
Madhya Pradesh Congress Controversy : મધ્યપ્રદેશમાં પાંચ વર્ષ પહેલા થયેલા વિવાદ મામલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા કમલનાથ અને દિગ્વિજય સામસામે આવી ગયા છે. વાસ્તવમાં આજથી પાંચ વર્ષ પહેલા રાજ્યમાં કોંગ્રેસની કમલનાથ સરકાર પડી ગઈ હતી, જેનું મુખ્ય કારણ જ્યોતિરાદિત્ય સિંધિયા હતું. તે વખતે સિંધિયા સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા, જેના કારણે સરકાર પડી ભાંગી હતી. હાલ રાજ્યમાં મોહન યાદવની સરકાર છે. રાજ્યમાં પાંચ વર્ષ પહેલા સત્તા ગુમાવવા મામલે કમલનાથ-દિગ્વિજય વચ્ચે હાલ જે વાંધા પડ્યા છે, તેનું કારણ પણ સિંધિયા જ છે.










