gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇશ્વરની કૃપાથી લાંબો સમય ભારત માતાની સેવાનો મોકો મળ્યો : મોદી | By God’s grace I got the opportunity…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
ઇશ્વરની કૃપાથી લાંબો સમય ભારત માતાની સેવાનો મોકો મળ્યો : મોદી | By God’s grace I got the opportunity…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોદી સરકારને 12 વર્ષ, એનડીએમાં ઉજવણી શરૂ

– મારા માટે જનતા જનાર્દન જ ઇશ્વરનું રુપ, સત્તામાં 12 વર્ષ એ સામૂહિક યજ્ઞા, તમામનો સાથ સહકાર મળ્યો : પીએમ

નવી દિલ્હી : એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, તેઓ ૧૨ વર્ષ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સત્તા પર રહેનારા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા છે, જેને પગલે ભાજપ દ્વારા દેશભરમાં તેની ઉજવણીઓ ચાલી રહી છે. એવામાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ સફરમાં સાથ આપનારા તમામનો આભાર માનું છું, ભારત માતાની આટલા વર્ષો સુધી સેવા કરવાની આ તક ઇશ્વરની કૃપાથી જ મળી શકે. આ આધ્યાત્મિક સાધના ક્યારેય એકલા ના થઇ શકે, આ એક સામૂહિક યજ્ઞા છે. મારા માટે જનતા જનાર્દન જ ઇશ્વરનું રુપ છે. 

દિલ્હીમાં ભારત મંડપમમાં ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા કેન્દ્રમાં એનડીએના ૧૨ વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, સાથી પક્ષોના નેતાઓ જોડાયા હતા. જ્યારે કેન્દ્રની એનડીએ સરકારે ૧૨ વર્ષના શાસનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધીઓની યાદી જાહેર કરીને વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. કેન્દ્રએ એક બૂકલેટ જાહેર કરી હતી જેમાં ટેક્સ સુધારા જેમ કે જીએસટી, રામ રાજ્યનું સરકારનું વિઝન, ડિજિટલ ઇન્ડિયા વગેરેનો સમાવેશ કરાયો છે. 

બૂકલેટમાં કેન્દ્રએ દાવો કર્યો છે કે એક બીજી મોબાઇલ ડેટા પાછળનો ખર્ચ ૯૭ ટકા ઘટાડી દેવામાં આવ્યો જેને કારણે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા. ૨૦૧૪માં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ હતી જે ૨૦૨૫માં ૧૦૩ કરોડે પહોંચી ગઇ.  જ્યારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમર્થન આપવા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 

કેબિનેટમાં સામેલ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ કર્યું હતું. કેબિનેટ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં મોદીના વખાણ કરાયા હતા જેમાં દાવો કરાયો હતો કે મોદીના નેતૃત્વમાં ભારતમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. નોંધનીય છે કે ૨૬મી મે ૨૦૧૪ના મોદીએ પીએમ તરીકે ચાર્જ સંભાળ્યો હતો, જે બાદ ૩૦મી મે ૨૦૧૯ના તેમણે ફરી આ પદ સંભાળ્યું, ૯ જૂન ૨૦૨૪માં તેમણે ત્રીજી વખત પીએમ પદ પર શપથ લીધા હતા. 

કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે જે ડોક્યુમેન્ટ્સ જાહેર કરાયા હતા તેમાં જળ જીવન મિશન અંગે પણ વાત કરવામાં આવી હતી, સરકારે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં આશરે ૧૬ કરોડ પરિવારને નળથી પાણી પહોંચતુ કરવામાં આવે છે. સરકારે દાવો કર્યો હતો કે છેલ્લા ૧૨ વર્ષમાં ઇનકમ ટેક્સનો બોજ ઓછો થયો તે રામરાજ્યના વિઝનને દર્શાવે છે.  દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અન્ય દેશોના વડાઓ દ્વારા પણ શુભેચ્છા પાઠવાઇ હતી, યુરોપિયન કમિશન પ્રમુખ ઉરસુલા વોન ડેર લેયેન, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, મલેશિયા, ભુટાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશના વડાઓએ મોદીને શુભેચ્છા પાઠવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…

તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ...

સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની સરેરાશ કરતા પણ નીચો | For the third consecutive month…

સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની સરેરાશ કરતા પણ નીચો | For the third consecutive month...

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નના વરઘોડામાં મોટા અવાજે વગડતા સ્પીકર અંગે કહેવા ગયેલા એન્જિનિયરની ધોલાઈ | Engineer beaten up for…

લગ્નના વરઘોડામાં મોટા અવાજે વગડતા સ્પીકર અંગે કહેવા ગયેલા એન્જિનિયરની ધોલાઈ | Engineer beaten up for…

3 months ago
ATMમાંથી રૂ. 100 અને 200ની નોટસ પૂરી પાડવા RBIની સૂચના | RBI instructs to provide Rs 100 and 200 not…

ATMમાંથી રૂ. 100 અને 200ની નોટસ પૂરી પાડવા RBIની સૂચના | RBI instructs to provide Rs 100 and 200 not…

1 year ago
૪.૯૨ કરોડની છેતરપિંડીના કેસમાં મહિલાની જામીન અરજી નામંજૂર | Woman’s bail plea rejected in Rs 4 92 cr…

૪.૯૨ કરોડની છેતરપિંડીના કેસમાં મહિલાની જામીન અરજી નામંજૂર | Woman’s bail plea rejected in Rs 4 92 cr…

8 months ago
શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર | Teacher Eligibility TET…

શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર | Teacher Eligibility TET…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News