gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in Business
0 0
0
શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઓપન માર્કેટમાંથી શેરોના બાયબેકને ફરીથી દાખલ કરવાના પ્રસ્તાવને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ મંજૂરી આપી છે. આ માર્ગે બાયબેક ૧લી ઓગસ્ટ થી અમલી બનશે એમ સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ સેબીની બોર્ડ મીટિંગ બાદ જણાવ્યું હતું.

હાલમાં, કંપનીઓને ટેન્ડર ઓફર દ્વારા શેરોનું બાયબેક કરવાની પરવાનગી છે, જ્યાં શેરધારકો પ્રપોર્શનેટલી-પ્રમાણસર રીતે ભાગ લે છે અથવા ઓડ-લોટ બાયબેક અને અન્ય માળખાગત માર્ગો દ્વારા બાયબેકમાં જોડાય છે. જો કે, સ્ટોક એક્સચેન્જ દ્વારા ઓપન માર્કેટ મેકેનિઝમ, બિનકાર્યક્ષમતા અને સમાન ભાગીદારીના અભાવને કારણે અગાઉ તબક્કાવાર રીતે આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

ઓપન માર્કેટ રૂટ સામાન્ય રીતે કંપનીઓને ચોક્કસ સમયગાળા દરમિયાન સેકન્ડરી માર્કેટમાંથી સીધા શેર ખરીદવાની મંજૂરી આપે છે, જે અમલીકરણ અને સમયમાં સુગમતા પ્રદાન કરે છે. અલબત ઐતિહાસિક રીતે બધા શેરધારકોને ભાગીદારીને ગેરંટી ન આપવા અને કંપનીઓને બજાર ભાવોને પ્રભાવિત કરવા સક્ષમ બનાવવા બદલ તેની ટીકા કરવામાં આવી હતી. નવા નિયમ હેઠળ, ઓપન માર્કેટ બાયબેક સમયગાળાની મર્યાદા ૬૦ દિવસની રહેશે અને ઓછામાં ઓછા ૪૦ ટકા ફંડનો ઉપયોગ કરવો પડશે.

કંપનીઓ દ્વારા શેરધારકોને સરપ્લસ કેશ પરત કરવા, શેર દીઠ કમાણી સુધારવા અને ભવિષ્યની સંભાવનાઓમાં વિશ્વાસ દર્શાવવા માટે મૂડી ફાળવણીના સાધન તરીકે બાયબેકનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ઓપન માર્કેટ રૂટની ગેરહાજરીમાં મર્યાદિત અમલીકરણ વિકલ્પો છે, ખાસ કરીને એવી કંપનીઓ માટે જે નિશ્ચિત ટેન્ડર ઓફર કરવાને બદલે સમય જતાં ખરીદીને તબક્કાવાર કરવા માંગે છે.

સેબીએ જણાવ્યું હતું કે, સ્ટોક એક્સચેન્જ રૂટ દ્વારા ઓપન માર્કેટ બાયબેક હાલના બાયબેક ફ્રેમવર્ક હેઠળ વધારાના વિકલ્પ તરીકે રહેશે. સેબીએ કરવેરા માળખામાં અનુગામી ફેરફારોએ વિવિધ બાયબેક પદ્વતિઓ વચ્ચેની અગાઉની અસમાનતાને દૂર કરી છે.  જો કે નિયામક તંત્ર એ ખાતરી કરશે કે રૂટનો દુરૂપયોગ ન થાય અને તેથી બાયબેક સમયગાળા દરમિયાન પ્રમોટર અને પ્રમોટર ગુ્રપ હોલ્ડિંગ્સ આઈઅસઆઈએન સ્તરે ફ્રીઝ કરવામાં આવશે. જ્યારે પ્રમોટર્સને ટેન્ડર ઓફર રૂટ દ્વારા કરવામાં આવતા બાયબેકમાં ભાગ લેવાની મંજૂરી ચાલુ રહશે, ત્યારે ફ્રીઝનો હેતુ બાયબેક પ્રક્રિયા દરમિયાન કંપનીની સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ અટકાવવા અને રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો છે.

નિયામક તંત્રએ એ પણ નિર્ણય લીધો છે કે, બાયબેક કરતી કંપનીઓ જાહેર જાહેરાતના એક કાર્યકારી દિવસની અંદર શેરધારકોને ઈલેક્ટ્રોનિક રીતે સૂચિત કરશે. પબ્લિક એનાઉસમેન્ટની તારીખે સિક્યોરિટીઝ ધરાવતા શેરધારકોને આ સંદેશ મોકલવામાં આવશે, જેનાથી માહિતી પ્રસારની ગતિ અને પહોંચમાં સુધારો થશે. અન્ય એક કાર્યકારી ફેરફારમાં, સેબીએ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવેલા બાયબેક માટે અલગ ટ્રેડિંગ વિન્ડોની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે. 

ટેક્સ ટ્રીટમેન્ટમાં તફાવતને કારણે આ સમર્પિત વિન્ડો મૂળ રૂપે રજૂ કરવામાં આવી હતી. પરંતુ સેબી માને છે કે, સુધારેલા ટેક્સ ફ્રેમવર્ક હેઠળના ફેરફારો પછી તેની જરૂર નથી. બાયબેક વ્યવહારો સ્ટોક એક્સચેન્જના નિયમિત ટ્રેડિંગ મેકેનિઝમ દ્વારા કરવામાં આવશે.

MTF ફંડિંગ માટે એનસીડીને મંજૂરી આપવા માટે પ્રસ્તાવ મૂકાયો

સ્ટોક બ્રોકર્સને લિસ્ટેડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડીઝ) દ્વારા ભંડોળ એકત્ર કરવાની મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને અનુમતિપાત્ર માર્જિન ટ્રેડિંગ ફેસેલિટી (એમટીએફ) એક્સપોઝરની ગણતરી કરતી વખતે આવા બોરોઈંગનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતું ભંડોળના માર્ગોનો વિસ્તાર કરવા અને નાણાકીય ક્ષમતા વધારવાનો છે.

એક મુખ્ય પ્રસ્તાવ માર્જિન ટ્રેડિંગ સુવિધા માટે ઉપલબ્ધ ભંડોળના સ્ત્રોતોને વિસ્તૃત કરવાનો છે. હાલમાં, બ્રોકો મુખ્યત્વે તેમની પોતાની મૂડી અને બેંક બોરોઈંગ દ્વારા એમટીએમને ફાઈનાન્સ કરી શકે છે. સેબીએ લિસ્ટેડ એનસીડીઝ અને અન્ય માન્ટ ડેટ સાધનો દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ એમટીએફ ફાઈનાન્સિંગ માટે કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે તે સલામતીને આધીન રહેશે. નિયામક તંત્રએ જણાવ્યું હતું કે, આ ભંડોળના સ્ત્રોતોને વૈવિધ્યસભર બનાવશે, બ્રોકરો માટે પ્રવાહિતામાં સુધારો કરશે અને પરંપરાગત બેંક ક્રેડિટ સુવિધા પર નિર્ભરતા ઘટાડશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav...

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…

2 months ago
‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય..’, તાત્કાલિક સુનાવણીની માગ અંગે ભાવિ CJIનું મોટું નિવેદન | why …

‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય..’, તાત્કાલિક સુનાવણીની માગ અંગે ભાવિ CJIનું મોટું નિવેદન | why …

10 months ago
અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…

અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…

4 months ago
સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા | Six arrested for gambling in Sayajipura village

સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા | Six arrested for gambling in Sayajipura village

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News