gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં પ્રિ એનરોલમેન્ટ સર્વે  અને બાળકોને સ્કૂલોમાં પાછા લાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે.જોકે તેમાં શહેરની ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી સામે આવી છે.

નવી શિક્ષણ નીતિ હેઠળ ૨૦૩૦ સુધીમાં પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક વિભાગમાં જનરલ એનરોલમેન્ટ રેશિયો ૧૦૦ ટકા કરવાનું લક્ષ્યાંક છે.જેના ભાગરુપે અત્યારે બાલવાડીથી લઈને ધો.૧૨ સુધીમાં જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા છે.એટલે કે જેમણે અધવચ્ચે શિક્ષણ છોડી દીધું છે, તેમને પાછા સ્કૂલોમાં પ્રવેશ આપીને ભણાવવા માટેનું અભિયાન શરુ કરાયું છે.

વડોદરા શહેરમાં ધો.૧ થી ૧૦માં ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૪૪૭ છે અને તેમાં ૧૪૭૩૩ વિદ્યાર્થીઓ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં તથા ૨૦૪૧ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા હતા.આ પૈકી શિક્ષણ સમિતિ દ્વારા પોતાની સ્કૂલોમાંથી ડ્રોપઆઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ કરીને સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી કરવામાં આવી છે.જોકે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ પૈકી માંડ એકાદ ટકા વિદ્યાર્થીઓને ટ્રેક કરીને તેમનું રજિસ્ટ્રેશન કરી શકી છે.જેના પગલે શાસનાધિકારી  ડો.વિપુલ ભરતીયાએ આ સ્કૂલોને પત્ર લખીને કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે.

પ્રિ-એનરોલમેન્ટ સર્વેઃ ૮૪૦૪૯ વિદ્યાર્થીઓ પ્રવેશને પાત્ર

શહેરમાં પ્રિ એનરોલમેન્ટ સર્વે હેઠળ નવા એડમિશન લેનારા અને ધોરણ પાંચમાથી ધોરણ ૬માં જનારા તથા ધોરણ આઠમાંથી ધોરણ નવમા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૪૦૪૯ થવા જાય છે.જેમાંથી ૩૧૩૯૦ વિદ્યાર્થીઓનું આગળના ધોરણમાં પ્રવેશ સુનિશ્ચિત કરાયો છે પણ ૫૨૬૫૯ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. પ્રિ એનરોલમેન્ટ સર્વેમાં પણ શિક્ષણ સમિતિએ ૧૦૦ ટકા કામગીરી કરી છે.જ્યારે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો તેમાં પણ ઘણી પાછળ છે.

ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને સ્કૂલમાં સુધી લાવવા માટે મેન્ટરશિપ

ટ્રેકિંગ અને રજિસ્ટ્રેશન બાદ સૌથી મોટો પડકાર આ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં લાવીને તેમને અભ્યાસ માટે પ્રેરણા આપવાનો છે.આ માટે  સ્કૂલોના શિક્ષકો કે પછી માતા પિતાને જે તે વિદ્યાર્થીના મેન્ટર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.જોકે ટ્રેકિંગ અને રજિસ્ટ્રેશનની કવાયત બાદ ડ્રોપ આઉટ થયેલા કેટલા વિદ્યાર્થીઓ ફરી શિક્ષણ તરફ વળ્યા તે નવું શૈક્ષણિક વર્ષ શરુ થયા બાદ જ  ખબર પડશે.

સીઆરસી, યુઆરસી સ્ટાફનું વેકેશન રદ, કંટ્રોલ રુમ શરુ કરાયો

ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ ૧૦૦ ટકા કામગીરી ના કરે તો તમામ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર અને અર્બન રિસોર્સ સેન્ટર સહિતના મોનિટરિંગ સ્ટાફને શાળાઓમાં મોકલીને કામગીરી પૂર્ણ કરાવાશે.જેના ભાગરુપે આ સ્ટાફનું વેકેશન રદ કરવામાં આવ્યું છે અને તેમને હેડ ક્વાર્ટર નહીં છોડવા માટે સૂચના અપાઈ છે.વડોદરા શહેરના ૧૦૦ ટકા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અને એડમિશન થાય તે માટે કંટ્રોલ રુમ પણ બનાવવામાં આવ્યો છે.જ્યાં રોજે રોજની કામગીરીની જાણકારી મેળવીને રિપોર્ટ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk…

વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk...

બસમાં અડપલાં કરનાર આધેડને સગીરાએ પાઠ ભણાવતાં પગમાં પડી ગયો | a minor girl taught lesson to middle ag…

બસમાં અડપલાં કરનાર આધેડને સગીરાએ પાઠ ભણાવતાં પગમાં પડી ગયો | a minor girl taught lesson to middle ag...

૫૦ લાખની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા | harassing married woman demanding Rs 50 lakh

૫૦ લાખની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા | harassing married woman demanding Rs 50 lakh

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશન માટે કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી કર…

વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશન માટે કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી કર…

10 months ago
ગેરકાયદે પ્લોટિંગ કરી વેચાણ આપનારા બે બિલ્ડરની ધરપકડ | Two builders arrested for illegally plotting …

ગેરકાયદે પ્લોટિંગ કરી વેચાણ આપનારા બે બિલ્ડરની ધરપકડ | Two builders arrested for illegally plotting …

10 months ago
માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb…

માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb…

9 months ago
૧૯૭ કરોડની બેઝ પ્રાઈસ સાથે તૈયાર કરાયેલા સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગના પહેલા,પાંચમા માળની મિલકતો વેચ…

૧૯૭ કરોડની બેઝ પ્રાઈસ સાથે તૈયાર કરાયેલા સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગના પહેલા,પાંચમા માળની મિલકતો વેચ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News