gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આતંકવાદ સામે લડવા સૈન્યને સ્વતંત્રતા આપી છે

– ૨૦૪૭માં વિકસિત ભારત માટેનો ‘રોડમેપ’ તૈયાર કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે : વડાપ્રધાન મોદી 

– ઈઝરાયેલની જેમ ભારત પણ પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે

– મોદીનું સ્વાતંત્ર્ય દિનનું સૌથી લાંબુ ૧૦૩ મિનિટનું ભાષણ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ૭૯મા  સ્વાતંત્ર્ય દિન નિમિત્તે  લાલ કિલ્લા પરથી  ધ્વજ વંદન  બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વખાણ કર્યા હતા. સંઘના ૧૦૦માં સ્થાપના દિનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ૧૦૦ વર્ષ અગાઉ એક  સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્યું હતું. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો અને દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરને દુશ્મનોના હુમલા સામે રક્ષણ આપે તેવી બહુસ્તરીય ફ્રેમવર્ક સુદર્શન ચક્ર ભારત વિકસાવશે જે એડવાન્સ સર્વિલિયન્સ અને સાયબર હુમલા સામે પણ રક્ષણ આપશે. 

વડાપ્રધાન મોદીએ આરએસએસની પ્રસંશા કરતા કહ્યું કે, રાષ્ટ્રની સેવાના ૧૦૦ વર્ષ ગૌરવપૂર્ણ, સ્વર્ણિમ અધ્યાય છે. આરએસએસ વિશ્વનો સૌથી મોટો એનજીઓ છે.  અને ૧૦૦ વર્ષના સમર્પણનો ઇતિહાસ છે. સંઘના લોકો ૧૦૦ વર્ષથી રાષ્ટ્રની સેવા કરી રહ્યા  છે  અને  દેશની ૧૦૦ વર્ષની યાત્રામાં સંઘનું મહત્વનું યોગદાન છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુદર્શન ચક્ર મહદંશે ઇઝરાયેલના આર્યન ડોમ અને યુએસના સૂચિત ગોલ્ડન ડોમ સમાન હશે જે મિસાઇલ ડિફેન્સ શિલ્ડ તરીકે પણ કામ કરશે. તેમણે ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરશે તેની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ  રાષ્ટ્રજોગ સંબંધમાં  વધુમાં જણાવ્યું હતું કે આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સ, ઉર્જા, ફાઇટર જેટ એન્જિનો સહિતના તમામ ક્ષેત્રોમાં સ્વર્નિભર બનીને ‘સમૃદ્ધ ભારત’ની રચના કરવાની  આહ્વાન આપ્યું હતું.  સંરક્ષણ ક્ષેત્રે મહત્વની જાહેરાત રુપે દેશની અવકાશી સુરક્ષાના ભાગ રુપે  દેશના સુરક્ષા છત્ર તરીકે ‘સુદર્શન ચક્ર’ તૈયાર કરવાની પણ ઘોષણા તેમણે કરી હતી.  અમેરિકા જ્યારે વેપારક્ષેત્રે રક્ષણાત્મક નીતિ પર ભાર મૂકી રહ્યું છે ત્યારે ‘આત્મ નિર્ભરતા’ જ એક માત્ર વિકલ્પ છે તેના પર મોદીનું સતત બારમાં સ્વાતંત્ર્યદિનનું સંબોધન  કેન્દ્રિત થયું હતું. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોદીએ ૧૦૩ મિનિટનું ભાષણ કર્યું હતું જે અગાઉના  તમામ ૧૧ ભાષણો કરતા લાંબું હતું.

અમેરિકાએ ભારતથી થતી આયાત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે ત્યારે સેમીકન્ડક્ટર્સ સોશિયલ મીડિયા, ફર્ટિલાઇઝર, અને ફાર્મા ક્ષેત્રમાં સ્વનિર્ભરતા અને ઇનોવેશન થવું જોઇએ તેવું મોદીએ હાકલ કરી હતી. તેમણે ટેરિફનો સીધો ઉલ્લેખ કર્યા વગર સ્વર્નિભરતા અને સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો. ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા જરૂરી સુધારાઓના સૂચનો માટે ટાસ્કફોર્સ રચવામાં આવશે. મોદીએ કહ્યું કે,  કટોકટીના સમયમાં આપણે ચિંતા કરવાના સ્થાને આપણી ક્ષમતાઓ અને સિદ્ધિઓ બહેતર કરવી જોઇએ તેવી સમયની માગ છે. ભારતીય ઉત્પાદકોનો મંત્ર  ‘દામ કમ, દમ જ્યાદા’ હોવો જોઇએ. 

 પ્રથમ વાર આ પ્રસંગે મોદીએ ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે દેશની એક્તા, અખંડિતા અને સુરક્ષા સામે ઘૂસણખોરી પડકાર છે. દેશની વસ્તીના સમીકરણો ખોરવવાનું ષડયંત્ર તૈયાર થયું છે. નવી કટોકટીના બીજ રોપાઇ રહ્યા છે. આવું ચાલવા નહી દેવાશે. કોઇ દેશ ઘૂસણખોરો ચલાવી લઇ નહીં શકે.ત્રાસવાદીઓ અને તેમને આશ્રય આપનારાઓને એક સમાન ગણવામાં આવશે અને પડોશી દેશના કોઇ પણ ત્રાસવાદી કૃત્યની સજા ભારતીય સૈન્ય નિર્ણય કરશે તેવું મોદીએ કહ્યું હતું. ભારતે ઘણાં વર્ષો સુધી અણુબોમ્બ અંગેનું બ્લેકમેઇલ  સહન કર્યું પણ હવે નહીં કરીશું તેવું મોદીએ કહ્યું હતું. 

મોદીએ કહ્યું હતું કે  દુશ્મનના હુમલાને સુરક્ષાચક્ર સિસ્ટમ ન કેવળ નિષ્ફળ બનાવશે પણ બેવડા જોરથી સામે ત્રાટકશે તેવું મોદીએ કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં… DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photo…
INDIA

હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં… DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photo…

June 2, 2026
‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan…
INDIA

‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan…

June 2, 2026
જમ્મુ-કાશ્મીરમાં મોટી કુદરત આફત : કિશ્તવાડમાં બે જગ્યાએ વાદળ ફાટ્યા, હાઈવે બંધ, સેંકડો મુસાફરો ફસાયા…
INDIA

જમ્મુ-કાશ્મીરમાં મોટી કુદરત આફત : કિશ્તવાડમાં બે જગ્યાએ વાદળ ફાટ્યા, હાઈવે બંધ, સેંકડો મુસાફરો ફસાયા…

June 2, 2026
Next Post
ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav...

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs...

ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist…

ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કફ સીરપ બની કાળઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના મોત, 40 સેમ્પલ ફેઈલ છતાં વેચાણ ચાલુ | cough s…

કફ સીરપ બની કાળઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના મોત, 40 સેમ્પલ ફેઈલ છતાં વેચાણ ચાલુ | cough s…

8 months ago
સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R…

સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R…

10 months ago
હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

2 months ago
કોડીનારમાં ચાની કીટલીમાં કામ કરતા યુવાનને 115 કરોડની ઈન્કમ ટેકસની નોટીસ | Income tax notice of Rs 11…

કોડીનારમાં ચાની કીટલીમાં કામ કરતા યુવાનને 115 કરોડની ઈન્કમ ટેકસની નોટીસ | Income tax notice of Rs 11…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News