gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં દોઢ ઈંચ કમોસમી વરસાદ 50 હજાર હેક્ટરમાં ડાંગરના પાક પર જોખમ | half inches of unseasona…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં દોઢ ઈંચ કમોસમી વરસાદ 50 હજાર હેક્ટરમાં ડાંગરના પાક પર જોખમ | half inches of unseasona…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સતત બે દિવસથી વરસાદી ઝાપટાં શરૂ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

– કાપણી કરેલી ડાંગર પલળી જતા ખેડૂતોની હાલત કફોડી : પરાળ ભીનું થઈ જતા પશુના ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના

આણંદ : અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનની સ્થિતિને લઈ ગુજરાત સહિત આણંદ જિલ્લામાં પણ ગઈકાલથી અષાઢી માહોલ છવાયો છે. આજે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું. જિલ્લામાં સરેરાશ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ત્યારે માવઠું થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લામાં ૫૦ હજાર હેક્ટરમાં વાવણી કરાયેલા ડાંગર તથા શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 

લાભ પાંચમથી ખેડૂતોએ ખેતી કામ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. તો બીજી તરફ માવઠાએ પણ લાભ પાંચમના દિવસથી મુહૂર્ત કરતા છેલ્લા બે દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. આજે પણ જિલ્લામાં સાર્વત્રિક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. 

ચરોતર પંથકમાં હાલ ખેતરોમાં ડાંગરની કાપણી કરવામાં આવી છે. કેટલાક ખેડૂતો દ્વારા તમાકુ, ઘઉં, રાયડો તથા વિવિધ શાકભાજી સહિતના રવી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે માવઠાના કારણે ખેતરોમાં કાપીને મુકેલી ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવા સાથે ગુણવત્તા ઉપર અસર થવાની અને પાકમાં રોગ આવવાનો ભય ખેડૂતોમાં વ્યાપ્યો છે. શાકભાજીમાં છોડ ઉપરના ફૂલો ખરી પડવાથી પાક નુકસાની થવાનો ભય છે. હાલ તૈયાર ડાંગરની કાપણી કરી માર્કેટમાં વેચાણ માટે મુકવાનો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે ડાંગરનો પાક ભીનો થઈ જવાથી હવે તેને તૈયાર કરી કેવી રીતે ઘરે કે યાર્ડ સુધી પહોંચાડવો તે માટે ખેડૂતો દોડધામ કરી રહ્યા છે.  

વરસાદને કારણે પશુઓને ખાવા માટે ઉપયોગમાં આવતું ડાંગરનું પરાળ પણ ભીનું થઈ જતા પશુપાલકોને ઘાસચારાની પણ સમસ્યા આગામી દિવસોમાં સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે. 

કમોસમી વરસાદના કારણે ડાંગરના ભાવ નીચા જવાની સંભાવના છે. પલળેલા પાકના ભાવ વેપારીઓ દ્વારા ઓછા આપવામાં આવે છે. ત્યારે ખાતર, પાણી અને મહા મહેનતથી તૈયાર કરાયેલા પાકનું ઓછું વળતર મળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા પાકના નુકસાની અંગે સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

વરસાદના કારણે અચાનક ઠંડીનો પ્રકોપ વધી જતા દિવસે પણ શિયાળા જેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 

આણંદ તાલુકામાં બે કલાકમાં જ અડધો ઈંચ વરસાદ ખાબક્યો

સોમવારે વહેલી સવારથી જ આણંદ તથા આસપાસના પંથકમાં ધીમીધારે સતત વરસાદ વરસ્યો હતો. ત્યારે સવારે ૬થી ૮ કલાકના સમયગાળામાં આણંદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ બપોર સુધી સતત વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. બોરસદ તાલુકામાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે સતત વરસાદ વરસ્યો હતો.

સોમવાર સવારે 6 કલાક સુધીના 24 કલાકમાં કેટલો વરસાદ

તાલુકો

વરસાદ
(મિ.મી.)

ખંભાત

૨૨

બોરસદ

૨૧

પેટલાદ

૨૦

ઉમરેઠ

૧૯

આણંદ

૧૮

આંકલાવ

૧૪

તારાપુર

૦૬

સોજીત્રા

૦૩

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…
GUJARAT

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

May 26, 2026
સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…
GUJARAT

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

May 26, 2026
કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…
GUJARAT

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

May 26, 2026
Next Post
પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest…

પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest...

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of …

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of ...

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર શરૂ

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ તાલુકાના અરલા ગામમાં પૈસાની ઉઘરાણીના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે પોલીસ ફરિ…

કાલાવડ તાલુકાના અરલા ગામમાં પૈસાની ઉઘરાણીના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે પોલીસ ફરિ…

2 months ago
VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…

VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…

4 weeks ago
કાયદો જ ભ્રષ્ટાચારીનું રક્ષણ કરે છે : સુપ્રીમના ન્યાયાધીશ | Only the law protects the corrupt: Supre…

કાયદો જ ભ્રષ્ટાચારીનું રક્ષણ કરે છે : સુપ્રીમના ન્યાયાધીશ | Only the law protects the corrupt: Supre…

4 months ago
પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News