![]()
અમદાવાદ,સોમવાર
નારોલમાં ખુલ્લા મેદાનમાં ઝાડીઓમાં કચરો વીણતી મહિલાને રૃા. ૪૬ હજારના ગાંજાનું પાર્સલ મળ્યું હતું. લાલચમાં આવીને મહિલા પડીકીઓ બનાવીને વેચવા માટે બેઠી હતી અને પોલીસે તેને ઝડપી લીધી છે.
ઝાડીઓમાં કચરો વીણતી મહિલાને રૃા. ૪૬ હજારના ગાંજાનું પાર્સલ મળ્યું હતું.
નારોલ પોલીસે દરોડો પાડયો ત્યારે સ્ટીલની પેટી મળી આવી હતી. જેમાંથી રૃા. ૪૧ હજારનો ૮૩૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મહિલા પાસેથી રૃ. ૪૬ હજારનો મુદ્દામાલ કર્યો હતો. પોલીસ તપાસમાં નારોલમાં રહેતી હોવાનું બહાર આવ્યું હતું.










