gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગરીબ, શોષિત અને કાનૂની મદદથી વંચિત નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી અમરેલી જિલ્લામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ‘નાલસા જાગૃતિ સ્કીમ-૨૦૨૫’ અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ ૧૦૦ ગામોને આવરી લેતા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’ની સ્થાપના કરવામાં આવી છે.

તારીખ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ ક્લીનીકોનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યુ. દરેક તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષશ્રીઓએ જે-તે તાલુકાના નિયત કરવામાં આવેલ એક ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે રૂબરૂ હાજર રહીને આ લીગલ એઇડ ક્લીનીકનું રિબન કાપીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો.

આ ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીકનાં માળખામાં અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. દર એક ક્લસ્ટરમાં ૫ (પાંચ) ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મળીને કુલ ૨૦ ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે.

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા વર્ષ ૨૦૨૫ માં આ ખાસ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ કાનૂની જાગૃતિ લાવવી અને ન્યાયતંત્રને સામાન્ય લોકોના ઉંબરે લઈ જવાનો છે. ક્લસ્ટર મોડલ અપનાવવાથી ઓછા સંસાધનોમાં વધુ ગામોને અસરકારક રીતે ન્યાયિક સેવાઓ પૂરી પાડી શકાય છે.

આ સમગ્ર પ્રોજેક્ટનું સફળ આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના અધ્યક્ષશ્રી રીઝવાનાબેન બુખારી તથા ફુલ ટાઇમ સેક્રેટરીશ્રી આર.વાય.ત્રિવેદીના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

આ યોજનાને સફળ બનાવવા માટે દરેક તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષશ્રીઓએ ગ્રામ્ય સ્તરે જઈને ભારે જહેમત ઉઠાવી, જેના પરિણામે છેવાડાના માનવી સુધી કાનૂની મદદ પહોંચાડવાનું સ્વપ્ન સાકાર થશે.
આ ક્લીનીકો માત્ર ઓફિસ બનીને નહીં રહે,

પરંતુ જીવંત સેવાકેન્દ્ર બનશે. આ ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીકમાં તાલીમબદ્ધ પેરા લીગલ વોલેન્ટીયર્સ હાજર રહેશે. તેઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે બેસીને જરૂરિયાતમંદોને મફત કાનૂની સલાહ અને સહાય આપશે, સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે, કાનૂની પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા સમિતિ સાથે સેતુ તરીકે કામ કરશે.

ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીકની સેવાનાં પ્રારંભ અંગે અધ્યક્ષશ્રી રીઝવાનાબેન બુખારીએ સંદેશ આપ્યો છે કે, “ન્યાય મેળવવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને અંતરિયાળ વિસ્તારના લોકો આ અધિકારથી વંચિત ન રહે તે માટે ‘નાલસા જાગૃતિ સ્કીમ-૨૦૨૫’ હેઠળ આ ૧૦૦ ગામોમાં ક્લીનીકની સ્થાપના કરવામાં આવી છે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…
GUJARAT

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

June 24, 2026
Next Post
પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત...

પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra…

પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra...

સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! | Sur…

સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! | Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકુમાર જાટ હત્યા કેસની તપાસમાં થતા વિલંબ અંગે હાઈકોર્ટ નારાજ, કામગીરી વધુ ઝડપી કરવા ટકોર | Gujarat…

રાજકુમાર જાટ હત્યા કેસની તપાસમાં થતા વિલંબ અંગે હાઈકોર્ટ નારાજ, કામગીરી વધુ ઝડપી કરવા ટકોર | Gujarat…

6 months ago
ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

3 months ago
વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the …

વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the …

2 months ago
કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News