gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in INDIA
0 0
0
આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Faridabad News: હરિયાણાના ફરિદાબાદમાં એક વેનમાં 25 વર્ષીય પરણિત મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તેણે પ્રતિકાર કર્યો તો તેને એટલી ક્રૂરતાથી માર મારવામાં આવ્યો કે તેની આંખની કીકી પણ ભાંગી ગઈ. ચાલુ વેનમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓની ક્રૂરતા ત્યાં ન અટકી અને મહિલાને 90ની સ્પીડે ચાલી રહેલી વેનમાંથી રોડ પર ફેંકીને ગુનેગારો ભાગી ગયા હતા. બે શખ્સોએ આ મહિલાને પોતાના વાહનમાં લિફ્ટ આપી હતી બાદમાં ચાલુ વાહને જ રેપને અંજામ આપ્યો હતો. પીડિતા હાલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. પીડિતાને અનેક ફેક્ચર અને ગંભીર ઈજા માટે સારવાર અપાઈ રહી છે. પીડિતા હાલ નિવેદન પણ નથી આપી શકતી. બે આરોપીઓ જે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે, જેમની બુધવારે ધરપકડ કરાઈ હતી. હાલ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે.

ઇકોમાં લિફ્ટ આપી બાદમાં ત્રણ કલાક સુધી ફેરવતા રહ્યા અને ગેંગરેપ કર્યો

આ સમગ્ર ગુનાને ગુરુગ્રામ-ફરિદાબાદ રોડ પર અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રે મહિલાને ઘરે ઝઘડો થયો હતો જેથી પોતાની મિત્રને ત્યાં જવા નીકળી હતી, બાદમાં રાત્રે ઘરે પરત ફરી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સો ઇકો વેન લઇને પહોંચ્યા અને લિફ્ટ આપી. મહિલાએ વિશ્વાસ કરી લીધો અને વેનમાં બેસી ગઇ. બાદમાં ત્રણ કલાક સુધી વેનમાં તેને ફેરવતા રહ્યા, આ દરમિયાન બન્ને શખ્સો દ્વારા મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો. 

ગુનેગારોએ વેનને પીડિતાના ઘર તરફ લઇ જવાના બદલે ગુરુગ્રામ રોડ તરફ વાળી લીધી, પીડિતાને માર પણ મારવામાં આવ્યો. નરાધમો પુરી રાત પીડિતાને વેનમાં ફેરવતા રહ્યા અને દુષ્કર્મ આચરતા રહ્યા. બાદમાં મહિલાને ફરિદાબાદના રાજા ચોક વિસ્તારમાં ચાલુ વાહને ફેંકી દેવાઇ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર જ્યારે મહિલાને વાહનમાંથી ફેંકવામાં આવી ત્યારે તે વાહનની સ્પીડ પ્રતિ કલાક 90 કિમીની હતી. જેને પગલે મહિલાને 12 જેટલા ટાકા આવ્યા, શરીરમાં અનેક અંગોએ ફ્રેક્ચર થયું અને હાલ અત્યંત ગંભીર સ્થિતિમાં સારવાર લઇ રહી છે. 

પોલીસે જણાવ્યું હતું કે મહિલાની સ્થિતિ એટલી કથળેલી છે કે તે કઇ બોલી શકે તેવી અવસ્થામાં નથી. પોલીસે હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બન્નેએ પોતાનો ગુનો પણ કબુલ કરી લીધો છે. જે વેનમાં દુષ્કર્મને અંજામ અપાયો તેને પણ જપ્ત કરી લેવાઇ છે. પીડિતા ભાનમાં આવે તે બાદ બન્ને આરોપીઓની તેની સામે પરેડ કરાવવામાં આવશે, ઓળખ થઇ ગયા બાદ બન્ને આરોપીઓની વધુ વિગતો જાહેર કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.  

પીડિતાને આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચી

પીડિતા હાલમાં ખતરાની બહાર છે, પરંતુ ડોકટરો કહે છે કે તેને ગંભીર ઈજાઓ થઈ છે. ડોક્ટરો અને પોલીસના જણાવ્યા અનુસાર, ચહેરાના હાડકાં તૂટેલા છે અને ખભાનું હાડકું ખસી ગયું છે. તેનો ચહેરો સોજો આવી ગયો છે અને તેની આંખનું હાડકું ફ્રેક્ચર થયું છે. તેની સર્જરી કરાવવામાં આવશે. ચહેરા પર બે ઊંડા ઘા છે જેને 20 થી વધુ ટાંકા લેવાની જરૂર છે.

ઓછી અવર-જવરના કારણે પીડિતા લાચાર રહી

કારમાં ફસાયેલી ગેંગરેપ પીડિતા મદદ માટે ગુહાર લગાવતી રહી. જોકે, ઠંડી અને ધુમ્મસને કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હતો, તેથી તેની ચીસો સંભળાતી નહોતી. જ્યારે તેને ચાલતી વેનમાંથી ફેંકી દેવામાં આવી, ત્યારે તેને તેની બહેનને ફોન કરીને આખી ઘટના જણાવી. ત્યારબાદ તેની બહેન ઘટનાસ્થળે પહોંચી અને તેને બાદશાહ ખાન સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ. તેને ગંભીર ઇજાઓ થવાને કારણે હોસ્પિટલે તેને સારવાર માટે દિલ્હી લઈ જવાની ભલામણ કરી. જોકે, બાદમાં તેને ફરિદાબાદની બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

મહિલાને તેની માતા સાથે ઝઘડો થયા બાદ બહાર ગઈ હતી

પીડિતાનો તેની માતા સાથે ઝઘડો થયો. ત્યારબાદ, તે તેના મિત્રના ઘરે ગઈ હતી. જ્યારે તે તેના મિત્રના ઘરેથી પરત ફરી રહી હતી, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તેને પરિવહનનું કોઈ વાહન મળ્યું નહીં. તે રસ્તા પર રાહ જોઈ રહી હતી ત્યારે એક કાર આવી. કારમાં બે છોકરાઓ હતા. તેઓએ તેણીને ઘરે જવા માટે લિફ્ટ આપી. ત્યારબાદ પીડિતા કારમાં બેસી ગઈ. ત્યારબાદ તે નરાધમો કારને ફરિદાબાદ-ગુરુગ્રામ રૂટ પર લઈ ગયા. તેઓએ મહિલાને ત્રણથી ચાર કલાક સુધી ફેરવી અને પછી તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેને ચાલતી કારમાંથી ફેંકી દીધી અને ભાગી ગયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લવાયેલો રૂ.8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, 1ની ધર…

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લવાયેલો રૂ.8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, 1ની ધર...

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A…

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A...

નડિયાદ-કપડવંજ રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર, માતા-પુત્રીનું મોત, ત્રણને ઈજા | Accident be…

નડિયાદ-કપડવંજ રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર, માતા-પુત્રીનું મોત, ત્રણને ઈજા | Accident be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રનો યુ-ટર્ન : મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં | Center U turn: Pre ins…

કેન્દ્રનો યુ-ટર્ન : મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં | Center U turn: Pre ins…

5 months ago
‘સરપંચ પતિ’ પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે | Panc…

‘સરપંચ પતિ’ પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે | Panc…

5 months ago
વડોદરાના સમા વિસ્તારમાં જીતના જશ્ન દરમિયાન પોલીસે DJ બંધ કરાવતા ચકમક, ઉગ્ર માહોલ સર્જાયો | uproar as…

વડોદરાના સમા વિસ્તારમાં જીતના જશ્ન દરમિયાન પોલીસે DJ બંધ કરાવતા ચકમક, ઉગ્ર માહોલ સર્જાયો | uproar as…

2 months ago
બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News