gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada BJP Dispute Ends in Gandhinagar: નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને હાઈપ્રોફાઈલ ડ્રામાનો આખરે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે સુખદ અંત આવ્યો છે. નાંદોદ વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના કથિત અપમાન અને સાંસદ મનસુખ વસાવાની આક્રમક રજૂઆતો બાદ પ્રદેશ નેતૃત્વએ દરમિયાનગીરી કરવી પડી હતી. પ્રદેશ મોવડીમંડળ સાથેની બેઠક બાદ બંને નેતાઓએ વિવાદ થાળે પાડ્યો હોવાની જાહેરાત કરી છે.

શું હતો સમગ્ર વિવાદ?

મળતી માહિતી અનુસાર,  વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 15મી જૂનના રોજ રાજપીપળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખનું અપમાન થયું હોવાનો આક્ષેપ થયો હતો. આ ઘટનાના વિરોધમાં ધારાસભ્યએ ધરણાં પણ કર્યા હતા. વિવાદ એટલો વકર્યો હતો કે ધારાસભ્યના સમર્થકો અને સાંસદ મનસુખ વસાવા દ્વારા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ બુલંદ કરવામાં આવી હતી. આ આંતરિક લડાઈ ઉગ્ર આંદોલન અને રાજીનામાના દોર સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાતા પ્રદેશ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું હતું.

આ પણ વાંચો: નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો

ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાઈ બેઠક

સમગ્ર મામલો વણસતાં બે દિવસ પહેલાં પ્રદેશ કાર્યાલય તરફથી નર્મદા જિલ્લાના આગેવાનોને ગાંધીનગરનું તેડું મોકલવામાં આવ્યું હતું. જેના પગલે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક કાર્યકરો ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં બંધ બારણે બેઠક યોજાઈ હતી.

બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ આંતરિક મતભેદો દૂર થયા હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે અમારી તમામ વાતો અને પ્રશ્નો પ્રદેશ નેતૃત્વ સમક્ષ પુરાવા સાથે મૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાવાળી અને એક પરિવારની પાર્ટી છે. પરિવારમાં નાના-મોટા મતભેદો થાય, પણ વડીલો હંમેશા તેનો યોગ્ય રસ્તો કાઢતા હોય છે. પ્રદેશ મોવડીમંડળે અમને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. જો પાર્ટી મજબૂત હશે તો જ પ્રજાના સારા કામો થશે. આવનારી ચૂંટણીઓ અમારે જીતવાની છે. અંદરોઅંદર લડવાથી જનતામાં ખોટો મેસેજ જાય છે અને તેનાથી સ્થાનિક કાર્યકરો તથા પક્ષને મોટું નુકસાન થાય છે.’

નર્મદાના વિકાસ માટે સંગઠિત થવાનો સંકલ્પ

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ‘નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે, તેથી તેના સર્વાંગી વિકાસ માટે પણ આપણે બધાએ સંગઠિત થવું પડશે. પ્રદેશે અમને ખૂબ જ સારી ભાવનાથી સાંભળ્યા છે. હવે એકબીજાનો વાંક કાઢવાને બદલે અમે સાથે મળીને પક્ષ માટે કામ કરવાનું નક્કી કર્યું છે. હવે સંગઠનમાં કોઈ મતભેદ નથી.’

સોશિયલ મીડિયા પર ‘એલફેલ’ પોસ્ટ ન મૂકવા કડક અપીલ

આ બેઠક બાદ નેતાઓએ પોતાના સમર્થકો અને કાર્યકરોને પણ શાંતિ જાળવવા અપીલ કરી છે. નેતાઓની નીચે કામ કરતા કેટલાક માણસો સોશિયલ મીડિયામાં કોઈ એક વ્યક્તિને મોટી કરવા માટે અન્ય વિરુદ્ધ ખોટી કે એલફેલ પોસ્ટ મૂકતા હોય છે, જે બંધ કરવા સૂચના અપાઈ છે. પક્ષના હિતમાં સોશિયલ મીડિયા પર માત્ર પોઝિટિવ પોસ્ટ જ મૂકવા માટે કાર્યકરોને તાકીદ કરવામાં આવી છે.

રાજીનામા અને આંદોલનના મુદ્દા પડતા મૂકાયા

પ્રદેશ નેતૃત્વની સફળ મધ્યસ્થી બાદ હવે જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ, ધારાસભ્યના રાજીનામાની ચીમકી અને ઉગ્ર આંદોલનના તમામ કાર્યક્રમો પડતા મૂકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમામ નેતાઓ અને કાર્યકરો એક થઈને કામ કરશે તેવો દાવો પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…
GUJARAT

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

July 28, 2026
ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…
GUJARAT

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

July 28, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ | Ahmedabad…

અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ | Ahmedabad...

‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

'મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..', રાજકોટની મહિલાનો શોકિંગ દ...

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ એરપોર્ટ પર નેટવર્કમાં ખામી સર્જાતાં અનેક મુસાફરો પરેશાન, અનેક ફ્લાઈટ્સને અસર | Network Outage …

મુંબઈ એરપોર્ટ પર નેટવર્કમાં ખામી સર્જાતાં અનેક મુસાફરો પરેશાન, અનેક ફ્લાઈટ્સને અસર | Network Outage …

12 months ago
BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert: R…

BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert: R…

11 months ago
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

3 months ago
ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News