gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in Business
0 0
0
અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Trade Deal : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારોની જાહેરાત કરી છે. આ કરારોનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં લાગુ થતા આયાત શુલ્કના પ્રભાવને ઘટાડવાનો અને આ દેશો સાથેના વેપાર સંબંધોને સુધારવાનો છે. જ્યારે ચીન સાથે વેપાર સમજૂતી હજુ સુધી અધ્ધરતાલ છે. ટ્રમ્પ ટ્રેડ ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે ભારતના મહત્ત્વના કહેવાતા ત્રણેય દેશો સાથે રણનીતિપૂર્વક ડીલ કરી હોવાનું દેખાઈ રહ્યું છે.

અમેરિકાની જાપાનને મોટી રાહત

ટ્રમ્પની જાહેરાત મુજબ, જાપાનથી અમેરિકામાં આવતા ઉત્પાદનો પર 15 ટકા શુલ્ક લાગશે, જે અગાઉ 25 ટકા હતો. આ નિર્ણયથી જાપાનીઝ ઓટોમોટિવ ઉદ્યોગની ટોયોટા અને હોન્ડા જેવી જાપાનીઝ ઓટોમોબાઈલ કંપનીઓને મોટો ફાયદો થશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર જાપાન અમેરિકામાં 550 બિલિયન ડૉલરનું રોકાણ કરશે, જેનાથી લાખો રોજગારી ઉભી થશે. જાપાન અમેરિકી કાર, ટ્રક, ચોખા અને કેટલાક અન્ય કૃષિ ઉત્પાદનો માટે તેના બજારો ખોલશે.

અમેરિકાની ફિલિપાઈન્સને આંશિક રાહત

અમેરિકાની સમજૂતી મુજપ, ફિલિપાઈન્સમાંથી આવતા ઉત્પાદનો પર હવે 19 ટકા ટેરિફ લાગશે. જોકે અગાઉ 20 ટકા ટેરિફ ઝિંકવાનો ખતરો હતો. ટ્રમ્પે જાહેરાત કરી કે ફિલિપાઈન્સ અમેરિકા સાથે ઓપન માર્કેટ બનવા જઈ રહ્યું છે અને અમેરિકી ઉત્પાદનો પર ઝીરો ટેરિફ લાગશે.

ઈન્ડોનેશિયા પર 19 ટકા ટેરિફની જાહેરાત

ઈન્ડોનેશિયાના ઉત્પાદનો પર અમેરિકામાં હવે 19 ટકા ટેરિફ લાગુ કરાયો છે, જે અગાઉ 32% હતો. ઈન્ડોનેશિયાએ અમેરિકી ઔદ્યોગિક, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો પરના ઝિંકેલા 99 ટકા ટેરિફને દૂર કરશે. ઈન્ડોનેશિયા અમેરિકી ઉત્પાદનો જેમ કે બોઇંગ એરક્રાફ્ટ, કૃષિ ઉત્પાદનો અને ઊર્જા ઉત્પાદનોની 50 બિલિયન ડૉલરથી વધુની ખરીદી કરશે. ઈન્ડોનેશિયા ક્રોસ-બોર્ડર ડેટા ફ્લો પર ટેક્સ લગાવવાનું બંધ કરશે અને અમેરિકી વાહન સુરક્ષા ધોરણોને સ્વીકારશે. મુખ્ય ખનિજો (જેમ કે નિકલ, કોપર અને કોબાલ્ટ) પરના નિકાસ નિયંત્રણો પણ દૂર કરશે.

આ પણ વાંચો : ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઈટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં રોક્યું

જાપાની કંપનીઓ ભારતમાં બનેલા ઉત્પાદનો અમેરિકા મોકલવા ઉત્સુક

ભારત-જાપાન વચ્ચે સારા વેપાર સંબંધો છે, ત્યારે ટ્રમ્પે અમેરિકા-જાપાનની ટ્રેડ ડીલને સૌથી મોટી ગણાવી છે. ટ્રમ્પની જાહેરાત બાદ ટોયોટા, હોંડા, નિશાન જેવી કંપનીઓના શેરમાં વધારો થયો છે. ટોયોટા, હોંડા જેવી કંપનીઓ પહેલેથી જ ભારતમાં કાર્યરત છે અને તેઓને આશા છે કે, અમેરિકામાં તેમના ઉત્પાદનોની માંગ વધશે. ઓટોમોબાઈલ સેક્ટરના નિષ્ણાંતોના મતે, જાપાની કંપનીઓ ભારતમાં બનાવેલા ઉત્પાદનો અમેરિકામાં વેચવા માટે ઉત્સાહિત છે. 15 ટકા ટેરિફ છતાં આ કંપનીઓ માટે ભારતમાં બનેલા ઉત્પાદનો અમેરિકા મોકલવા વધુ આર્થિક સાબિત થશે.

ચીન સાથે ટ્રેડ વાતચીત અધ્ધરતાલ

અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર વાતચીત હજુ પણ અધ્ધરતાલ છે. જોકે અમેરિકાના નાણાંમંત્રી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે, વેપાર સમજૂતી પર ચર્ચા કરવા માટે બંને દેશોને વધુ સમય મળે તે માટે ડેડલાઈનમાં 12 ઓગસ્ટ સુધીનો વધારો થઈ શકે છે. ટ્રમ્પ પણ ટૂંક સમયમાં ચીન જવાના છે, જેનાથી સંકેત મળી રહ્યા છે કે, બંને દેશો વચ્ચે વેપારમાં નવો તબક્કો શરૂ થઈ શકે છે. જોકે હાલ ચીનને કોઈપણ રાહતની આશા નથી.

ભારત પર 26 ટકા ટેરિફનો ખતરો

અમેરિકા અને ભારત વચ્ચે વેપારનું વલણ સ્પષ્ટ નથી. બંને દેશો વચ્ચે કૃષિ સેક્ટર મામલે વાતચીત અટકી ગઈ છે. નિષ્ણાંતોના મતે ભારત પર 26 ટકા ટેરિફનો ખતરો છે. ભારતથી અમેરિકા આયાત થતા ઉત્પાદનો પર એપ્રિલથી 10 ટકાની બેઝ ડ્યુટી પહેલેથી જ લાગુ છે, જેના કારણે ભારત જેવા દેશોના નિકાસકારો પર વધારાનો બોજ વધ્યો છે.

આ પણ વાંચો : પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
VIDEO: ભારતીય કબડ્ડી ટીમનો પૂર્વ કેપ્ટન ગંગા નદીમાં તણાયો, માંડ માંડ બચ્યો જીવ, રાહત ટીમ ભગવાન બનીને…

VIDEO: ભારતીય કબડ્ડી ટીમનો પૂર્વ કેપ્ટન ગંગા નદીમાં તણાયો, માંડ માંડ બચ્યો જીવ, રાહત ટીમ ભગવાન બનીને...

ભારતીય રેલવેએ VIP કોટાના નિયમોમાં કર્યો ફેરફાર, તત્કાલ ટિકિટ માટે એક દિવસ પહેલા કરવી પડશે અરજી | ind…

ભારતીય રેલવેએ VIP કોટાના નિયમોમાં કર્યો ફેરફાર, તત્કાલ ટિકિટ માટે એક દિવસ પહેલા કરવી પડશે અરજી | ind...

કોર્પોરેશનની સમીક્ષા બેઠકમાં લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સૂચના | Instr…

કોર્પોરેશનની સમીક્ષા બેઠકમાં લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સૂચના | Instr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના ભેંટાવાડા ગામેથી બાઇક ચોર પકડાયો | Bike thief caught from Bhentawada village of Dholka

ધોળકાના ભેંટાવાડા ગામેથી બાઇક ચોર પકડાયો | Bike thief caught from Bhentawada village of Dholka

8 months ago
હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા | congress and candidates pr…

હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા | congress and candidates pr…

1 year ago
સુરતમાં IPLનો ક્રેઝ બન્યો લોહિયાળ, મેચ જોવા મોબાઈલ ન આપતા 3 શખસે સગીરને માર્યા ચપ્પાના ઘા | Surat 3 …

સુરતમાં IPLનો ક્રેઝ બન્યો લોહિયાળ, મેચ જોવા મોબાઈલ ન આપતા 3 શખસે સગીરને માર્યા ચપ્પાના ઘા | Surat 3 …

1 year ago
સુરત પાલિકાની ડીજીટલ કવાયત, સુરતીઓને ક્રિએટર્સના માધ્યમથી અપાશે સ્વચ્છતા સંદેશ | SMCs digital exerci…

સુરત પાલિકાની ડીજીટલ કવાયત, સુરતીઓને ક્રિએટર્સના માધ્યમથી અપાશે સ્વચ્છતા સંદેશ | SMCs digital exerci…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News