gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી જ મકાન પચાવી પાડવાનો શિકાર બન્યા છે. વર્ષ 2020માં માનવતામાં રહેવા આપેલું મકાન ખાલી કરી, ખોટી રીતે કબ્જો જમાવનાર ત્રણ મહિલાઓ વિરુદ્ધ અમદાવાદ જિલ્લા કલેક્ટરના આદેશથી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 95 લાખ રૂપિયાની કિંમતના આ મકાનને ખાલી કરાવવા જતાં આરોપી મહિલાઓ દ્વારા છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.

અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ફરિયાદી અશોકસિંહ ગલતુભા ગોહીલ મૂળ ભાવનગરના વતની છે અને હાલમાં અમરેલી ખાતે DySP તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના પરિવાર સાથે અમરેલીમાં રહે છે. વર્ષ 2020માં તેમણે પોતાના પુત્રના અભ્યાસ માટે અમદાવાદના ચાંદખેડા સ્થિત સકલ રેસીડેન્સીમાં એક મકાન ખરીદ્યું હતું. મકાન ખરીદ્યા બાદ અગાઉના મકાન માલિકની વિનંતીથી તેમણે આ મકાનમાં રહેતી ત્રણ મહિલાઓને બાળકીઓની શાળાની પરીક્ષા હોવાથી થોડો સમય માનવતાની રૂએ રહેવા દીધી હતી. પરંતુ આ મહિલાઓએ સમય મર્યાદા પૂરી થયા બાદ મકાન ખાલી કરવાના બદલે તેના પર ગેરકાયદે રીતે કબ્જો જમાવી દીધો હતો અને છેલ્લા 6 વર્ષથી મકાન ખાલી કર્યું ન હતું.

વિગતવાર ઘટના મુજબ, અશોકસિંહ ગોહીલે માર્ચ 2020માં પ્રવિણભાઈ અને મધુબહેન પંચાલ પાસેથી ચાંદખેડાની સકલ રેસીડેન્સીમાં ફ્લેટ નં. ઈ-201 દસ્તાવેજ કરી વેચાણથી રાખ્યો હતો. તે સમયે અગાઉના માલિક મધુબહેનની વિનંતીથી અશોકસિંહે ફ્લેટમાં ભાડે રહેતા જાનકીબહેન સત્યનારાયણ મોહરાણા, અંજલીબહેન મોહરાણા અને અંકીતાબહેન મોહરાણાને એપ્રિલ-2020 સુધી વિનામૂલ્યે રહેવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ કોરોના લોકડાઉન આવતા અશોકસિંહ બંદોબસ્તમાં વ્યસ્ત રહ્યા હતા. 

આ પણ વાંચો: સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ

સ્થિતિ સામાન્ય થયા બાદ જ્યારે તેમણે ફ્લેટ ખાલી કરવાનું કહ્યું ત્યારે આ ત્રણેય મહિલાઓએ ઇનકાર કર્યો હતો અને જો કોઈ મકાન ખાલી કરાવવા આવશે તો છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અગાઉના માલિક મધુબહેન પંચાલ જ્યારે મકાન ખાલી કરાવવા ગયા ત્યારે આરોપી મહિલાઓએ તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. કોઈ પણ ભાડા કરાર કે આધાર વગર છેલ્લા 6 વર્ષથી ગેરકાયદે રીતે કબ્જો જમાવી હાલની બજાર કિંમત મુજબ રૂપિયા 95 લાખની મિલકત પચાવી પાડવા બદલ આખરે કલેક્ટરના હુકમ બાદ ચાંદખેડા પોલીસ મથકમાં ત્રણેય મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

‘લેન્ડ ગ્રેબિંગ’ની ફરિયાદ ક્યારે નોંધાય?

ઉલ્લેખનીય છે કે, ‘લેન્ડ ગ્રેબિંગ’ ગુનામાં પીડિત દ્વારા સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરીમાં આ માટે અરજી કરે છે. આ પછી કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ આ ફરિયાદની તપાસ કરે છે. જો સમિતિને લાગે કે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે, તો પોલીસને FIR નોંધવાનો આદેશ આપવામાં આવે છે. એટલે વર્ષ 2020ના અમરેલીના DySPનું મકાન પચાવી પાડવાના ગુનામાં કલેક્ટરના આદેશ વર્ષ 2026માં ફરિયાદ નોંધવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…
GUJARAT

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…

May 15, 2026
Next Post
પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ ! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ | India UAE Histo…

પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ ! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ | India UAE Histo...

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ...

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

8 months ago
કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …

કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …

7 months ago
ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી | DII purchases worth over Rs 1 l…

ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી | DII purchases worth over Rs 1 l…

2 months ago
મોડીરાત્રે લગ્નમાંથી પરત આવતા અકસ્માતમાં કારચાલકનું મોત | Driver dies in accident while returning fr…

મોડીરાત્રે લગ્નમાંથી પરત આવતા અકસ્માતમાં કારચાલકનું મોત | Driver dies in accident while returning fr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News