gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | ahmedabad ka…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | ahmedabad ka…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Traffic Diversion in Ahmedabad: દિવાળીના પર્વની શરૂઆત વચ્ચે જ અમદાવાદના કાંકરિયા ખાતે આજે (શનિવારે) સાંજે એક ખાનગી કલબમાં યોજાનારા કાર્યક્રમના પગલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના હજારો નાગરિકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કાર્યક્રમ સાંજે શરૂ થવાનો હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને સવારથી જ કાંકરિયા લેકફ્રન્ટની તમામ મનોરંજન પ્રવૃત્તિઓ બંધ રાખવાની જાહેરાત કરી છે, જેના કારણે ઝૂ, નોકટરનલ ઝૂ, કિડઝ સિટી સહિતના સ્થળોની મુલાકાત લેવા આવેલા મુલાકાતીઓને નિરાશ થવું પડ્યું છે. અમદાવાદમાં કાંકરિયા અને તેની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. જે આજે (11 ઓક્ટોબર) ના રોજ બપોરે 3:00 વાગ્યાથી લઈને  રાત્રે 2:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

દિવાળીના દિવસોમાં જ લેકફ્રન્ટ બંધ

કોર્પોરેશનના નિર્ણય મુજબ, દિવાળીના તહેવારની શરૂઆતમાં જ કાંકરિયા લેકફ્રન્ટ ખાતેના ઝૂ, નોકટરનલ ઝૂ, કિડઝ સિટી, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક સહિતની તમામ પ્રવૃત્તિઓ આજે બંધ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં જ આ સ્થળોની 6.73 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનને રૂ.2.58 કરોડની આવક થઈ હતી. પર્વના સમયે આ જાહેર સ્થળ બંધ કરાતા સ્થાનિકો અને મુલાકાતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, મુખ્ય કાર્યક્રમ સાંજે શરૂ થવાનો હોવાથી બપોર સુધી તો લેકફ્રન્ટ અને રસ્તાઓ ખુલ્લા રાખી શકાયા હોત.

ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું: આ રસ્તાઓ બંધ

બોલીવુડના કલાકારોની હાજરીવાળા આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને કેટલાક માર્ગો પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ 2 - image
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ 3 - image

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગો

રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી અને કાંકરીયા ગેટ નં.3 તરફનો માર્ગ

વાણીજ્ય ભવન ચાર રસ્તાથી પારસી અગિયારી ત્રણ રસ્તા તરફનો માર્ગ

પારસી અગિયારી ત્રણ રસ્તા થી વાણીજ્ય ભવન ચાર રસ્તા તરફનો માર્ગ

અણુવ્રત સર્કલથી કાંકરીયા ગેટ નં.3 થી ફુટબોલ ગ્રાઉન્ડ તરફનો માર્ગ

ફુટબોલ ગ્રાઉન્ડથી કાંકરીયા ગેટ નં.3-અણુવ્રત સર્કલ તરફનો માર્ગ

વૈકલ્પિક રૂટ જાહેર

વાણિજ્ય ભવનથી મણિનગર અને ખોખરા તરફનો રસ્તો ચાલુ રહેશે.

વાણિજ્ય ભવનથી ન્યુ ક્લોથ થઈને રાયપુર જઈ શકાશે.

પારસી અગિયારીથી ફુટબોલ ગ્રાઉન્ડનો રસ્તો ચાલુ રહેશે.

અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ તરફ જઈ શકાશે.

AMTSની 183 બસના રૂટ ડાયવર્ટ કરાયા

કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા 28 રૂટ પર દોડતી કુલ 183 બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારીથી વ્યાયામ વિદ્યાલય સુધી, શાહઆલમ ટોલનાકાથી પુષ્પકુંજ સુધી અને ન્યુ કલોથ ચાર રસ્તાથી વાણિજયભવન, અણુવ્રત સર્કલ સુધીના રૂટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અધિકારીઓ સ્ટેન્ડ ટુ, હોર્ડિંગ્સ-બેનર દૂર કરાયા

ફાયર વિભાગને પણ આ કાર્યક્રમ માટે બપોરના 2 કલાકથી રાત્રિના 12 કલાક સુધી ચાર ફાયર ફાઈટર અને પાંચ અધિકારીઓ સાથે સમારોહ સ્થળે સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વિવિધ રસ્તાઓ પરથી 292 હોર્ડિંગ્સ, બોર્ડ, બેનર દૂર કરવાની સાથે 82 જાહેરાતો પણ દૂર કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …
GUJARAT

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

May 13, 2026
સુરત પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ, ફરિયાદના ઝડપી નિકાલનો દાવો | Surat Municipality launches …
GUJARAT

સુરત પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ, ફરિયાદના ઝડપી નિકાલનો દાવો | Surat Municipality launches …

May 13, 2026
વાઘોડિયામાં મોડી રાત્રે સોની પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ | jewellers attacked late at…
GUJARAT

વાઘોડિયામાં મોડી રાત્રે સોની પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ | jewellers attacked late at…

May 13, 2026
Next Post
PM મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ, રૂ. 42000 કરોડની બે મોટી કૃષિ યોજના શરૂ કરી | pm modi launches agr…

PM મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ, રૂ. 42000 કરોડની બે મોટી કૃષિ યોજના શરૂ કરી | pm modi launches agr...

રાહુલ ગાંધી માટે નોબેલ પારિતોષિકની માગ? કોંગ્રેસ નેતાએ કહ્યું – મચાડો જેવું જ કરે છે કામ | Maria Cor…

રાહુલ ગાંધી માટે નોબેલ પારિતોષિકની માગ? કોંગ્રેસ નેતાએ કહ્યું - મચાડો જેવું જ કરે છે કામ | Maria Cor...

બિહારમાં બેઠકો મુદ્દે NDAમાં ખેંચતાણ વધતાં ભાજપનું ટેન્શન વધ્યું, ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર ન…

બિહારમાં બેઠકો મુદ્દે NDAમાં ખેંચતાણ વધતાં ભાજપનું ટેન્શન વધ્યું, ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

10 months ago
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…

3 weeks ago
YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક…

YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક…

9 months ago
ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop…

ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News