gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

High Court Slams Centre on Wayanad Victims: બુધવારે કેરળ હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પર સખત ટિપ્પણી કરતાં કહ્યું કે, વાયનાડમાં 2024માં આવેલા ભૂસ્ખલનના પીડિતો પ્રત્યે કેન્દ્રની ભૂમિકા લગભગ નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારે પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને આ પીડિતોની લોન માફ કરવા માટે કોઈ પગલું ન ભર્યું, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને હતાશાજનક છે.

બેન્કોને લોન વસૂલાત રોકવાનો નિર્દેશ

ન્યાયમૂર્તિ એ. કે. જયશંકરન નામ્બિયાર અને ન્યાયમૂર્તિ જોબિન સેબેસ્ટિયનની ખંડપીઠે ટિપ્પણી કરીને બેન્કોને નિર્દેશ આપ્યો કે તેઓ આગામી સુનાવણી સુધી વાયનાડ ભૂસ્ખલન પીડિતો સામેની કોઈપણ લોન વસૂલાતની કાર્યવાહી અટકાવી દે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન અને નિવારણ સુધારવા માટે કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને આ જનહિત અરજી દાખલ કરી હતી.

શાયલોક જેવી વસૂલાત સ્વીકાર્ય નથી: કોર્ટે

કોર્ટે સ્પષ્ટતા કરી કે બેન્કો દ્વારા અપનાવવામાં આવતી ‘શાયલોકિયન પદ્ધતિઓ’ (નિર્દય વસૂલાતની રીતો) દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સ્વીકાર્ય નથી. બેંચે કેન્દ્રના તર્કને અસ્વીકાર્ય ગણાવ્યો કે તે લોન માફીના મામલામાં શક્તિવિહીન છે, કારણ કે બંધારણના અનુચ્છેદ 73 હેઠળ કેન્દ્ર પાસે વ્યાપક સત્તાઓ હાજર છે.

કેન્દ્રની નીતિ પર સવાલ

કોર્ટે કહ્યું કે, જ્યારે કેન્દ્ર પોતે જ આ ભૂસ્ખલનને ગંભીર આપત્તિ માને છે, ત્યારે તેની ફરજ છે કે તે પીડિતોના જીવન અને ગરિમાની સુરક્ષા સુનિશ્ચિત કરે. બેંચે આગળ કહ્યું કે, આ બાબત ત્યારે વધુ સ્પષ્ટ બને છે જ્યારે સમાચાર દ્વારા જાણવા મળે છે કે કેન્દ્ર સરકારે 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને વધારાની કેન્દ્રીય સહાય તરીકે 707 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, વાયનાડના પીડિતો માટે લોન માફી તરીકે માંગવામાં આવેલી નાણાકીય રાહત આ મંજૂર કરાયેલી રકમનો એક નાનો હિસ્સો માત્ર છે.

સંઘીય માળખામાં ભેદભાવની મંજૂરી નથી

કોર્ટે જણાવ્યું કે ભારતના સંઘીય માળખાના સિદ્ધાંતો કોઈપણ રાજ્યના નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહારને મંજૂરી આપતા નથી. ખંડપીઠે સ્પષ્ટતા કરી કે, ‘રાજકીય મતભેદો બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારોની રક્ષાને અસર ન કરી શકે.’ અહીં મુખ્ય મુદ્દો વાયનાડના પીડિતોના સન્માનજનક જીવનના અધિકારનો છે.

નૈતિક અને બંધારણીય જવાબદારી

ખંડપીઠે જણાવ્યું કે, જે ખેડૂતો અને નાગરિકોએ કૃષિ અથવા તેના સંબંધિત હેતુઓ માટે લોન લીધી હતી, પરંતુ જેમની સંપત્તિ ભૂસ્ખલનમાં નાશ પામી છે, તેમની પાસેથી લોન વસૂલવી તે તેમની ગરિમાનું અપમાન છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે આવી ગંભીર સ્થિતિમાં પણ સત્તાનો ઉપયોગ ન કરવો, તે કેન્દ્ર સરકારની નૈતિક અને બંધારણીય જવાબદારીમાંથી પીછેહઠ કરવા સમાન છે.

આ પણ વાંચો: આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવનો આરોપ

બેન્કોને નોટિસ, જવાબ માંગ્યો

કોર્ટે SBI, કેનરા બેન્ક, PNB, બેન્ક ઓફ બરોડા સહિત 12 બેન્કોને પક્ષકાર બનાવતાં આગામી સુનાવણી સુધી વસૂલાતની કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો. બેન્કોને પૂછવામાં આવ્યું છે કે તેઓ લોન સંપૂર્ણ કે આંશિક રીતે માફ કરવા તૈયાર છે કે નહીં. જો માફી નહીં આપે તો તેમણે લોન કરારના આધારે સ્પષ્ટ ખુલાસો રજૂ કરવો પડશે.

કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 29 ઓક્ટોબરે રાખી છે. ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈ 2024ના રોજ વાયનાડના મુંડક્કાઇ અને ચૂરાલમાલામાં આવેલા ભીષણ ભૂસ્ખલનથી 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા, સેંકડો ઘાયલ થયા અને 32 લોકો લાપતા છે.

'આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા...', કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય | sasan gir safa…

સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય | sasan gir safa...

આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવનો આરોપ | haryana i…

આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવનો આરોપ | haryana i...

નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp…

નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં…’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ | Mah…

મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં…’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ | Mah…

1 year ago
રાષ્ટ્રીય સ્તરે જાણીતા ક્રિકેટ અમ્પાયર રવિ દેશમુખનું નિધન | Nationally renowned cricket umpire Ravi …

રાષ્ટ્રીય સ્તરે જાણીતા ક્રિકેટ અમ્પાયર રવિ દેશમુખનું નિધન | Nationally renowned cricket umpire Ravi …

7 months ago
વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે, મેજર અને માઈનોર વિષયને લઈને ગુજરાત યુનિ.ની સ્પષ્ટતા | s…

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે, મેજર અને માઈનોર વિષયને લઈને ગુજરાત યુનિ.ની સ્પષ્ટતા | s…

12 months ago
દાંડિયાબજાર સ્થિત વીજીએલ ઓફિસે ગેસ કનેક્શન માટે અરજદારોની પડાપડી | VGL office in Dandiyabazar receiv…

દાંડિયાબજાર સ્થિત વીજીએલ ઓફિસે ગેસ કનેક્શન માટે અરજદારોની પડાપડી | VGL office in Dandiyabazar receiv…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News