
Central Govt Bonus 2025 : ભારતમાં તહેવારોની મોસમની શરૂઆત થતાં જ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નાણાં મંત્રાલયે સોમવારે એક આદેશ જારી કરીને ગ્રુપ-સી અને બિન-રાજપત્રિત ગ્રુપ-બી કેન્દ્રીય કર્મચારીઓ માટે 30 દિવસના વેતન બરાબર નોન-પ્રોડક્ટિવિટી લિન્ક્ડ (એડ-હૉક) બોનસની જાહેરાત કરી છે.
કેટલું મળશે બોનસ?
નાણાં મંત્રાલયના આદેશ મુજબ, નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારીઓને મહત્તમ 6908 રૂપિયાનું બોનસ મળશે. આ બોનસનો લાભ એવા કર્મચારીઓને મળશે, જેઓ 31 માર્ચ-2025 સુધી સેવામાં રહ્યા હોય અને જેમણે ઓછામાં ઓછા 6 મહિનાની સતત સેવા આપી હોય.










