gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત | Tragic Incident i…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in INDIA
0 0
0
કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત | Tragic Incident i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tragic Incident in Karnataka: કર્ણાટકના મંત્રાલયમ વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને માતમી સમાચાર સામે આવ્યા છે. અહીં વહેતી તુંગભદ્રા નદીના કિનારે શનિવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નદીના તેજ પ્રવાહમાં વહી રહેલી એક સગીર બાળકીને બચાવવાના ચક્કરમાં પાંચ લોકોએ પોતાની જાન ગુમાવવી પડી છે. જે બાળકી માટે આ લોકોએ પોતાના જીવની બાજી લગાવી હતી તે તો સુરક્ષિત બહાર આવી ગઈ છે, પરંતુ આ બહાદુર યુવકો નદીના ઊંડા પાણી અને તેજ પ્રવાહનો શિકાર બની ગયા છે.

પગ ધોતી વખતે સગીરા નદીમાં લપસી પડી

મળતી માહિતી અનુસાર, શનિવારે સાંજે તુંગભદ્રા નદીના કિનારે લોકોની અવરજવર હતી. આ દરમિયાન એક સગીર વયની બાળકી નદીના કિનારે પોતાના પગ ધોઈ રહી હતી. અચાનક તેનું સંતુલન બગડતાં તે લપસીને નદીના ઊંડા પાણીમાં પડી ગઈ હતી અને જોતજોતામાં નદીના તેજ પ્રવાહમાં વહેવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

બાળકી બચી ગઈ, પણ બચાવવા ગયેલા પાંચેય યુવકો ડૂબ્યા

બાળકીનો જીવ જોખમમાં જોઈને ત્યાં હાજર લોકો પાસે વિચારવાનો બિલકુલ સમય નહોતો. તેને બચાવવા માટે પહેલા એક વ્યક્તિએ નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ તેને સહકાર આપવા અને બાળકીને ખેંચવા માટે બીજો, ત્રીજો એમ જોતજોતામાં કુલ પાંચ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા હતા. આ લોકોની ભારે જહેમત બાદ બાળકીને તો સહીસલામત નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ નદીનો તેજ પ્રવાહ આ પાંચેય લોકો પર ભારે પડી ગયો હતો. નદીના ઊંડાણ અને જોરદાર કરંટમાં ફસાઈ જવાને કારણે પાંચેય જણા પાણીમાં લાપતા થઈ ગયા હતા.

SDRF ની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા અને પીડિત પરિવારોમાં ભારે ચીસાચીસ અને રૂદન મચી ગયું હતું. સ્થાનિક પોલીસે જણાવ્યું કે મૃતક યુવકો નજીકના ગામના જ રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક અસરથી એસડીઆરએફ (SDRF) ની ટીમોને બોલાવીને નદીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

તંત્રની લોકોને ખાસ અપીલ

તુંગભદ્રા નદીમાં હાલમાં રહેલા પાણીના ઊંચા સ્તર અને તેજ પ્રવાહને જોતા સ્થાનિક વહીવટી તંત્રે લોકોને નદી, નહેરો અને જળાશયોના કિનારે જતા સમયે વિશેષ સાવધાની રાખવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે નદી કિનારે જતા સમયે ભારે સતર્કતા રાખવી જરૂરી છે અને ખાસ કરીને બાળકોને ક્યારેય પણ જળાશયોની નજીક એકલા ન જવા દેવા જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm port…
INDIA

OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm port…

May 31, 2026
સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર! | ghazi…
INDIA

સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર! | ghazi…

May 31, 2026
‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…
INDIA

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

May 31, 2026
Next Post
પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રે…

પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રે...

જાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય | …

જાહેરાતમાં સૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલની ખસ્તા હાલત, દુર્ઘટનાનો ભય | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ અંતર્ગત 9 વ્યક્તિઓના છેતરપિંડીમાં ગયેલા રૂ.18…

જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ અંતર્ગત 9 વ્યક્તિઓના છેતરપિંડીમાં ગયેલા રૂ.18…

4 months ago
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

2 months ago
સૌથી લાંબા સમય સુધી પદે જળવાઈ રહેનારા દેશના બીજા વડાપ્રધાન બન્યાં પીએમ મોદી, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ…

સૌથી લાંબા સમય સુધી પદે જળવાઈ રહેનારા દેશના બીજા વડાપ્રધાન બન્યાં પીએમ મોદી, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ…

10 months ago
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News