gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બેન્કોમાં છેતરપિંડીના કેસો ઘટયા પણ છેતરપિંડીની રકમમાં ત્રણ ગણો વધારો

– બેન્ક છેતરપિંડીના કુલ કેસો પૈકી 14233 (59.4 ટકા) કેસો  ખાનગી બેન્કોમાં  જ્યારે સરકારી બેંકોમાં આ કેસોની સંખ્યા 6935 (29 ટકા) હતી

– નાણાકીય વર્ષ 2024-25માં ડિજિટલ પેમેન્ટ કેટેગરીમાં છેતરપિંડીના 13516 કેસો : જેમાં કુલ રૂ.520 કરોડની છેતરપિંડી

– 2024-25માં બેન્કોમાં છેતરપિંડીની કુલ રકમ 2023-24 કરતા ત્રણ ગણી વધારે

RBI REPORT NEWS : દેશમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બેંક છેતરપિંડીના કેસોમાં ભલે ઘટાડો થયો હોય પણ તેની રકમમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. આરબીઆઇએ ગુરૂવારે જારી કરેલા પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બેંક છેતરપિંડીના કેસોમાં ઘટાડો થયો છે. જો કે તેમાં સામેલ રકમ ત્રણ ગણી વધી ગઇ છે. 

આરબીઆઇના રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં   છેતરપિંડીના કેસો વધારે કેસ નોંધવામાં આવ્યા હતાં. જો કે છેતરપિંડીની રકમ સરકારી બેંકોમાં વધારે હતી. છેતરપિંડીની ૭૧ ટકા રકમ સરકારી બેંકો સાથે સંકળાયેલી હતી. 

લોન છેતરપિંડીની રકમ 230 ટકા વધીને 33148 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આવા કેસોની સંખ્યા બમણી થઇને 7950 થઇ ગઇ છે. બીજી તરફ કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીની રકમ 63 ટકા ઘટીને 520 કરોડ રૂપિયા થઇ છે. કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીના કેસોની સંખ્યા 50 ટકા ઘટી 13516 થઇ ગઇ છે. આરબીઆઇના નાણાકીય વર્ષ 2025ના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2024-25માં બેંકોમાં છેતરપિંડીના  કુલ 23953 કેસો સામે આવી હતાં. જે નાણાકીય વર્ષ 2024થી 34 ટકા ઓછા છે. જો કે નાણાકીય વર્ષ 2025માં છેતરપિંડીમાં સામેલ રકમ વધીને 36014કરોડ રૂપિયા થઇ છે. આ રકમ લગભગ ત્રણ ગણી વધારે છે. 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24ની સરખામણીમાં 2024-25 દરમિયાન રિપોર્ટ કરવામાં આવેલ કુલ છેતરપિંડીમાં સામેલ રકમમાં વૃદ્ધિ જોવા મળી છે. આ વૃદ્ધિનું મૂળ કારણ ગત નાણાકીય વર્ષ દરમિયાન રિપોર્ટ કરવામાં આવેલ 18647 કરોડ રૂપિયાની રકમના 122 કેસોને ફરીથી છેતરપિંડીના રૂપમાં વર્ગીકરણ કરવાનું છે. આ પગલું 27 માર્ચ, 2023ના રોજ આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણયના પાલનને સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે. આ કેસોની ફરી તપાસ કરવામાં આવી અને ચાલુ નાણાકીય વર્ષમાં તેમને નવેસરથી રિપોર્ટ કરવામાં આવ્યા છે. 

નાણાકીય વર્ષ 2025માં પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં છેતરપિંડીના સૌથી વધારે 14233 કેસો નોંધવામાં આવ્યા હતાં. 

જે બેકિંગ સેક્ટરના તમામ કેસોના 59.4 ટકા થાય છે. સરકારી બેંકોમાં 6953 કેસો નોંધવામાં આવ્યા પણ તેમાં સામેલ રકમ 25667 કરોડ રૂપિયા હતી. જે છેતરપિંડીની કુલ રકમના 71.4 ટકા થાય છે. પ્રાઇવેટ સેક્ટરની બેકોમાં થયેલી છેતરપિંડીમાં સામેલ રકમ 10088 કરોડ રૂપિયા હતી.

આરબીઆઇ ફાટેલી નોટોનો ઉપયોગ પાર્ટિકલ બોર્ડ બનાવવામાં કરશે

મુંબઇ : ચલણી નોટોના નિકાલને પર્યાવરણ અનુકુળ બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાર્ટિકલ બોર્ડ બનાવવા માટે ફાટી ગયેલા નોટોનો ઉપયોગ કરશે. તેણે બોર્ડ નિર્માતાઓને પેનલમાં સામેલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે  તેમ ગુરૂવારે જારી કરાયેલા આરબીઆઇના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પોતાના રિપોર્ટમાં આરબીઆઇએ જણાવ્યું છે કે ભારતમાં પ્રતિવર્ષ ઉત્પાદિત બેંકનોટ બ્રિકેટ્સ કે કોમ્પ્રેસ્ડ કાગળના બ્લોકનું પ્રમાણ 15000 ટન છે તથા તેના નિકાલ માટે ગ્રીન વિકલ્પોની શોધ ચાલુ છે. પરંપરાગત રીતે મોટા ભાગની કેન્દ્રીય બેંક અને કરન્સી મેનેજમેન્ટના પ્રભારી   ફાટી ગયેલી નોટોનું નિકાલ બાળીને કરે છે જે પર્યાવરણને અનુકુળ નથી. રિપોર્ટમાં  જણાવવામાં આવ્યું છે કે આરબીઆઇએ  કેટલાક વૈકલ્પિક ઉકેલ શોધવા માટે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ સ્વાયત્ત એકમ, વૂડ સાયન્સ અને ટેકનોલોજી સંસ્થા દ્વારા એક સ્ટડી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટડીથી એ સ્થાપિત થયું છે કે કરન્સી બ્રિકેટ કણોથી નિર્મિત પાર્ટિકલ બોર્ડ તેની ટેકનિકલ જરૂરિયાતોને અનુરૂપ હશે.

આરબીઆઇ પાસે રૂ. 4.32 લાખ કરોડનું સોનું : ગયા વર્ષ કરતા મૂલ્યમાં 57.12 ટકાની વૃદ્ધિ

મુંબઇ : આરબીઆઇની સંપત્તિના રૂપમાં રાખવામાં આવેલ સોના (ગોલ્ડ ડિપોઝીટ સહિત)નું મૂલ્ય 31 માર્ચ, 2025 સુધી  57.12 ટકા વધી 431624.8 કરોડ રૂપિયા થઇ ગયું છે. તેનું મુખ્ય કારણ સોનાના પ્રમાણમાં 54.13 મેટ્રિક ટનનો વધારો અને તેના ભાવમાં થયેલો વધારો  છે. રિપોર્ટ અનુસાર 31 માર્ચ, 2025 સુધી કેન્દ્રીય બેંક પાસે કુલ સોનું 879.58 મેટ્રિક ટન હતું. જ્યારે 31  માર્ચ, 2024ના રોજ 822.10મેટ્રિક ટન સોનું હતું. જે ગત નાણાકીય વર્ષની સરખામણીમાં સોનાના પ્રમાણમાં 57.48 ટનની વૃદ્ધિ દર્શાવે છે. 31 માર્ચ, 2025ના રોજ  879.58 મેટ્રિક ટન સોનાના જથ્થા પૈકી ૩૧૧.૩૮ મેટ્રિક ટન સોનું ઇસ્યુ ડિપાર્ટમેન્ટની મિલકત તરીકે દર્શાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 31 માર્ચ, 2024 ના રોજ ઇસ્યુ ડિપાર્ટમેન્ટની મિલકત તરીકે દર્શાવવામાં આવેલ સોનાનું પ્રમાણ 308.03 મેટ્રિક ટન હતું. 31 માર્ચ, 2025 ના રોજ બાકી વધેલ 568.20 મેટ્રિક ટન સોનું બેકિંગ ડિપાર્ટમેન્ટની મિલકત તરીકે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે 31 માર્ચ, 2024 ના રોજ બાકી વધેલ 514.07 મેટ્રિક ટન સોનું બેકિંગ ડિપાર્ટમેન્ટની મિલકત તરીકે દર્શાવવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત | explosion in fire…

પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત | explosion in fire...

દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત | weather upd…

દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત | weather upd...

SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ | sebi bars actor a…

SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ | sebi bars actor a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા | delhi bomb bl…

દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા | delhi bomb bl…

5 months ago
સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

7 months ago
નડિયાદના મોટા કુંભનાથ, સલુણના અંબે માતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | Theft at Mota Kumbhanath…

નડિયાદના મોટા કુંભનાથ, સલુણના અંબે માતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | Theft at Mota Kumbhanath…

2 months ago
સુરેન્દ્રનગરમાં ફૂડ સેફ્ટી ઓફિસરે લીધેલા સુકુન ‘પ્રીમિયમ કાઉ ઘી’ના નમૂના ફેલ | Sample of Sukun ‘Prem…

સુરેન્દ્રનગરમાં ફૂડ સેફ્ટી ઓફિસરે લીધેલા સુકુન ‘પ્રીમિયમ કાઉ ઘી’ના નમૂના ફેલ | Sample of Sukun ‘Prem…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News