gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in Business
0 0
0
ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : શેરોમાં ફરી મોટી  ખાનાખરાબીના એંધાણ મળી રહ્યા હોય એમ આજે શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાયો હતો. અમેરિકા અને ભારત વચ્ચે હાલ તુરત ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબ વચ્ચે ભારત અને કેનેડા વચ્ચે ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ થવાના ડેવલપમેન્ટ અનને બીજી તરફ અમેરિકાએ રશીયાના ઓઈલની ખરીદી અટકાવવા ભારત સહિતના દેશોને આપેલી ચીમકી વચ્ચે હવે રશીયાએ ભારે ડિસ્કાઉન્ટમમાં ભારતને ઓઈલ વેચવા કરેલી ઓફર અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના ગત સપ્તાહના અંતે પતનને લઈ ઓઈલ આયાત મોંઘી બનવાના જોખમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરીએ  ડોલર મોટાપ્રમાણમાં વેચાયાના ડેવલપમેન્ટ વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં ધોવાણ થયું હતું. વૈશ્વિક બજારોમાં એક તરફ સોના-ચાંદીના ભાવો તૂટવા સાથે ક્રિપ્ટો માર્કેટમાં પણ કડાકો ચાલુ રહેતાં ફંડોનું ઈક્વિટી બજારો તરફ રોકાણ વધવાની અપેક્ષા આજે વૈશ્વિક બજારોમાં ભારત સિવાય એશીયા, યુરોપના બજારોમાં મજબૂતી જોવાઈ હતી.બીએસઈ સેન્સેક્સ ૩૩૧.૨૧ પોઈન્ટ ઘટીને ૮૪૯૦૦.૭૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૮.૬૫ પોઈન્ટ  ઘટીને ૨૫૯૫૯.૫૦ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૨૯ તૂટયો 

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ તેજીનો મોટો વેપાર હળવો કરવા માંડતાં કડાકો બોલાઈ ગયો હતો. સીજી પાવર રૂ.૨૭.૫૫ તૂટીને રૂ.૬૮૨.૪૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૫૨ તૂટીને રૂ.૪૪૪૩, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૭.૭૦  તૂટીને રૂ.૧૧૨૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૪૦૩.૮૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૨૩૫.૩૫ ઘટીને રૂ.૧૫,૦૧૦, પોલીકેબ રૂ..૧૦૩.૯૫ ઘટીને રૂ.૭૪૧૭, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૩૫.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૨૯.૩૪ પોઈન્ટ તૂટીને ૬૮૪૩૪.૬૭ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક વેચવાલી થઈ હતી. વોલ્ટાસ રૂ.૪૨.૦૫ તૂટીને રૂ.૧૩૫૪.૬૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૫૭૩.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૪૮૪.૩૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૭.૮૦ ઘટીને રૂ..૧૪૨૩.૨૦, ટાઈટન રૂ.૩૧.૦૫ ઘટીને રૂ.૩૮૭૩.૮૦  રહ્યા હતા.

મેટલ શેરોમાં ફંડો સતત વેચવાલ

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો સતત વેચવાલ રહ્યા હતા.  સેઈલ રૂ.૧.૭૦  ઘટીને રૂ.૧૩૨.૧૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨.૮૫ ઘટીને રૂ.૨૩૯૮.૭૫ રહ્યા હતા.  બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૦૮.૩૩ પોઈન્ટ તૂટીને ૩૩૨૦૩.૬૪ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોની એક્ઝિટ 

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોની આજે સતત વેચવાલી સાથે ઘણા શેરોમાં એક્ઝિટ થતી જોવાઈ હતી. કોપરાન રૂ.૪.૭૦ ઘટીને રૂ.૧૨૪.૧૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૦.૭૫ ઘટીને રૂ.૮૩૫, નારાયણ હ્યુદાલ્યા રૂ.૬૬ ઘટીને રૂ.૧૯૭૬.૬૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૯૩.૫૨ પોઈન્ટ ઘટીને ૪૪૨૦૨.૧૪ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં તેજી 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. આઈકેએસ રૂ.૮૮.૪૦ વધીને રૂ.૧૬૬૦, બીએલએસઈ રૂ.૭.૯૦ વધીને રૂ.૨૨૧.૯૫, ટેેક મહિન્દ્રા રૂ.૩૫.૫૦ વધીને રૂ.૧૪૯૬.૩૫, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૧૧.૫૫ વધીને રૂ.૫૦૮.૪૦, ઈમુદ્રા રૂ.૧૩.૮૦ વધીને રૂ.૬૨૩.૪૫, કેપીઆઈટી ટેકનોલોજજી રૂ.૨૪.૦૫ વધીને રૂ.૧૧૯૨.૮૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી

સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક  શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓની વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૪૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૦૮ અને ઘટનારની સંખ્યા ૩૦૩૫ રહી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૩.૫૪ લાખ કરોડ ઘટી

શેરોમાં આજે ફરી સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલી થતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૯.૬૮  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માઘ્યમિક સંવર્ગ , ભાવનગર.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માઘ્યમિક સંવર્ગ , ભાવનગર.

કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા; જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક | …

કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા; જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક | ...

મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…

મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી

VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી

1 year ago
કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર, કેરળ સરકાર થઈ ગુસ્સે | Karnatak…

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર, કેરળ સરકાર થઈ ગુસ્સે | Karnatak…

6 months ago
અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ રહ્યો હતો | After being duped of Rs 90…

અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ રહ્યો હતો | After being duped of Rs 90…

11 months ago

What to look out for as the Premier League returns

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News