gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મ્યુનિ.કોર્પોરેશને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પરના દબાણો અને ટ્રાફિકને અવરોધરૂપ બનતા લારી-ગલ્લાઓ સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરી વિવિધ વિભાગોને સધન કાર્યવાહી માટે સૂચના આપી છે.

મ્યુનિ.કોર્પોરેશનની જમીન-મિલકત શાખા (કોમર્શિયલ)ની જાહેર નોટિસ મુજબ, હવે શહેરના તમામ સ્ટ્રીટ વેન્ડર્સને સાંજે ૭થી રાત્રે ૧૧ વાગ્યા સુધી જ લારી, ગલ્લા અને પથારા પર ધંધો કરવાની મંજૂરી રહેશે. દરેક વેપારીને માત્ર એક જ લારી રાખવાની મંજૂરી રહેશે. લારી સિવાય મુકવામાં આવેલા ટેબલ, ખુરશી, શેડ અને અન્ય દબાણો દૂર કરાશે.

સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ-૨૦૧૪ના નિયમ-૧૪ હેઠળ મ્યુનિ. કોર્પોરેશનને ટાઈમ શેરિંગના આધારે વેન્ડિંગનો સમય નક્કી કરવાનો અધિકાર છે. તેના આધારે હાલ જે સ્થળે વેન્ડર્સ ધંધો કરે છે ત્યાં જ તેઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી વ્યવસાય કરી શકશે. ત્યારબાદ તમામ લારી-ગલ્લા અને માલસામાન સ્થળ પરથી હટાવી જગ્યા ખાલી કરવી ફરજિયાત રહેશે. નિયમનો ભંગ કરનાર સામે લારી-ગલ્લા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ ઉપરાંત, ટ્રાફિક અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી શહેરના ૧૪ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં કાયમી ધોરણે સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકાયો છે. દરેક રસ્તાઓ પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી વોર્ડ કક્ષાએથી નિયમિત કરવા જણાવાયું છે.

આ ૧૪ માર્ગો પર કાયમી ધોરણે લારી-ગલ્લા પર પ્રતિબંધ મૂકાયો 

એરપોર્ટથી અક્ષરચોક, ચકલી સર્કલથી ગોત્રી તળાવ, યોગ સર્કલથી અકોટા દાંડિયા બજાર બ્રિજ (શનિદેવમંદિર ચાર રસ્તા), સરદાર એસ્ટેટથી આજવા ચોકડી, એરપોર્ટ સર્કલથી ગોલ્ડન ચોકડી, વૃંદાવન ચોકડીથી બાપોદ વાઘોડિયા હાઈવે), સોમાતળાવથી કપુરાઈ ચોકડી, નરહરિ સર્કલથી કાલાઘોડા, જેલરોડ થઈ ખંડેરાવ માર્કેટ, સુસેન ચાર રસ્તાથી જાંબુવા હાઈવે, સુશેન ચાર રસ્તાથી શ્રેયસ સ્કૂલ, યોગ સર્કલથી કેનાલ ચાર રસ્તા (પ્રિયા ટોકિઝ), ડીલક્ષ સોસાયટી ચાર રસ્તાથી મહેસાણાનગર સોસાયટી- નવરચના સ્કૂલ- નાનુભાઈ ટાવર- જીઆઈપીસીએલ સર્કલ-મંગલપાડે રોડ- રાત્રિબજાર, કોઠી ચાર રસ્તાથી જ્યુબિલી બાગ સર્કલ તેમજ સુરસાગર આસપાસનો વિસ્તાર અને ખોડિયારનગર ચાર રસ્તાથી સુપર બેકરી-સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર કાયમી ધોરણે સ્ટ્રીટ વૅડીંગ પ્રવૃત્તિ કરી શકાશે નહિ, મતલબ કે ઉપરોક્ત રસ્તાઓ પર કોઈ પણ સમયે લારી – ગલ્લા ઊભા રાખી શકાશે નહિ.

તમામ જંકશનોથી ૩૦ મીટરમાં લારી-ગલ્લા દૂર કરવા જણાવાયું 

પોલીસ વિભાગના અગાઉના જાહેરનામાને આધારે શહેરના તમામ ટ્રાફિક જંક્શનો અને સર્કલથી ૩૦ મીટરના વિસ્તારમાં આવેલા દબાણો, લારી-ગલ્લા અને અન્ય અવરોધો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરાશે. તમામ જંકશનો પર ડાબી તરફ વળાંક ખુલ્લા રાખવાની અને જરૂરિયાત મુજબ નવા ડિવાઈડર, બોલાર્ડ તેમજ સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની સૂચના અપાઈ છે.

મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટો પાર્કિંગ માટે ખુલ્લા મૂકાશે 

શહેરમાં પાર્કિંગની સુવિધા વધારવા માટે મ્યુનિ.કોર્પોરેશનની માલિકીના નિર્ધારિત પ્લોટોને પાર્કિંગ માટે ખુલ્લા પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવશે, મૂકવામાં આવશે. દરેક પ્લોટ પર જમીનનું લેવલિંગ કરી સુરક્ષા માટે ફેન્સિંગ કરાશે.

શહેરમાં ૩૦ હજાર સ્ટ્રીટ વેન્ડર્સ- વૈકલ્પિક માર્ગ પર સ્થળાંતર કરશે 

શહેરમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યા ૨૨ હજાર હતી, જે હાલ વધીને ૩૦ હજાર સુધી પહોંચી છે. અત્યારે ૧૪ મુખ્ય માર્ગો પર પ્રતિબંધ મૂકાયો છે, આગામી દિવસોમાં અન્ય માર્ગોનો પણ એ યાદીમાં સમાવેશ કરાશે. આ ૧૪ માર્ગો પરના વેપારીઓ અન્ય આસપાસના વૈકલ્પિક રસ્તાઓ પર વેપાર કરવા માટે સ્થળાંતર કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |...

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | ...

ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે LPG-પેટ્રોલ-ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ રિપોર્ટ | India…

ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે LPG-પેટ્રોલ-ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ રિપોર્ટ | India...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air Indi…

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air Indi…

3 months ago
બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ | Rajasthan driver arrested with li…

બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ | Rajasthan driver arrested with li…

5 months ago
માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે તકરાર | Dispute between two families over car parking…

માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે તકરાર | Dispute between two families over car parking…

2 months ago
MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો | MSMEs received loans worth over Rs …

MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો | MSMEs received loans worth over Rs …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News