gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા “કલાતીર્થ ટ્રસ્ટ” દ્વારા તાજેતરમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ પ્રતિસ્થાનમ્ (છારોડી – ગુરુકુળ) અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વમુખ્ય સચિવ પી.કે. લહેરીના અધ્યક્ષ સ્થાને અને પ. પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ સમારોહ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વર્ષોથી ઇતિહાસ અને પુરાતત્વવિદ્ તરીકે કાર્યરત રહીને ભારતીય કલા,શિલ્પો, સ્થાપત્યો, દેવાલયોને ઉજાગર કર્યો છે તેવા 10 કલાસાધકોને શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડરાશિ સાથે “સંસ્કૃતિ સંવર્ધક સન્માન- 2025” શાલ , અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું. શ્રીમતી પન્નાબેન હેમાણી પુરસ્કૃત રોકડરાશિ બે લાખ વીસ હજારના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા .

કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે નવી પેઢી ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાનું સંવર્ધન કરતી થાય, આ દિશામાં કાર્યરત બનીને સંશોધન ક્ષેત્રે આગળ વધી શકે તેવા શુભ આશયથી “કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પકલ્પ- 2025” નું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાંથી સરકારી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા, તેમાંથી 13 જેટલા શ્રેષ્ઠ મહાનિબંધોનું ચયન કરીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને “કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન -2025” ના માનપત્ર સાથે શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડ પુરસ્કારો- પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવ્યા

આ પ્રસંગે 13 સંશોધન લેખોનુ દસ્તાવેજીકરણ આ પ્રકલ્પના મુખ્ય સંયોજક અને ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક, સંશોધક , લેખક નિસર્ગ આહિર દ્વારા સંપાદિત “કલા – અન્વેષણા” સંશોધનગ્રંથ સાથે “અક્ષરયાત્રા- ધન્ય ધરોહર” (ડાયરી)નું લોકાર્પણ કરવામાં આવ્યું .

આ સમારંભનુ ઉદ્ઘાટન પ. પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિ સહીત ગુજરાત રાજ્યના સનદી અધિકારી, પૂર્વમાહિતી નિયામક વી.એસ. ગઢવી, ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ- કુમારપાળ દેસાઈ તથા જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાના હસ્તે બંને ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક, અધ્યાપક, સંચાલક- ડો અશ્વિન આણદાણી દ્વારા કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવો અને સંસ્થાઓના યોગદાનને બિરદાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો

આ પ્રસંગે પુરસ્કાર દાતા શ્રીમતી પન્નાબેન હેમાણી, ભગિની દક્ષાબેન લાલસોદાગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ભાવનગરની માઈક્રોસાઈનના એમ.ડી. નિશિત મહેતા, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ- જીતેન્દ્રભાઈ મોદી, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના જે. બી. પટેલ , સુરત. મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદ ગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા .

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇતિહાસવિદ નરેશ અંતાણી, સંજય ઠાકર, દૂરદર્શનના પૂર્વ અધિકારી કિશોર જોશી, પત્રકાર અને ચિત્રકાર જીગર પંડ્યા, ચિત્રકાર વિનય પંડ્યા, ચિત્રકાર કમલેશ ગજ્જર અને ચિત્રકાર અનિલ શ્રીમાળીએ સંકલન કર્યું હતું .

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
અગાઉના લગ્નની વાત છુપાવીને બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા | Vadodara youth cheat…

અગાઉના લગ્નની વાત છુપાવીને બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા | Vadodara youth cheat...

વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro...

ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V…

ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi…

વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi…

5 months ago
ભારત-અમેરિકા વચ્ચે નવો વેપાર કરાર લગભગ નક્કી, અમેરિકાના જવાબની રાહ | donald trump tariff india us tr…

ભારત-અમેરિકા વચ્ચે નવો વેપાર કરાર લગભગ નક્કી, અમેરિકાના જવાબની રાહ | donald trump tariff india us tr…

11 months ago
ફંડોની સાવચેતી : મેટલ, ઓઈલ, આઈટી શેરોમાં વેચવાલી : સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83536 | Funds beware: …

ફંડોની સાવચેતી : મેટલ, ઓઈલ, આઈટી શેરોમાં વેચવાલી : સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83536 | Funds beware: …

1 year ago
1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News