
મધ્યસ્થી કરનારા તુર્કી અને કતાર પણ નિરાશ થયા
ઇસ્તંબુલમાં ત્રીજા ચરણની મંત્રણા નિષ્ફળ રહી : હવે ચોથા ચરણની મંત્રણા યોજાવાની નથી : આતંકવાદ મુદ્દે કોઈ સમજૂતી સધાઈ નહીં
નવી દિલ્હી: પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણા ફરી નિષ્ફળ રહી છે. બંને દેશો વચ્ચે ત્રીજા દોરની મંત્રણા તુર્કીએ અને કતારની મધ્યસ્થીને લીધે ઇસ્તંબુલમાં ચાલી રહી હતી.
પાકિસ્તાનનું કહેવું હતું કે, તે આતંકવાદના મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે, તેણે અફઘાનિસ્તાન માટે તેહરિક-એ-તાલિબાન પર લગામ મુકવા, લેખિત પ્રતિબદ્ધતાની માંગણી કરી, જેનો અફઘાનિસ્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો.










