gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર | Radhakrishnan is the strong contender …

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર | Radhakrishnan is the strong contender …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એનડીએ પાસે ૪૨૫, વિપક્ષ પાસે ૩૨૪ મત, જીતવા ૩૯૨ મતોની જરૂર

બીજેડી-બીઆરએસ મતદાનથી દૂર રહેશે, જગનનું એનડીએને સમર્થન : ઓવૈસીનો વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીને ટેકા

નવી દિલ્હી: દેશની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને મંગળવારે મતદાન થવાનું છે. તેમા શાસક  પક્ષ એનડીઓના ઉમેદવારો સીપી રાધાક્રિષ્નનનો મુકાબલો ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર  સુદર્શન રેડ્ડી વચ્ચે છે. તેમા આંકડા મુજબ તો રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત લાગે છે, જ્યારે વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સાંસદોના અંતરાત્માના અવાજ પર વિશ્વાસ છે. તેથી આ ચૂંટણી રોમાંચક બની ગઈ છે.

સંસદના બંને ગૃહોમાં લોકસભા અને રાજ્યસભાના સભ્ય ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન શરૂ કરે છે. રાધાકૃષ્ણનની તરફેણમાં જોઈએ તો ૪૩૯ અને સુદર્શન રેડ્ડીની તરફેણમાં જોઈએ તો ૩૨૪ સાંસદોનું સમર્થન મળવાની આશા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએ અને ઇન્ડિયા બ્લોક બંનેએ પોતાની પૂરેપરી તાકાત ઝીંકી દીધી છે. 

આ ચૂંટણીમાં બીજુ જનતાદળ અને ભારત રાષ્ટ્રી સમિતિએ મતદાન ન કરવાનો અને તેનાથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આંધ્રના જગન રેડ્ડીએ પણ એનડીએ સરકારને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. સુદર્શન રેડ્ડી તેમને મળ્યા હતા, પરંતુ તેમણે જણાવ્યું હતું કે મારી અગાઉ રાજનાથસિંહ સાથે વાત થઈ ચૂકી છે. 

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે લોકસભા અને રાજ્યસભાના બંને સભ્યો મતદાન કરે છે. તે હિસાબે કુલ સાંસદોની સંખ્યા ૭૮૧ છે. તેથી વિજય માટે ૩૯૨ સાંસદોનું સમર્થન જરૂરી છે. લોકસભામાં જોઈએ તો એનડીએ પાસે અધ્યક્ષને છોડીને ૨૯૩ સાંસદો છે અને રાજ્યભામાં ૧૩૨ સાંસદો છે, જ્યારે અન્ય ૧૫ છે.  જ્યારે વિપક્ષ પાસે લોકસભામાં ૨૩૨ સાંસદો છે અને રાજ્યસભામાં ૭૭ સાંસદો છે. જ્યારે અન્ય ૩૦ છે. 

વિપક્ષને આશા છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જેટલી સાફ દેખાય છે તેટલી છે નહીં. કેટલાય સાંસદ પોતાના અંતરાત્માના અવાજ પર મતદાન કરી શકે છે. બી સુદર્શન રેડ્ડી પણ કહી ચૂક્યા છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વ્હીપ હોતો નથી, તેથી ઘણા વિપક્ષી સાંસદ અંતરાત્માના અવાજ પર મતદાન કરી શકે છે. 

શાસક પક્ષ નંબર ગેમ પર મુસ્તાક છે. તેને તેના ૪૨૫ મત તો ફિક્સ છે, તેથી વિજય સ્પષ્ટ લાગે છે. જો કે આ આંકડો પણ ૨૦૨૨માં ધનખડને મળેલા ૫૨૫ બેઠકોના સમર્થન કરતાં ઓછો છે. જો કે વિપક્ષ અંતરાત્માના અવાજની વાત કરે છે તો શાસક પક્ષ પણ વિપક્ષમાંથી સમર્થન મેળવવામાં લાગેલો છે. રાજનાથસિંહે સાંસદ જગન મોહન રેડ્ડીથી લઈને બધા વિપક્ષી આગેવાન સાથે વાત કરી છે. આ ઉપરાંત ભાજપે તેના બધા સાંસદો માટે બે દિવસની કાર્યશાળાનું આયોજન કર્યુ, જેમા તેમને મતદાન પ્રક્રિયા અને ગુપ્ત મતદાનની ટેકનિકલ નિપુણતા અંગે વિસ્તૃત સૂચનાઓ અપાઈ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …
INDIA

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

March 23, 2026
PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…
INDIA

PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…

March 23, 2026
અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …
INDIA

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

March 23, 2026
Next Post
રખિયાલમાં જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો | Uproar mwirin an kuna mokuren man won ewe aane…

રખિયાલમાં જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો | Uproar mwirin an kuna mokuren man won ewe aane...

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump’s tariffs will slow down the pace of the In…

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump's tariffs will slow down the pace of the In...

અંબાજીના મેળામાં ૨૮૦ ટ્રીપનું સંચાલન કરતા ૨૩ લાખની આવક | Revenue of 23 lakhs from operating 280 trip…

અંબાજીના મેળામાં ૨૮૦ ટ્રીપનું સંચાલન કરતા ૨૩ લાખની આવક | Revenue of 23 lakhs from operating 280 trip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

4 weeks ago
ગોધરા સિટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ, 2800 પ્રોપર્ટી કાર્ડ રદ થતાં હાહાકાર | godhra…

ગોધરા સિટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ, 2800 પ્રોપર્ટી કાર્ડ રદ થતાં હાહાકાર | godhra…

7 months ago
VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

3 months ago
ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ ર…

ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ ર…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News