્ત, ચાલકની ધરપકડ | Ahmed...

‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

'હું તારી પત્નીને પ્રેમ કરું છું...', અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે ...

અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP…

અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં મનોજ બાજપેયીએ કરી ફિલ્મ “ગવર્નર”નું પ્રમોશન

અમદાવાદમાં મનોજ બાજપેયીએ કરી ફિલ્મ “ગવર્નર”નું પ્રમોશન

1 month ago
૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

4 months ago
SME કંપનીઓનું મુખ્ય બોર્ડમાં સ્થળાંતર ધીમું પડયું | Migration of SME companies to main boards slowed…

SME કંપનીઓનું મુખ્ય બોર્ડમાં સ્થળાંતર ધીમું પડયું | Migration of SME companies to main boards slowed…

1 year ago
VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News