![]()
અમદાવાદ: કેન્દ્ર સરકારે આજે ખરીફ મોસમમાં થનારી ડાંગરના લઘુતમ ટેકાના ભાવમા ંરૂા. ૭૨નો વધારો કરીને ક્વિન્ટલદીઠ ભાવ રૂા. ૨૪૪૧ કરી દીધા છે. તેની સાથે જ કઠોળ, તેલીબિયાં, અને કપાસના ભાવમાં પણ તગડા વધારાની જાહેરાત કરીને કપાસની આયાત પર નિર્ભર ન રહેવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે. ખેતઉપજના ટેકાના ભાવ વધારવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ ખેતઉપજમાં ખેડૂતો વિવિધતા લાવે તે પણ જોવાનો છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની જોષીએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોને ફાયદાકારક ભાવ મળી રહે તે માટે લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી તેમાં પાકની ઉપજ કિંમતની તુલનાએ તેમને ૧૪ જેટલી આઈટેમ્સમાં ૫૦ ટકા સુધીનો વધારો કરી આપ્યો છે. ખેડૂતોને મગમાં સૌથી વધુ ૬૧ ટકાનું માર્જિન મળશે. જ્યારે બાજરામાં ૫૬ ટકા અને તુવેરદાળમાં ૫૪ ટકાનું માર્જિન મળશેો. આ સિવાયના પાક માટે તેમની ઉત્પાદન કિંમત કરતાં ૫૦ ટકા ઊંચા ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આર્થિક બાબતોને લગતી કેબિનેટ કમિટીએ ખરીફ પાકની વાવણીની શરૂઆત થાય તે પહેલા જ કપાસના ટેકાના ભાવમાં રૂા. ૫૫૭નો વધારો કરીને ટેકાના નવા ક્વિન્ટલદીઠ ભાવ એ રૂા. ૮૨૬૭ જાહેર કર્યો છે. તેની સાથે જ સનફ્લાવરના ક્વિન્ટલદીઠ ટેકાના ભાવમાં રૂા. ૬૨૨નો વધારો કરીને રૂા. ૮૩૪૩ કર્યા છે. આ સાથ ેજ તલના ક્વિન્ટલદીઠ ભાવમાં રૂા. ૫૦૦નો વધારો કરીને ક્વિન્ટલે રૂા.૧૦,૩૪૬ કરી દીધા છે.
નાઈજર સિસડના ક્વિન્ટલદીઠ ભાવમાં રૂા. ૫૧૫નો વધારો કર્યો છે. નાઈજર સિડના ક્વિન્ટલદીઠ ભાવ રૂા. ૧૦,૦૫૨ જાહેર કર્યા છે.
સોયાબિનના ક્વિન્ટલદીઠ ભાવમાં રૂા.૩૮૦નો વધારો કરીને લઘુતમ ટેકાના ભાવ રૂા. ૫૭૦૮નો જાહેર કર્યો છે. આ જ રીતે મગફળીના ટેકાના ભાવ રૂા. ૨૫૪ વધારીને રૂા. ૭૫૧૭ જાહર કર્યા છે.
કઠોળમાં તુવેરદાળના ક્વિન્ટલદીઠ ભાવમાં રૂા. ૪૫૦નો વધારો જાહેર કરીને રૂા. ૮૪૫૦ કર્યા છે.
બીજીતરફ અડદના લઘુતમ ટેકાના ભાવ રૂા. ૪૦૦ વધારીને ક્વિન્ટલદીઠ રૂા. ૮૨૦૦ કર્યા છે. બીજીતરફ માગના ભાવમાં ક્વિન્ટલે નજીવો રૂા. ૧૨નો વધારો કરવામાં આવ્યા છે. મગના નવા લઘુતમ ટેકાના ભાવ રૂા. ૮૭૮૦ જાહેર કરવામાં આયા છે.
અનાજમાં હાઈબ્રિડ જુવારના ક્વિન્ટલરદીઠ ભાવ રૂા. ૩૨૪નો વધારો કરીને લઘુતમ ટેકાના ક્વિન્ટલદીઠ ભાવ રૂા. ૪૦૨૩ના નક્કી કરવામાં આવ્યા છે. તેમ જ માલદાંડીના લઘુતમ ટેકાના ભાવ રૂા. ૪૦૭૩ જાહેર કરવામાં આવ્યા છે.
બાજરાના લઘુતમ ટેકાના ભાવ રૂા. ૧૨૫નો વધારો કરીને ક્વિન્ટલદીઠ રૂા. ૨૯૦૦ કરવામાં આવ્યો છે.
આ જ રીતે રાગાનો ક્વિન્ટલદીઠ લઘુતમ ટેકાનો ભાવ રૂા. ૫૨૦૫ જાહેર કરવામાં આવ્યો છે. તેમાંગ રૂા. ૩૧૯નો વધારો કરવામાં આવ્યો છે. લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવામાં ખેડૂતોને આ વરસે રૂા. ૨.૬૦ લાખ કરોડની ચૂકવણી કરવામાં આવશે. સરકાર વરસે દહાડે ૮૨૪.૪૧ લાખ ટન અનાજની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરશે.










