![]()
વિશ્વના પંખીપ્રેમીઓ માટે આકર્ષણ, સૌરાષ્ટ્રની એકમાત્ર રામસર સાઈટ
૬.૦૪ ચો.કિ.મી.નો વિસ્તાર, દેશ-વિદેશના ૩૩૪ પ્રજાતિના પંખીઓનું સમુદ્રના ખારા,વરસાદી મીઠાં જળનંા અનોખું રહેઠાણ
રાજકોટ: સૌરાષ્ટ્રનું પ્રકૃતિ અને પંખી માટે સમગ્ર વિશ્વના પંખીવિદ્દો અને પંખીપ્રેમીઓ માટે આકર્ષણરૂપ રહેલું અને વિશ્વમાં જ્વલ્લે જ જોવા મળે તેવું સમુદ્રના ખારા પાણીના અને નદી-તળાવના મીઠાં પાણીના અનોખા સંગમનું રાજકોટથી ૮૧ કિ.મી. અને જામનગરથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલું ખીજડીયા પંખી અભ્યારણ્ય આજે મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયું છે.
આ અંગે અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં આ એક માત્ર ‘રામસર સાઈટ ‘ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત પંખી અભ્યારણ્ય છે, ગુજરાતમાં આ ઉપરાંત થોર, વડોદરા પાસે વઢવાણા, નલ સરોવર રામસર સાઈટ આવેલ છે જેમા ખીજડીયા બાયોડાયવર્સિટી અને ઈકો સીસ્ટમ દ્રષ્ટિએ અનોખું છે. જેની વોકવેની એકબાજુ સમુદ્રના ખારાપાણીના અને બીજી બાજુ મીઠા પાણીના પંખીઓ ઉત્તર ગોળાર્ધના સાઈબીરીયા,રશિયા,યુરોપ સહિત વિદેશમાંથી આવે છે.
કૂલ ૬.૦૫ ચોરસકિલોમીટરનો એરિયા ધરાવતા આ પંખી અભ્યારણ્યમાં પાર્ટી-૧માં ૭ કિલોમીટર સુધી ચાલીને અને પાર્ટ-૨માં પાંચ કિ.મી.સુધી પંખીદર્શન થઈ શકે છે. રાજકોટ-જામનગર હાઈવેથી ૨ કિ.મી.ના અંતરે આવેલ આ સાઈટની મુલાકાત માટેનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્તનો હોય છે. ૩૩૪થી વધુ પ્રજાતિના હજારો દેશી-વિદેશી પંખીઓ અહીં દર શિયાળામાં આવે છે અને હાલ આગમન શરુ થઈ ગયું છે અને અહીં માળા બાંધી પ્રજોત્પતિ કરે છે.










