gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકામાં છેલ્લાં 3 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો કબજો કોંગ્રેસના બળવાને આભારી | How Congress Re…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકામાં છેલ્લાં 3 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો કબજો કોંગ્રેસના બળવાને આભારી | How Congress Re…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Municipal Corporation History: સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ દાસકા કરતા વધુ સમયથી ભાજપનું શાસન ચાલ્યું આવે છે. પરંતુ ભાજપના શાસનનો પાયો કોંગ્રેસના બળવાથી નખાયો હતો. હાલ ભલે ભાજપ સંગઠનથી પોતાના મેયર બનાવવાનો દાવો કરે છે, પરંતુ ભાજપની પહેલી સત્તા કોંગ્રેસના બળવાખોર સાથે ગઠબંધન કરીને પાલિકામાં સત્તાનો પહેલો સ્વાદ ચાખ્યો હતો. ભાજપને સત્તાના શિખર પર પહોંચાડવા માટે કોંગ્રેસનો સિંહફાળો રહ્યો છે. 1990ના ફેબ્રુઆરી મહિનામાં કોંગ્રેસમાં બળવો થયો હતો. ત્યારે ભાજપે બળવાખોર સાથે ગઠબંધન કરીને પાલિકામાં કોંગ્રેસનો અસ્ત અને ભાજપનો ઉદય થયો હતો. 

1990માં કોંગ્રેસમાં બળવાની શરૂઆત

સુરત સુધરાઈ માંથી સુરત મહાનગરપાલિકા 1966માં રૂપાંતરિત થઈ હતી. ત્યારથી 1990 સુધીના મહત્તમ સમયગાળામાં સુરત પાલિકામાં કોંગ્રેસ સત્તા સ્થાને રહી હતી. પરંતુ કોંગ્રેસની સત્તાની ભાગ બટાઈમાં જૂથબંધી ચરમસીમાએ 1990ની શરુઆતમાં પહોંચી ગઈ હતી. કોંગ્રેસની આ જૂથબંધીના કારણે જ ભાજપને સુરત પાલિકામાં સત્તાનો સ્વાદ ચાખવાનો મોકો મળ્યો હતો. જોકે,1990માં કોંગ્રેસના બળવાના કારણે સુરત પાલિકામાં સત્તા માટે ભાજપની લોટરી લાગી ગઈ હતી. 1990માં સુરતના મેયર તરીકે કોંગ્રેસના પ્રતાપ કંથારિયા તરીકેની નિમણૂક થયા બાદ જુથબંધી વધુ આક્રમક બની ગઈ હતી પરંતુ સત્તામાં કોગ્રેસે આ જુથબંધીને અવગણી હતી જેના કારણે કોંગ્રેસને પાલિકામાંથી સત્તના વનવાસની શરૂઆત થઈ હતી.  

1992માં બાબરી ધ્વંસ બાદ પહેલી વખત સુરત પાલિકા કોંગ્રેસ મુક્ત બની

વર્ષ 1990ની ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખે કોંગ્રેસના બળવાખોર અજીત દેસાઈએ તેમના કેટલાક સાથીઓ સાથે કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપની મદદથી અજીત દેસાઈ મેયર બની ગયા હતા. આ દિવસથી સુરત પાલિકામાં કોંગ્રેસની સત્તાનો અસ્ત અને ભાજપનો ઉદય થયો હતો. ત્યારબાદ 1992માં બાબરી ધ્વંસ બાદ કોમી તોફાન અને હિન્દુત્વની લહેરની એવી અસર થઈ હતી કે પહેલી વખત સુરત પાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ હતી. સુરત પાલિકાની 99 બેઠકમાંથી 98 બેઠક ભાજપને ફાળે અને એક બેઠક અપક્ષને મળી હતી.

આ પણ વાંચો: સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસ ફરી જીવતી થઈ

બાબરી ધ્વંસ બાદ કોંગ્રેસ સુરત પાલિકાની સત્તાથી દૂર ફેંકાઈ ગયું તે આજ સુધી ફરી સત્તા નજીક આવી શક્યું નથી. જોકે, પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસ ફરી જીવતી થઈ હતી અને કોંગ્રેસના ફાળે 36 બેઠક ગઈ હતી. જોકે, ત્યારબાદ ગત ચૂંટણીમાં આંદોલનકારીઓએ કોંગ્રેસનો સાથ છોડી દેતા આપની 27 બેઠક આવી હતી અને ગત ચૂંટણીમાં પણ 1995ની ચૂંટણી જેમ કોંગ્રેસ ફરીથી ઝીરો થઈ ગઈ હતી. હાલ પણ કોંગ્રેસ નબળા નેતૃત્વના કારણે વેર વિખેર છે તેથી ચૂંટણી પરિણામ અંગે અનેક ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના બળવાના કારણે સુરત પાલિકામાં ભાજપ સત્તાના સિંહાસન સુધી પહોંચી હતી. 

આગામી પાલિકા ચૂંટણીને ધ્યાનમાં લેતા એક મોટો પ્રશ્ન ઉઠે છે, કે, શું ભાજપ ફરી સત્તા જાળવી શકશે કે ઇતિહાસ ફરી કોઈ નવા રાજકીય વળાંક તરફ દોરી જશે? હાલ તો રાજકીય વર્તુળોમાં  માં આ મુદ્દે અનેક ચર્ચા ચાલી રહી છે.

ભાજપના પહેલા મેયર ફકીર ચૌહાણ પહેલા મહિલા મેયર ગીતા દેસાઈ બન્યા

સુરત પાલિકામાં કોંગ્રેસના બળવા બાદ પહેલી વખત ભાજપ 1995ની ચૂંટણીમાં સત્તા પર આવ્યું હતું. 1995થી 1996 સુધી ભાજપના પહેલા મેયર તરીકે ફકીર ચૌહાણ બન્યા હતા. ત્યારબાદના વર્ષે એટલે કે 1996થી 1997 સુધી ગીતા દેસાઈ પહેલા મહિલા મેયર બન્યા હતા. ત્યાંથી હાલ ટર્મ પૂરી થઈ તેમાં દક્ષેશ  માવાણી ભાજપના 15મા મેયર તરીકે રહ્યા હતા. કોંગ્રેસના બળવા બાદ સુરતમાં ભાજપના સતત 15 મેયર બન્યા છે. 

કોંગ્રેસના બળવા બાદ સુરતમાં સતત ભાજપના 15 મેયર બની ચુક્યા છે 

1-ફકીર ચૌહાણ (1995-1996)

2-ગીતાબેન દેસાઈ (1996-1997 પહેલા મહિલા મેયર)

3-નવનીત જરીવાલા (1997-1998)

4-સવિતા શારદા (1998-1999)

5-ભીખુભાઇ બોઘરા (1999-2000)

6-અજય ચોકસી (2000-2003)

7-સ્નેહલતા ચૌહાણ (2003-2005)

8-ડો.કનુ માવાણી (2005-2008)

9-રણજીત ગીલીટવાલા (2008-2010)

10-રાજેન્દ્ર દેસાઈ (2010-2013)

11-નિરંજન ઝાંઝમેરા (2013-2015)

12-અસ્મીતા શિરોયા (2015-2018)

13-ડો.જગદીશ પટેલ (2018-2020)

14-હેમાલી બોઘાવાલા (2021-2023)

15-દક્ષેશ માવાણી (2023-2026)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…
GUJARAT

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

May 26, 2026
મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …
GUJARAT

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

May 26, 2026
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું
GUJARAT

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

May 26, 2026
Next Post
સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર | BJP Decla…

સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર | BJP Decla...

સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP …

સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP ...

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા…

‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા…

1 year ago
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

2 months ago
ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

10 months ago
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ | Unseasonal rain in …

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ | Unseasonal rain in …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News