gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

G METRO NEWS by G METRO NEWS
August 9, 2026
in GUJARAT
0 0
0
પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજે વહેલી સવારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોડેલ ગ્રામ હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’ના ૮૫મા રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સાયકલ ચલાવી સૌને ફિટનેસને જીવનનો અભિન્ન ભાગ બનાવવા તેમજ નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. હણોલથી નેસડી અને નોઘણવદર સહિતના માર્ગે અંદાજે ૬ કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી.

આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાયકલિંગ સરળ, સુલભ અને અસરકારક કસરત છે. નિયમિત સાયકલિંગથી શરીર સ્વસ્થ રહેવાની સાથે સક્રિય જીવનશૈલી કેળવાય છે. સાયકલિંગ પર્યાવરણના સંરક્ષણ, પ્રદૂષણમાં ઘટાડો અને ઈંધણની બચત માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે સૌને ‘સન્ડે ઑન સાયકલ’ને માત્ર એક દિવસ પૂરતી પ્રવૃત્તિ ન રાખતા દર રવિવારે સાયકલિંગ કરવાની ટેવ કેળવવા અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વસ્થ અને સશક્ત યુવા શક્તિ દેશની સૌથી મોટી તાકાત છે. યુવાનો રમતગમત અને ફિટનેસ સાથે જોડાય તથા નશાથી દૂર રહે તે માટે સમાજના દરેક વર્ગે સાથે મળીને પ્રયાસો કરવા જરૂરી છે. ‘ફિટ ઈન્ડિયા’ સાથે ‘નશામુક્ત ભારત’નો સંદેશ જન-જન સુધી પહોંચે અને યુવાનોમાં સ્વસ્થ જીવનશૈલીની ભાવના મજબૂત બને તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે.

આ કાર્યક્રમમાં સાયકલિંગ ઉપરાંત યોગ, ઝુંબા અને ગરબા સહિતની વિવિધ ફિટનેસ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ ઉપરાંત વૉલીબૉલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ઉપસ્થિતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય રમતવિજ્ઞાન નિષ્ણાત અને ફિટનેસ ટ્રેનર સુશ્રી ઉર્વશી પરવાની ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે ઉપસ્થિત યુવાનોને ફિટનેસ, આરોગ્યપ્રદ જીવનશૈલી અને રમતગમતના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતુ.

કેન્દ્રીય મંત્રીશ્રીની સક્રિય સહભાગિતા અને માર્ગદર્શનથી હણોલ ખાતે યોજાયેલ ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો કાર્યક્રમ યુવાનો અને ગ્રામજનોમાં ફિટનેસ તથા રમતગમત પ્રત્યે નવી ઊર્જા અને ઉત્સાહ જગાવનાર બન્યો હતો.

‘ફિટ ઈન્ડિયા–નશામુક્ત ભારત’ના સંદેશ સાથે સ્વસ્થ, સશક્ત અને નશામુક્ત યુવા શક્તિના નિર્માણ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ કાર્યક્રમ પ્રેરણાદાયી બની રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
FROM DIRECTOR S.S. RAJAMOULI’S VARANASI ALONGSIDE SUPERSTAR MAHESH BABU, TO RESET OPPOSITE ORLANDO B…

FROM DIRECTOR S.S. RAJAMOULI'S VARANASI ALONGSIDE SUPERSTAR MAHESH BABU, TO RESET OPPOSITE ORLANDO B...

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION

JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી, જાણો હવે ભારત છોડવા તેમની પાસે કેટલો સમય | every pakistani sh…

સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી, જાણો હવે ભારત છોડવા તેમની પાસે કેટલો સમય | every pakistani sh…

1 year ago
મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, પાંચને…

મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, પાંચને…

9 months ago
પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo…

પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo…

4 months ago
ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News