
– આતંકવાદ સામે લડવા સૈન્યને સ્વતંત્રતા આપી છે
– ૨૦૪૭માં વિકસિત ભારત માટેનો ‘રોડમેપ’ તૈયાર કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે : વડાપ્રધાન મોદી
– ઈઝરાયેલની જેમ ભારત પણ પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે
– મોદીનું સ્વાતંત્ર્ય દિનનું સૌથી લાંબુ ૧૦૩ મિનિટનું ભાષણ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૯મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વખાણ કર્યા હતા. સંઘના ૧૦૦માં સ્થાપના દિનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ૧૦૦ વર્ષ અગાઉ એક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્યું હતું.










