gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં ખનીજ માફિયા બેફામ: શેત્રુંજી નદીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત, પણ ‘આરોપીઓ’ ફરાર! | Amreli ne…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં ખનીજ માફિયા બેફામ: શેત્રુંજી નદીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત, પણ ‘આરોપીઓ’ ફરાર! | Amreli ne…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી: ગુજરાતમાં ગેરકાયદે ખનન માફિયાઓને સ્થાનિક તંત્ર અને રાજકીય વર્તુળોમાંથી છૂટો દોર મળી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે, અમરેલી જિલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગના કાયદાને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. શેત્રુંજી નદીમાં બેરોકટોક રેતી ચોરી ચાલી રહી હોવાની સ્થાનિકોની અનેક ફરિયાદો બાદ આખરે વહીવટી તંત્ર જાગ્યું છે, પણ આ કાર્યવાહી માત્ર નામ પૂરતી અને દેખાવ ખાતર કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે.

વાહનો કબજે, પણ મુખ્ય સૂત્રધારો સામે કાર્યવાહી ક્યારે?

અમરેલી તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગે હવે ‘લાલ આંખ’ કરી હોવાનો દાવો કર્યો છે. તાલુકા પી.આઇ. ઓમદેવસિંહ જાડેજાની ટીમે ખાણ ખનીજ વિભાગ સાથે મળીને ચાપાથલ ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. જેમાં રેતી ચોરી કરતાં 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 જેસીબી, 1 લોડર સહિત કુલ 10 વાહનો કબજે લેવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન રેતીની ચોરી કરતાં આરોપી ન પકડાયા!

ઝડપાયેલા આ તમામ વાહનોની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે, જેને જપ્ત કરીને ખાણ ખનીજ વિભાગે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ કાર્યવાહીનો સૌથી આશ્ચર્યજનક અને ગંભીર પાસું એ છે કે દરોડા દરમિયાન રેતી ચોરી કરતાં કોઈપણ આરોપી કે મુખ્ય સૂત્રધારનો અત્તોપત્તો નથી. પોલીસ અને ખાણ ખનીજ વિભાગે માત્ર સાધનો પકડીને સંતોષ માની લીધો છે, પરંતુ ગેરકાયદે ખનનના નેટવર્કને ચલાવનાર મુખ્ય એજન્સીઓ કે વાહન માલિકો સામે કાર્યવાહી કરવામાં કોઈ રસ દાખવ્યો નથી.

પોલીસની કાર્યવાહી પર સવાલ: શું આ માત્ર ‘દેખાડો’ છે?

આ કાર્યવાહી બાદ તંત્રની સક્રિયતા પર અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે કરોડો રૂપિયાની કિંમતના વાહનો જપ્ત કર્યા, પણ ઘટનાસ્થળેથી એક પણ રેતી માફિયા કે આરોપી પકડાયો નથી. જે વાહનો કબજે કરાયા છે, તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે ગેરકાયદે ખનન કરતી એજન્સીઓ કે વાહનોના માલિકોને ઝડપવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી શું પોલીસ માટે શક્ય નથી?

આ કાર્યવાહીથી બેફામ ખનન ખરેખર અટકી જશે?

હાલ તો ખનીજ માફિયાઓ ફફડી ઉઠ્યા છે, પરંતુ આ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી કરીને પોલીસ અને ખાણ ખનીજ વિભાગ સંતોષ માની લેશે તો શું અમરેલીની શેત્રુંજી નદીમાં થતું બેફામ ખનન ખરેખર અટકી જશે? ગેરકાયદે ખનનના આ નેટવર્કમાં ઉપરથી નીચે સુધી સાંઠગાંઠ હોવાના આક્ષેપો વચ્ચે, હવે જોવાનું એ રહે છે કે આ દેખાવ પૂરતી કાર્યવાહી બાદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ગેરકાયદે ખનનના મુખ્ય સૂત્રધારોને પકડીને આ આખા નેટવર્કને તોડવા માટે કેટલી ગંભીરતાથી અને સક્રિયતાથી પગલાં લે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
ભાવનગરમાંથી રૂ.719 કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ, દુબઈ-ચીન કનેક્શન ખૂલ્યું | gujarat cyber …

ભાવનગરમાંથી રૂ.719 કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ, દુબઈ-ચીન કનેક્શન ખૂલ્યું | gujarat cyber ...

અમરેલી: બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી | Young woman body fo…

અમરેલી: બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી | Young woman body fo...

ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…

ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર | Air pollution in Delhi crosses emergency level

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર | Air pollution in Delhi crosses emergency level

8 months ago
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર: પાઠયપુસ્તકોમાં ઉલ્લેખથી સુપ્રીમના જજો નારાજ : NCERT વેબસાઈટ પરથી પુસ્તક હટ…

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર: પાઠયપુસ્તકોમાં ઉલ્લેખથી સુપ્રીમના જજો નારાજ : NCERT વેબસાઈટ પરથી પુસ્તક હટ…

4 months ago
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા યુવાનનો લીવરની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા યુવાનનો લીવરની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્…

9 months ago
ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર | 12 people rape on 13 year old girl in chennai

ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર | 12 people rape on 13 year old girl in chennai

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News