gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2016 માં પ્રમુખ પ્રજ્ઞોશ પટેલ સહિત 18 વિરૂદ્ધ એસીબીમાં ગુનો દાખલ થયો હતો

– 2015 માં માત્ર અરજીના આધારે 29 લાખની ખોટ કરાવી દુકાનો મોટી કરવા જગ્યા ફાળવી હતી : પંકજ બારોટ 2024 માં પેટલાદ પાલિકામાં ફરજ પર હતા ત્યારે સરકારનો આદેશ

આણંદ : આણંદ પાલિકામાં ૨૦૧૫માં પ્રમુખ પ્રજ્ઞોશ પટેલ, ચીફ ઓફિસર પંકજ બારોટ સહિતના સત્તાધીશોએ દુકાનદારોની માત્ર સાદી અરજીના આધારે સરકારને અંદાજે ૨૯ લાખની ખોટ કરાવીને દુકાનો મોટી કરવા જગ્યા ફાળવી હતી. આ અંગે એસીબીમાં ૨૦૧૬માં તત્કાલિન પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ૧૮ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં તમામે આગોતરા જામીન મેળવ્યા બાદ નિર્ણય આગામી સમયમાં આવવાની શક્યતાઓ છે. ત્યારે તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ૨૦૨૪માં પેટલાદ પાલિકામાં ફરજ બજાવતા હતા ત્યારે સરકારે ફરજિયાત નિવૃત્તિ લેવડાવી હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ નગરપાલિકા હસ્તકના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ૨૦૧૫માં તત્કાલિન પ્રમુખ સહિત સત્તાધીશોએ દુકાનદારોની માત્ર સાદી અરજી લઇને કોઇપણ હરાજી, ડેન્ડરિંગ વગર ૧૫ ફૂટ જેટલી મોકાની કિંમતી જગ્યા ફાળવી દીધી હતી. શહેરની વચ્ચોવચ્ચ આવેલા પાલિકાના કોમ્પલેક્સમાં નિયમો નેવે મૂકીને ફાળવાયેલી જગ્યા મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો. આ અંગે એસીબીમાં ફરિયાદ કરાઈ હતી. એક વર્ષ સુધી તપાસ ચાલ્યા બાદ ચાર્જશીટ થયા બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણીમાં કોર્ટે એક મહિનામાં ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જો કે, કોર્ટ કન્ટેમ સુધી મામલો પહોંચતા તા. ૨ જુલાઈ, ૨૦૧૬ના રોજ તત્કાલિન એસીબી પીઆઈ એ.એ.શેખે ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ અંતર્ગત તત્કાલિન પ્રમુખ, ચીફ ઓફિસર પંકજ બારોટ સહિત ૧૮ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

શોપિંગ સેન્ટરની જગ્યા ફાળવવા બાબતે પાલિકાએ શહેરી વિકાસમાંથી મંજૂરી મેળવીને જગ્યાની કિંમત નકકી કરીને જાહેર હરાજી કે ટેન્ડરિંગ કરવાની જરુર હતી, પરંતુ વેપારીની સાદી અરજી લઈને કિંમત રૂ.૫૦ હજાર વેપારી પાસેથી ભરાવીને જગ્યા ફાળવી દઈને કૌભાંડ આચરાયું હતું. આ કેસમાં તમામે આગોતરા જામીન મેળવ્યા હતા. જેનો આખરી નિર્ણય આગામી સમયમાં આવનાર હોવાની સંભાવના વચ્ચે તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ૨૦ જુલાઈ ૨૦૨૪માં પેટલાદ નગરપાલિકામાં ફરજ બજાવતા હતા ત્યારે સરકારે ફરજિયાત નિવૃતિ લેવડાવતા એસીબી કેસનો મામલો પુનઃ ચચત બન્યો છે.આણંદમાં છ મહિના અગાઉ આરટીઆઈ હેઠળ નાગરિકે માહિતી માંગી હતી. અઠવાડિયા પહેલા આવેલા જવાબમાં પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

હરાજી થઈ હોત તો રૂા. 29.11 લાખની પાલિકાને આવક થઈ હોત

શોપિંગ સેન્ટરમાં દુકાનદારોને બારોબાર ફાળવાયેલી જગ્યાના કારણે સરકાર- પાલિકાને થયેલી નુકસાની અંગે એસીબીએ ડીસ્ટ્રીકટ લેન્ડ પ્રાઇઝ કમિટીનો રિપોર્ટ માંગ્યો હતો. જેમાં કલેકટરે આ જમીનની કિંમત રૂ. ૨૯.૧૧ લાખ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેથી હરાજી કરવામાં આવી હોત તો પાલિકા-સરકારને ૨૯.૧૧ લાખથી વધુ રકમ મળી શકી હોત તેવું સ્પષ્ટ થયું હતું.

અન્ય જિલ્લામાં પણ ચાર્જશીટ થતા સરકારે પગલાં લીધા 

આણંદ પાલિકામાં થયેલા એસીબી કેસમાં હાથ ધરાયેલી તપાસ બાદ તત્કાલિન પ્રમુખ સહિતની બોડી અને ચીફ ઓફિસર સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. દરમિયાન તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટ સામે અંદાજે ૯ મહિના અગાઉ અન્ય જિલ્લામાં પણ કોઈ મામલે ચાર્જગીટ કરવામાં આવી હતી. જેથી આ ગંભીર બાબતને ધ્યાને લઈને રાજય સરકાર દ્વારા નિવૃત્તિનો સમય બાકી હોવા છતાં ફરજિયાત નિવૃત્તિ લેવડાવી હોવાનું જાણવા મળ્યું છે.

કોની કોની સામે ગુનો નોંધાયો હતો

નામ

હોદ્દો

પંકજ
ઇશ્વરલાલ બારોટ

ચીફ
ઓફિસર

અનિલ
નટુભાઈ પટેલ

ચેરમેન, કારોબારી સમિતિ

પ્રગ્નેશ
અરવિંદભાઈ પટેલ

પાલિકા
પ્રમુખ

દિપેન
જયંતીભાઈ પટેલ

કારોબારી
સમિતિના સભ્ય

પુરૂષોત્તમદાસ
લાલજીભાઈ રોહિત

કારોબારી
સમિતિના સભ્ય

અરવિંદ
લલ્લુભાઈ ચાવડા

કારોબારી
સમિતિના સભ્ય

પંકીલ
ઘનશ્યામભાઈ પટેલ

કારોબારી
સમિતિના સભ્ય

શ્વેતલકુમાર
અરવિંદભાઈ પટેલ

કારોબારી
સમિતિના સભ્ય

પ્રભુજી
વિરાજી વણઝારા

કારોબારી
સમિતિના સભ્ય

આરીફ
ઇકબાલ વ્હોરા

દુકાન
માલિક

પ્રભુદાસ
ભગવાનજી ઠક્કર

દુકાનના
માલિક

યાસીન
અબ્દુલસત્તાર વ્હોરા

દુકાનના
માલિક

અસ્લમ
અબ્દુલભાઈ વ્હોરા

દુકાનના
માલિક

શોભના
ભરતભાઈ ભાવસાર

દુકાનના
માલિક

આનંદ
નારાયણદાસ

દુકાનના
માલિક

હિતેન્દ્ર
પ્રભુદાસ ઠક્કર

દુકાનના
માલિક

મોહન
કુંદનદાસ તેજવાણી

દુકાનના
માલિક

સાદિકઅલી
ગૌહરઅલી સૈયદ

નાયબ
ઈજનેર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભાવનગર અને મહુવાયાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો | Gradually increase in white onion r…

ભાવનગર અને મહુવાયાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો | Gradually increase in white onion r...

મહિલા ડૉક્ટર નહીં રાખો તો જીવતા રહેવા નહીં દઈએ | If we don have a female doctor we won let them surv…

મહિલા ડૉક્ટર નહીં રાખો તો જીવતા રહેવા નહીં દઈએ | If we don have a female doctor we won let them surv...

સિવિલ હોસ્પિટલને જોડતા બે રોડ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા હયાત રોડને ૬૦ ફુટ પહોળા કરવા નિર્ણય | On tw…

સિવિલ હોસ્પિટલને જોડતા બે રોડ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા હયાત રોડને ૬૦ ફુટ પહોળા કરવા નિર્ણય | On tw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલ…

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલ…

4 months ago
શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

1 year ago
જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

3 months ago
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી …

જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News