gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું… રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર | Raju Karp…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું… રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર | Raju Karp…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat AAP: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને પક્ષના સંગઠન વિસ્તરણ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ આજે (12મી ફેબ્રુઆરી) યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું... રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર 2 - image

રાજુ કરપડાના ‘આપ’ પર પ્રહાર

રાજુ કરપડાએ મીડિયા સમક્ષ પક્ષ સાથેના છેડા ફાડવા પાછળના અનેક કારણો રજૂ કર્યા હતા. તેણે જણાવ્યું કે, ‘હું રાજનીતિમાં નહોતા ત્યારે પણ ખેડૂતો માટે લડતા હતા અને અનેક વાર ન્યાય અપાવવા પ્રયાસો કર્યાં છે. હું ‘AAP’ને મજબૂત બનાવવા માટે લડ્યો હતો અને પક્ષમાં પરિવાર કરતા વધુ વફાદાર રહ્યો હતો.

આપ પર ગંભીર આક્ષેપ કરતા તેણે કહ્યું કે, ‘હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા પણ કરી શકી નહોતી અને જેલમાં ખેડૂતોને કાનૂની મદદ મળી નહતી.’

રાજુ કરપડાના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર

ગોપાલ ઈટાલિયા પર પ્રહારો કરો કરતા રાજુ કરપડાએ કહ્યું કે,  ગોપાલ ઈટાલિયાને જીતાડવા અમે રાત-દિવસ એક કર્યા છે અને તેમને જીતાડવા માટે અમે અમારા લોહી-પાણી રેડી દીધા છે અને તેઓ મને મળવા ચાર મહિનામાં એક પણ વખત આવ્યા નથી. તેમને પ્રવિણભાઈને જેલમાં મળવા બે મહિના પછી પ્રયાસ કર્યાં હતા. પરંતુ મળવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ બે મહિના સુધી ક્યાં હતા? ન મળવા દીધા તો કોઈ વાંધો નથી પણ સારા વકીલને તો મોકલી શકે ને આ પ્રયાશ પણ તેઓએ કર્યા નથી.

રાજુ કરપડાએ દાવો કર્યો હતો કે, ‘આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પરંતુ મનોજ સોરઠfયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની બી ટિમ તરીકે કામ કરી રહ્યા છે તેવું હું ચોક્કસ કહીશ. ચૈતરભાઈ, હેમંતભાઈ કે ઈસુદાનભાઈ કોઈ દિવસ પાર્ટી માટે નેગેટિવ વિચાર કરતા નથી હમેશા તેઓ પાર્ટીને આગળ લાવવા પ્રયાસ કરે છે અને પાર્ટીના તમામ નેતાઓ આગેવાનો અને કાર્યકર્તા માટે સતત કામ કરે છે. હું અરવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા.’

AAP નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા

રાજુ કરપડાના રાજીનામા મુદ્દે AAP નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપી છે. તેમમે કહ્યું કે, ‘જેલમાં પણ રાજુભાઈ પોતાના બે જૂના કેસોને લઈને ચિંતામાં હતા. રાજુભાઈને એક કેસમાં પાંચ વર્ષની સજા થઈ છે અને બીજો કેસ જજમેન્ટ પર હતો. બીજા કેસમાં તેમના પરિવારના ચારથી પાંચ સભ્યો પણ જોડાયેલા છે. રાજુભાઈને ચિંતા હતી કે બીજા કેસમાં પણ એમને સજા થશે તો તેઓ ચૂંટણી નહીં લડી શકે. ભાજપે આ બંને જુના કેસોને લઈને રાજુભાઈને દબાવવાનો અને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને કેસોમાં જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા પર કોઈ સમસ્યા ન આવે, તેને ધ્યાનમાં રાખીને રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે.’

આ પણ વાંચો: અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર

શું હતો સમગ્ર મામલો?

12 ઑક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. 

બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ પછી, અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની 16 ઑક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરી હતી.

રાજુ કરપડા અને પ્રવીણ રામ જામીન મંજૂર 

બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડિસ્ટ્રીકટ ઍન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના ગત 29 જાન્યુઆરી, 2026ના રોજ જામીન મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.

કડદાપ્રથાનો વિરોધ

બોટાદ માર્કેટયાર્ડ(APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા ‘કડદા’ વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન કર્યુ હતું. જેમાં 10 ઑક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…
GUJARAT

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

September 29, 2026
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
Next Post
યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by ...

લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…

લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private...

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

8 months ago
ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના 215 કેસ, કાર્યવાહી શૂન્ય; ઉદ્યોગો પાયમાલ |…

ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના 215 કેસ, કાર્યવાહી શૂન્ય; ઉદ્યોગો પાયમાલ |…

6 months ago
આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

1 year ago
વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે | pm modi bhavnagar visit …

વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે | pm modi bhavnagar visit …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News