gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાએ ભારતને સોંપ્યા ઘાતક અપાચે હેલિકોપ્ટર, પાક સરહદ પર કરાશે તહેનાત | Indian Army gets first thr…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
અમેરિકાએ ભારતને સોંપ્યા ઘાતક અપાચે હેલિકોપ્ટર, પાક સરહદ પર કરાશે તહેનાત | Indian Army gets first thr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Apache Helicopter : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાતમાં વધુ એક વધારો થયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ અમેરિકા દ્વારા ભારતીય સેનાને 64E અપાચે લડાકુ હેલિકોપ્ટરનો પ્રથમ કન્સાઈનમેન્ટ અપાયો છે. અમેરિકાએ પ્રથમ કન્સાઈનમેન્ટ હેઠળ કુલ ત્રણ અપાચે હેલિકોપ્ટર આપ્યા છે. આ હેલિકોપ્ટર રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધીને તેને મારવામાં સક્ષમ છે. અમેરિકન સેનામાં લાંબા સમયથી તહેનાત આ હેલિકોપ્ટરની ખૂબ માગ રહી છે. અત્યાર સુધીમાં લગભગ 20 દેશોમાં અમેરિકા દ્વારા આ હેલિકોપ્ટરની ડિલિવરી કરવામાં આવી ચૂકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત પાકિસ્તાન સરહદ પર આ હેલિકોપ્ટર તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. 2 જુલાઈના રોજ જ સમાચાર આવ્યા હતા કે આ હેલિકોપ્ટરની ડિલિવરીની રાહ સમાપ્ત થશે અને તે આ જ મહિને ભારત આવી શકે છે.

અપાચે હેલિકોપ્ટરોનું લેન્ડિંગ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર થશે

આ હેલિકોપ્ટરને ‘હવાઈ ટેન્ક’ પણ કહેવામાં આવે છે. અમેરિકાથી આવનારા AH-64Es અપાચે હેલિકોપ્ટરોનું લેન્ડિંગ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર થશે. ભારતીય સેનાએ આ હેલિકોપ્ટર માટે એક અલગ કાફલો તૈયાર કરી લીધો છે. જોધપુરમાં 15 મહિના પહેલા જ તેની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હેલિકોપ્ટરની ડિલિવરી અટકી ગઈ હતી. તેનું કારણ એ હતું કે, વિશ્વના ભૂ-રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પણ ટ્રેડ ટેરિફ વગેરેમાં વ્યસ્ત હતું. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન એરફોર્સ પાસે પહેલાથી જ પઠાણકોટ અને જોરહાટમાં બે સ્ક્વોડ્રન એક્ટિવ છે.

અમેરિકાએ ભારતને સોંપ્યા ઘાતક અપાચે હેલિકોપ્ટર, પાક સરહદ પર કરાશે તહેનાત 2 - image

અંધારામાં પણ કરી શકે છે હુમલો

તમને જણાવી દઈએ કે, 2015માં પણ ભારત સરકારે અમેરિકા સાથે 22 અપાચે હેલિકોપ્ટરની ડીલ કરી હતી. તે ઓર્ડરની સંપૂર્ણ ડિલિવરી અમેરિકા દ્વારા જુલાઈ 2020માં કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 2020માં ભારતે વધુ 6 હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી હતી. આ ડીલ હેઠળ પ્રથમ કન્સાઈનમેન્ટની ડિલિવરી મે થી જૂન 2024 દરમિયાન થવાની હતી. પરંતુ તેમાં વિલંબ થતો રહ્યો. તમને જણાવી દઈએ કે, અમેરિકન કંપની બોઈંગ અને ટાટા દ્વારા હૈદરાબાદમાં પણ એક જોઈન્ટ વેન્ટર ચાલી રહ્યું છે. અહીં તૈયાર કરવામાં આવેલ એક અપાચે હેલિકોપ્ટર 2023માં ભારતીય સેનાને મળ્યું હતું. આ હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે, તે અંધારામાં પણ હુમલો કરી શકે છે. આ ઉપરાંત તે કોઈપણ હવામાનમાં સચોટ ડેટા હાંસલ કરી શકે છે.

રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધી લે છે

આ હેલિકોપ્ટરમાં નાઈટ વિઝન નેવિગેશન સિસ્ટમ છે. તેના માધ્યમથી રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધી શકાય છે. તમને જણાવી દઈએ કે, અપાચે હેલિકોપ્ટરોનો ઉપયોગ માત્ર હુમલા માટે જ નહીં પરંતુ સુરક્ષા અને શાંતિ ઓપરેશન માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચો : વાહનચાલકો સાવધાન… આવી ભુલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ

અચાપે AH-64 હેલિકોપ્ટરની આ છે ખાસિયતો

તમને જણાવી દઈએ કે, અચાપે AH-64 હેલિકોપ્ટર એક અમેરિકન ટ્વીન-ટર્બોશાફ્ટ એટેક હેલિકોપ્ટર છે, જેમાં ટેલવ્હીલ ટાઈપનું લેન્ડિંગ ગિયર અને બે લોકોના ક્રૂ માટે કોકપીટ છે. નાક પર લગાવેલા સેન્સર નક્કી કરેલા ટારગેટ મેળવવા અને રાત્રે જોવામાં મદદ કરે છે. તેની આગળના ભાગે ફ્યુઝલેજ હેઠળ 30 MM M230 ચેઇન ગન અને સ્ટોર્સ માટે ચાર હાર્ડપોઇન્ટ છે, જે AGM-114 હેલફાયર મિસાઇલ અને હાઇડ્રા 70 રોકેટ પોડ્સ માટે છે.  આ હેલિકોપ્ટર હાલમાં યુએસ આર્મી, ઇઝરાયેલી આર્મી, બ્રિટિશ આર્મી અને સાઉદી અરેબિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાય છે. ભારતીય સેનામાં તેનો સમાવેશ પાકિસ્તાન અને ચીન જેવા દેશોના હૃદયના ધબકારા વધારવાનો છે.

આ પણ વાંચો : સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિ…

સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિ...

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ...

મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહી છરી મારી હોમગાર્ડ જવાનની હત્યા કરી | Emon chon mas lon imw a n…

મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહી છરી મારી હોમગાર્ડ જવાનની હત્યા કરી | Emon chon mas lon imw a n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

6 months ago
અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

2 months ago
ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…

ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…

2 months ago
વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News