gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીના હસ્તે ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીના હસ્તે ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવજાત શિશુઓ માટેની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ, નવનિર્મિત ‘મા વાત્સલ્ય” મધર્સ મિલ્ક બેંક’નું ઉદ્ઘાટન કરાયું હતું.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મિલ્ક બેંકના નિર્માણ માટે 80,000 અમેરિકન ડોલર દાન આપનાર બી.જે. મેડિકલ કૉલેજના એલ્યુમની એસોસિએશન, યુ.એસ.એ., પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તેમજ વર્ષ 1974ની બેચના વિદ્યાર્થી, ડૉ. ગૌરાંગ પંડ્યાનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે. તે જરૂરી પોષક તત્વો, એન્ટિબોડીઝ અને સંરક્ષણાત્મક ગુણધર્મો પૂરા પાડે છે. પરંતુ, કેટલીક પરિસ્થિતિઓમાં માતાને પૂરતું દૂધ ન આવતું હોય, તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, અથવા સમય પહેલાં જન્મેલા (પ્રિમેચ્યોર) અને ગંભીર સ્થિતિવાળા નવજાત શિશુઓ માટે માતાનું દૂધ ઉપલબ્ધ કરાવવું અત્યંત જરૂરી બની જાય છે. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને શિશુ મૃત્યુદર ઘટાડવા માટે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘મા વાત્સલ્ય’ માતાનું મિલ્ક બેંક સ્થાપવામાં આવી છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આ મિલ્ક બેંક બાળકોનું જીવન બચાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંક હોસ્પિટલના માતા-શિશુ આરોગ્ય ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું છે. બાળકના જન્મ સમયે ગળથૂથી આપવાની પ્રથા છોડીને બાળકોના વિકાસ માટે માતાનું દૂધ આપવું જોઈએ જેથી બાળકોનો યોગ્ય વિકાસ શક્ય બને અને બાળક તંદુરસ્ત બને. તેની સાથે જ, માતાના દૂધના કારણે બાળ મૃત્યુદરમાં પણ સુધારો શક્ય બને છે, તેવું મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.

મંત્રી ઋષિકેશભાઇ પટેલે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, કર્મચારીઓ અને નર્સ સ્ટાફને માનવીય અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં સુધારો જોવા મળ્યો છે તેનો શ્રેય તેમણે આશા વર્કર બહેનોને પણ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલ હંમેશાથી ‘ક્વોલિટી અને ક્વોન્ટિટી’ જાળવવામાં આગળ પડતી ભૂમિકા ભજવે છે. તેવી જ રીતે, મિલ્ક બેંકમાં પણ માતૃત્વના સ્પર્શની લાગણી સાથે નવજાત બાળકોને તેનો લાભ મળશે તેવી અભ્યર્થના મંત્રી ઋષિકેશભાઇ પટેલે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ આ મિલ્ક બેંકમાં નોંધણી માટે ક્લાઉડ આધારિત સોફ્ટવેર, દરેક લાભાર્થીને યુનિક આઈડી અને પરામર્શ કેન્દ્ર આ બેંકમાં માતાઓ માટે આઠ આધુનિક દૂધ એક્સપ્રેશન સ્ટેશન છે, જ્યાં એકત્રિત દૂધને ઓટોમેટિક પેસ્ટરાઈઝરથી સુરક્ષિત બનાવાય છે. દૂધ સંગ્રહ માટે 2 વર્ટિકલ અને 1 હોરિઝોન્ટલ ડીપ ફ્રીઝર છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 45 લિટર છે.

દૂધની શુદ્ધતા માટે બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ બેંકમાં 10 સ્ટાફ નર્સ, 1 લેબ ટેકનિશિયન અને 2 બાળરોગ નિષ્ણાતોની 24×7 ટીમ કાર્યરત છે. વધુમાં, સ્વચ્છ બાથરૂમ, RO પાણી, સ્ટેરિલાઈઝેશન, પ્રતીક્ષા કક્ષ અને મ્યુઝિક સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા, અમોલભાઈ ભટ્ટ, પંડ્યા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, સિવિલ મેડિસિટીના વિભાગીય વડાઓ, ડૉક્ટરો, નર્સ સ્ટાફ અને હોસ્પિટલના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
એકતાનગર – પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડશે | One way MEMU special train will run betw…

એકતાનગર - પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડશે | One way MEMU special train will run betw...

ગુજરાતમાં ફરી યોજાશે ફિલ્મફેર એવોર્ડ, કરન જૌહર-વિક્રાંત મેસીની હાજરીમાં થયા MoU | MOU with Gujarat G…

ગુજરાતમાં ફરી યોજાશે ફિલ્મફેર એવોર્ડ, કરન જૌહર-વિક્રાંત મેસીની હાજરીમાં થયા MoU | MOU with Gujarat G...

ગુજરાતમાં નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન: સામાન્ય જનતા માટે દંડ અને વગદારોને છૂટ? | Violation of numb…

ગુજરાતમાં નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન: સામાન્ય જનતા માટે દંડ અને વગદારોને છૂટ? | Violation of numb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: જામીન મળ્યા બાદ તથ્ય પટેલ આજે જેલમાંથી બહાર આવ્યો, સવાલો પૂછતાં મૌન સેવ્યુ…

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: જામીન મળ્યા બાદ તથ્ય પટેલ આજે જેલમાંથી બહાર આવ્યો, સવાલો પૂછતાં મૌન સેવ્યુ…

2 months ago
ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ | Penalty…

ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ | Penalty…

8 months ago
બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો | Chirag Paswan Said Nda …

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો | Chirag Paswan Said Nda …

11 months ago
Viral Video: વરરાજાને થયું ફેક્ચર તો કન્યા પહોંચી ગઈ હોસ્પિટલ, ત્યાંજ ફરી લીધા 7 ફેરા | groom fractu…

Viral Video: વરરાજાને થયું ફેક્ચર તો કન્યા પહોંચી ગઈ હોસ્પિટલ, ત્યાંજ ફરી લીધા 7 ફેરા | groom fractu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News