gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાની અદાવત રાખીને પત્ની અને ૬ વર્ષની
માસુમ દિકરીને ઝેર આપ્યા બાદ ગળુ દબાવીને ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા
પતિને કસુરવાર ઠેરવી અદાલતે આજીવન કેદની સજા તેમજ રૃા.૨૫
,૦૦૦નો
દંડ અને આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ કર્યો
હતો.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, પત્ની અને
પુત્રીની સુરક્ષા કરવાની જવાબદારી જેની હતી તેણે જ ક્રૂરતા પૂર્વક હત્યા કરી છે.

કેસની વિગત એવી છે કે, સમા વિસ્તારમાં આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં ૧૧
ઓક્ટોબર ૨૦૨૧ના રોજ એક કમકમાટીભરી ઘટના બની હતી. આરોપી તેજશકુમાર અંતરસિંહ પટેલે
તેની પત્ની શોભનાબેન અને ૬ વર્ષની પુત્રી કાવ્યાને ઉંદર મારવાની ઝેરી દવા નાંખેલો
આઇસ્ક્રીમનો કોન ખવડાવ્યો હતો અને ત્યારબાદ ગળું દબાવી હત્યા કરી નાંખતા સમા પોલીસ
સ્ટેશનમાં આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આરોપીને શંકા હતી કે તેની
પત્નીને તેના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ છે
, જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.

બનાવ બન્યો તે રાત્રે કાવ્યા ગરબા રમીને પરત આવી ત્યારે આરોપી
તેને ઉપરના માળે લઈ ગયો હતો. રાત્રે બે વાગ્યાના સુમારે આરોપીએ પોતે જ નીચે આવીને
સાસરી પક્ષના લોકોને જાણ કરી હતી કે પત્ની અને પુત્રી જાગતા નથી. હોસ્પિટલ લઈ જતાં
બંનેને મૃત જાહેર કરાયા હતા. તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ ગુનો કરતા પહેલા ગૂગલ
પર માણસને કેવી રીતે મારવો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેવી રીતે બચવું  તેવું સર્ચ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી
ઉંદર મારવાની દવાના રેપર અને આઈસ્ક્રીમના કોન કબજે કર્યા હતા.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ ભાવીક
પુરોહીત હાજર રહ્યાં હતા. કેસમાં  ફરિયાદ
પક્ષે ૨૪ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૭૯ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
એફ.એસ.એલ. રિપોર્ટમાં મૃતકના શરીરમાંથી બ્રોમાડાયલોન નામનું ઝેર મળી આવ્યું
હતું.ન્યાયાધીશ એમ. એ. ટેલરે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાનેધ્યાને લઇ આરોપી
તેજસકુમારને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. 

 આરોપીએ ડિલીટ કરેલા ડેટા મહત્વના પુરાવા બન્યા

આ કેસમાં સૌથી મહત્વની બાબત આરોપીની ગૂગલ સર્ચ હિસ્ટ્રી રહી
હતી. સામાન્ય રીતે આરોપીઓ પુરાવાનો નાશ કરવાનો 
પ્રયત્ન  કરતા હોય છે
, પરંતુ
સાયબર સેલની મદદથી પોલીસે આરોપીના મોબાઈલમાંથી ડિલીટ કરેલા ડેટા અને સર્ચ હિસ્ટ્રી
મેળવી હતી. જેમાં આરોપીએ માણસને ઝેર કેવી રીતે આપવું અને ગળું દબાવીને હત્યા
કરવાના નિશાન કેવી રીતે છુપાવવા તે અંગે વિગતવાર માહિતી મેળવી હોવાનું સાબિત થયું
હતું. આ વૈજ્ઞાાનિક પુરાવો જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે નિર્ણાયક સાબિત
થયો હતો.

ન્યાયાધીશનું ભાવુક અવલોકન :  પિતા,પુત્રી
અને દિકરીના સબંધ ઘરને મંદિર બનાવે છે

ન્યાયાધીશે આરોપીએને આજીવન કેદની સજા ફટકારતા ચૂકાદમાં ખુબ જ
ભાવુક નોંધ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે
, પિતા, પત્ની અને પુત્રી એ
પરિવારના સૌથી અનમોલ સંબંધો છે
, જે પ્રેમ, સમર્પણ અને વિશ્વાસથી બંધાયેલા છે. પિતા કુટુંબનો મજબૂત આધારસ્તંભ છે,
જે સંઘર્ષ કરીને પણ દીકરીને દુનિયાનીશ્રેષ્ઠ ખુશીઓ આપનાર વ્યક્તિત્વ
છે. પત્ની પ્રેમ અને સમજણથી ઘરને સ્વર્ગ બનાવે છે
, જ્યારે
દીકરી પરિવારની ખુશી અને આનંદનો સ્ત્રોત છે. 

પિતા-પુત્રીનો સંબંધ પવિત્ર છે અને પત્નીનો સાથ જીવનભરની હૂંફ
આપે છે. પિતાનો હાથ જ્યારે પુત્રીના માથા પર હોય
, ત્યારે તે દુનિયાની સૌથી
સુરક્ષિત વ્યક્તિ બને છે. દીકરી પિતાની આંખોમાં વસે છે અને પિતા દીકરીના હૃદયમાં
વસે છે. આ ત્રણેયના સંબંધોથી ઘર એક પવિત્ર મંદિર જેવું બની રહે છે. પરંતુ
, જ્યારે આવા પિતા જ પત્ની અને પુત્રી માટે મૃત્યુનું કારણ બની રહે, ત્યારે હાલના કેસ જેવા સંજોગોનું નિર્માણ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે કચરાના ઢગલામાં આગના છ બનાવ | Six incidents of fire in garbage dumps …

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે કચરાના ઢગલામાં આગના છ બનાવ | Six incidents of fire in garbage dumps ...

કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…

કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક...

આઈટી શેરોમાં કડાકો : સેન્સેક્સ 757 પોઈન્ટ તૂટીને 78516 | IT stocks plunge: Sensex falls 757 points t…

આઈટી શેરોમાં કડાકો : સેન્સેક્સ 757 પોઈન્ટ તૂટીને 78516 | IT stocks plunge: Sensex falls 757 points t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટેલની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા સીલ

10 months ago
લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

1 month ago
તળાજામાં હીરાના કારખાનામાં મેનેજરે આપાઘાત કર્યો

તળાજામાં હીરાના કારખાનામાં મેનેજરે આપાઘાત કર્યો

8 months ago
ખ્રિસ્તી દેશ’નું સપનું કે આતંકી કાવતરું! જાણો અમેરિકાના ‘ભાડુતી સૈનિક’ મેથ્યુ વાનડાઇકની ભારતમાં ધરપક…

ખ્રિસ્તી દેશ’નું સપનું કે આતંકી કાવતરું! જાણો અમેરિકાના ‘ભાડુતી સૈનિક’ મેથ્યુ વાનડાઇકની ભારતમાં ધરપક…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News