gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Ram Mandir

Massive Dharma Dhwaj for Ayodhya Ram Mandir : અયોધ્યામાં 25 નવેમ્બરે રામમંદિરના શિખર પર વિશાળ ધ્વજ ફરકાવવાનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં સેનાના જવાનો પણ ધ્વજારોહણની પ્રક્રિયામાં વિશેષ ભૂમિકા નિભાવવાના છે. આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે ચાલો જાણીએ કે 22 ફૂટ લાંબા, 11 ફૂટ પહોળા, 2.5 કિલો વજનના આ ‘ધર્મ ધ્વજ’ની બીજી કઈ ખાસિયત છે.

ધર્મ ધ્વજની ખાસિયતો

રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે ‘સૂર્ય ધ્વજ’ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.

ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ 

પહોળાઈ- 11 ફૂટ 

વજન- 2.5 કિલો 

રંગ- કેસરી

ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ

મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક

આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે) 

ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે

આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.

અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ? 

મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ 

મંદિર ઉપર લાગતાં કડા

મંદિરના દરવાજાના હાર્ડવેર 

મંદિર માટેની દાનપેટી

ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ 

અમદાવાદમાં તૈયાર કરાયેલી ધ્વજાની ખાસિયત:

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન, ભવ્ય શિખર પણ તૈયાર:

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ', ધ્વજારોહણ માટે સેનાની મદદ લેવાશે 2 - image

વૈદિક સાહિત્ય આધારિત પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન 

આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન ‘ૐ’ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.

પ્રભુ શ્રી રામ લલાના દર્શન: 

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ', ધ્વજારોહણ માટે સેનાની મદદ લેવાશે 3 - image

ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા 

રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે. 

ભારતીય સેનાનો સહયોગ કયા કારણસર લેવાશે?

આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ કરી રહ્યા છે, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરુઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.

ધાર્મિક વિધિઓ સાથે સમારોહ સંંપન્ન થશે 

આ ઐતિહાસિક ક્ષણનો સમારોહ 25 નવેમ્બર, 2025ના રોજ આયોજિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજ સ્થાપનાનો શુભારંભ કરશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમના પત્ની સમારોહના મુખ્ય યજમાન છે. ધ્વજ સ્થાપના અગાઉના દિવસોમાં વિસ્તૃત ધાર્મિક વિધિ કરાઈ રહી છે. અયોધ્યા અને કાશીના પ્રખ્યાત વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, વેદોના શ્લોકો, રામ રક્ષા સ્તોત્ર, વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસના પાઠ કરીને પવિત્ર વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…
INDIA

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

April 6, 2026
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…
INDIA

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

April 6, 2026
IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

April 6, 2026
Next Post
બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca...

તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F…

તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F...

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

1 year ago
ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન

ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન

3 months ago
સુરતીઓ ધૂળેટીના રંગ સાથે લાગણીના રંગે રંગાયા, DJ પાર્ટી અને રેઈન ડાન્સથી ઉત્સાહભેર માહોલ | holi Cele…

સુરતીઓ ધૂળેટીના રંગ સાથે લાગણીના રંગે રંગાયા, DJ પાર્ટી અને રેઈન ડાન્સથી ઉત્સાહભેર માહોલ | holi Cele…

1 month ago
VIDEO: છોટાઉદેપુરમાં લોહીના સંબંધો લજવાયા, કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની જમીન વિવાદમાં હત્યા | 1…

VIDEO: છોટાઉદેપુરમાં લોહીના સંબંધો લજવાયા, કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની જમીન વિવાદમાં હત્યા | 1…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News