gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી | gujarat weather…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી | gujarat weather…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Gujarat Weather Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.75 ઇંચ તથા દ્વારકા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે જુનાગઢના મેંદરડામાં અત્યાર સુધીમાં અનરાધાર 12.56 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. 

આ પણ વાંચો: જુનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, તમામ સ્કૂલોમાં રજા જાહેર

આજે ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી 2 - image
આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી 3 - image
આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી 4 - image

SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

હવામાન વિભાગ દ્વારા આજે 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બેઠકમાં NDRF અને SDRF અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી. 

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. 

આ બેઠકમાં રાહત નિયામક દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું. 

સરદાર સરોવર  ડેમની સ્થિતિ 

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે.  રાજ્યમાં હાલ 64 ડેમને હાઇ ઍલર્ટ, 29 ડેમને ઍલર્ટ તથા 21 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે 20 ઑગસ્ટ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…
GUJARAT

પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

March 24, 2026
વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…
GUJARAT

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

March 24, 2026
Next Post
વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડિકિમાં દારૂની બોટલો રાખી જાહેરમાં વેચાણ કરતો યુવક ઝડપાયો | youth was…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડિકિમાં દારૂની બોટલો રાખી જાહેરમાં વેચાણ કરતો યુવક ઝડપાયો | youth was...

સુરતમાં આજે પડેલા વરસાદમાં પણ કતારગામ ઝોનમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા | Today’s rain in Surat also c…

સુરતમાં આજે પડેલા વરસાદમાં પણ કતારગામ ઝોનમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા | Today's rain in Surat also c...

હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર | Lok Sabha passes bill to regulate online ga…

હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર | Lok Sabha passes bill to regulate online ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા ST, AMTS, BRTS માટે બસ ટર્મિનલ બનાવવા દરખાસ્ત | To ease traffic problem…

ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા ST, AMTS, BRTS માટે બસ ટર્મિનલ બનાવવા દરખાસ્ત | To ease traffic problem…

6 months ago
બિટકોઈન સેન્ટ્રલ બેંકોની બેલેન્સશીટ પર દેખાશે | Bitcoin will appear on the balance sheets of central…

બિટકોઈન સેન્ટ્રલ બેંકોની બેલેન્સશીટ પર દેખાશે | Bitcoin will appear on the balance sheets of central…

6 months ago
સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot…

સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot…

2 weeks ago
ભાવનગરના શિપબ્રેકર સાથે સેલ્સ મેનેજર સહિતનાએ કરી છેતરપિંડી | Sales manager and others cheated a ship…

ભાવનગરના શિપબ્રેકર સાથે સેલ્સ મેનેજર સહિતનાએ કરી છેતરપિંડી | Sales manager and others cheated a ship…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News