![]()
અમદાવાદ,ગુરુવાર,27
નવેમ્બર,2025
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦નુ અમદાવાદ યજમાન છે. કોમન વેલ્થ
ગેમ્સના આરંભ પહેલા જ શહેરમાં ૧૧ આધુનિક સ્પોર્ટસ
કોમ્પલેકસ અને ૨૭ પ્લે ગ્રાઉન્ડ વિવિધ વિસ્તારમાં તૈયાર થઈ જશે.રુપિયા ત્રણ હજાર કરોડનો ખર્ચ
અંદાજવામા આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવાની હોવાથી આ ખર્ચ
પણ આગામી સમયમાં વધી શકે છે. થલતેજ,ગોતા અને
જોધપુર ઉપરાંત ચાંદખેડા વોર્ડમાં રીક્રીએશન સેન્ટર ટેનિસ,સ્વીમીંગ તથા
જીમ્નેશિયમની સુવિધા સાથે સજજ કરાશે.
અમદાવાદના વિવિધ વોર્ડમાં હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
સંચાલિત ૪૭ જીમ્નેશિયમ છ સ્કેટીંગ રીંક, પાંચ સ્પોર્ટસ સેન્ટર,
સાત ટેનિસ કોર્ટ,પાંચ
રીક્રીએશન સેન્ટર આવેલા છે.સ્ટેન્ડિંગ
કમિટીની બેઠક પછી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,નારણપુરા
ખાતે સ્પોર્ટસ કોમ્પલેકસ કાર્યરત થઈ ગયુ છે. પૂર્વ અમદાવાદમાં ૪૦ કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ આકાર લઈ રહયુ
છે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના મોટેરા સહિતના અલગ અલગ વિસ્તારમાં ૧૧ જેટલા
સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા આયોજન કરાશે. શહેરના યુવાનો રમતગમત ક્ષેત્રે વધુ આગળ
વધી શકે એ માટે જુદા જુદા વોર્ડ વિસ્તારમા ૨૭ પ્લે ગ્રાઉન્ડ બનાવવા આયોજન કરાયુ
છે.સિમ્સ રેલવે ઓવરબ્રિજ તથા રાણીપ અંડરબ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલ તૈયાર કરાયા છે.
અમદાવાદમાં ઝોન મુજબ કેટલા સ્પોર્ટસ કોમ્પલેકસ
ઝોન સંખ્યા ખર્ચ(કરોડમાં)
પૂર્વ ૦૧ ૪૦.૫૪
ઉ.પ. ૦૨ ૪૩.૧૨
મધ્ય ૦૧ ૧૦.૦૦
પશ્ચિમ ૦૪ ૮૮૩.૭૫
દ.પ. ૦૧ ૪૨.૦૩
દક્ષિણ ૦૧ ૪૧.૫૦
ઉત્તર ૦૧ ૪૫.૩૫
આઠ જિમ્નેશિયમ નવા બનાવાયા
શહેરના જોધપુર ,નારણપુરા,રખિયાલ ઉપરાંત
વેજલપુર,વટવા-લાંભા,વટવા ઉપરાંત
સાબરમતી અને રાણીપ વોર્ડ એમ કુલ મળીને આઠ જિમ્નેશિયમ કોર્પોરેશને નવા બનાવ્યા છે.આ અગાઉ જુદા જુદા
વોર્ડમાં ૩૯ જિમ્નેશિયમ બનાવાયા હતા.
છ વોર્ડમાં સ્કેટીંગ રીંક ઉપલબ્ધ
શહેરના વાસણા,પાલડી
ઉપરાંત ઈસનપુર,રાયપુર
તથા રાણીપ અને નિકોલ વોર્ડમાં સ્કેટીંગ રીંક ઉપલબ્ધ છે.
સાત ટેનિસ કોર્ટ તૈયાર કરાઈ
શહેરના ચાંદખેડા,
ચાંદલોડીયા,લાંભા
તેમજ પાલડી,નિકોલ
તથા રામોલ અને મેમનગર વિસ્તારમાં ટેનિસ કોર્ટ તૈયાર કરાઈ છે.
ઝોનમુજબ કયાં-કેટલાં પ્લે ગ્રાઉન્ડ
ઝોન સંખ્યા ખર્ચ(લાખમાં)
પૂર્વ ૦૫ ૪૮૭.૪૫
ઉ.પ. ૦૩ ૩૮.૦૦
પશ્ચિમ ૦૭ ૫૯૧.૫૭
દ.પ. ૦૩ ૧૬૩.૦૦
દક્ષિણ ૦૨ ૩૮૫.૦૦
ઉત્તર ૦૭ ૧૨૫૬.૦૦










