gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rural TV Broadcastiong50th Anniversary : વિક્રમ સારાભાઇ ગાંધીજીના ‘ગો બેક ટુ વિલેજ’ વિચારને અમલમાં મૂકવા માટે પ્રયત્નશીલ હતા. વિજ્ઞાાનની માહિતી અંતરિયાળ ગામડાં સુધી પહોંચે તેવું તેમનું સપનું હતું. ડૉ. વિક્રમ સારાભાઇ અંતરિક્ષ વિજ્ઞાાનના ભીષ્મપિતા ગણાય છે અને તેઓએ સેટેલાઇટના માધ્યમથી ટીવી પ્રસારણ શરૂ કરવાનો વિચાર  કર્યો હતો. તેમનું ગામડાનાં છેવાડાના લોકો સુધી વિવિધ કાર્યક્રમ દ્વારા જાગૃત કરવાનું સ્વપ્ન હતું. આ સપનાંને સાકાર કરતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય ગુજરાતના અમદાવાદના જોધપુર ટેકરા પરના ઇસરો સેન્ટર પરથી 1 ઓગસ્ટ 1975ના રોજ સાઇટ પ્રોજેક્ટ (સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ) તથા પ્રથમ ગ્રામલક્ષી ટી.વી. પ્રસારણનો પ્રારંભ ખેડા જિલ્લાના પીજ ગામ ખાતે શરૂ થયો હતો.  

ગુજરાતમાં ટેલિવિઝનમાં પહેલા મેકઅપ આર્ટિસ્ટ રહી ચૂકેલા તુષાર તપોધન જણાવે છે કે, 31 મે 1975માં મને ઇસરોમાં જોબ મળી હતી અને ત્રણ મહિના પછી અમેરિકાની નાસા સંસ્થા સાથે પ્રાયોગિક ધોરણે સમજૂતી કરાર પછી નાસાના એટીએસ-6 ની એક વર્ષ માટે સેવાઓ લેવામાં આવી હતી, અને સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગ સેવાની શરૂઆત થઇ હતી. આ સમયે હું ગુજરાતમાં ટેલિવિઝનમાં પહેલો મેકઅપ આર્ટિસ્ટ બન્યો હતો. મારું કામ મેકઅપ આર્ટિસ્ટનું હતું પણ સાથે ગામડામાં જઇને તેઓની બોલી, રહેણીકરણી, ખોરાક, પરંપરાઓનો અભ્યાસ કરીને તેના પર કાર્યક્રમ બનાવતા હતા. અલગ-અલગ ટીમ પોતાનું બેસ્ટ કામ આપીને સારા કાર્યક્રમ કરતા અને લોકો ટીવી પ્રસારણ જોવા માટે પડાપડી પણ કરતા હતા. ‘વાત અમારી’ કાર્યક્રમ થકી ધીરેન અવાશીયા પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે ઈસરોમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓએ નિર્માતા તરીકે સેવા આપી હતી. 
ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય 2 - image

સેટેલાઇટ પ્રસારણનો એક વર્ષનો કરાર પૂરો થયા પછી પીજનું ટ્રાન્સમીટર ચાલું રહ્યું હતું. પીજના કાર્યક્રમોમાં ગામની માટીની આગવી સુગંધ છુપાયેલી હતી. આ સાઇટ પ્રયોગના એક ભાગરૂપે ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ તરીકે ઓળખાતો હતો, જે 1975થી 1989 સુધી કાર્યરત રહ્યો હતો. સાઇટ પ્રોજેક્ટ દેશના શૈક્ષણિક પ્રસારણ માટે પાયાનો પ્રશ્ર બની ગયો તેને જ કારણે બાળકોના શૈક્ષણિક કાર્યક્રમોના નિર્માણ અને પ્રસારણ માટે સીઆઇટી અને એરાઆઇટીની સ્થાપના થઇ હતી.

સમાચાર પછી આજના કાર્ટૂનની શરૂઆત થઇ 

ટેલિવિઝન પર સમાચારની પ્રસ્તુતિ પછી આજના કાર્ટૂનની શરૂઆત કરી હતી. સામાજિક જાગૃતિ માટેના કાર્ટૂનની શરૂઆતથી લોકો સુધી મેસેજ પહોંચાડી શકાતો હતો. કાર્ટૂનમાં મતદાન જાગૃતિ, પાણી બચાવો સહિતના વિવિધ ટોપિક પર કાર્ટૂન બનાવવીને તેને દર્શાવવામાં આવતું હતું.

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત

પ્રસારણમાં ફિલ્ડ પ્રોગ્રામ પર વધારે ભાર અપાતો 

પીજ ખાતે શરૂ થયેલા ટીવી પ્રસારણ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાંના લોકો માહિતી થકી જાગૃત કરવાનો ઉદ્દેશ્ય હતો. ખાસ કરીને ખેતી, આરોગ્ય, શિક્ષણ વિકાસને લગતા કાર્યક્રમ તથા વિવિધ પ્રકારની ઉપયોગી માહિતી ગ્રામપ્રજા સુધી પહોંચાડતા હતા. અમારી ટીમ ખાસ ફિલ્ડ વર્ક કરતી હતી, જેમાં એક્સપર્ટની જરૂર હોય તો તેને પણ સાથે રાખતા હતા જેથી ઊંડાણપૂર્વકનું જ્ઞાાન જાણી શકાતું હતું. મેં 18 વર્ષ સુધી પીજ કેન્દ્રમાં ઇન્ચાર્જ હેડ તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમ થકી વધારે લોકો જોડાય અને પ્રશ્રોનું નિરાકરણ થાય તે મુખ્ય કામગીરી હતી. – ભૂપેન્દ્રસિંઘ ભાટીયા, પૂર્વ ડાયરેક્ટર, ડેકૂ

સાઇટ પ્રોજેક્ટ ભારતના સફળ સ્પેસ ટેકનોલોજીનું પ્રથમ પગથિયું 

ડૉ. વિક્રમ સારાભાઇના સપનાને સાકાર કરવા વૈજ્ઞાાનિક શોધોનો લાભ પ્રજાલક્ષી બની રહે છે. તેના મહાઅભિયાનમાં ઇસરો, ડેકૂ સતત પ્રયત્નશીલ છે. સાઇટ પ્રોજેક્ટ ભારતના સફળ સ્પેસ ટેકનોલોજીનું પ્રથમ પગથિયું ગણી શકાય. ગુજરાતમાં ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટે ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં માઇલસ્ટોન સમાન છે. ઇસરોના વૈજ્ઞાાનિક પ્રો.ઇ.વી.ચિટનીસ, પ્રો.યશપાલ, કિરણ કર્ણિક, પ્રો.એમ.જી.કે. મેનન, પ્રો.એસ.ધવન, યુ.આર.રાવ, ડૉ.કસ્તુરીરંગન, માધવન નાયર સહિતના ઘણાં વૈજ્ઞાાનિકોએ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. 

ટાવર પીજમાં હતું પણ પ્રસારણ ઇસરોથી થતું 

ગામડાના લોકોને ખેતી, આરોગ્ય, કુટુંબ કલ્યાણ, શિક્ષણ વિકાસને લગતા કાર્યક્રમો તથા વિવિધ પ્રકારની ઉપયોગી માહિતી પહોંચાડવા માંગતા હતા. ઉચ્ચ પ્રકારના સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગના માધ્યમથી મોટા શહેરમાં હાઇપાવર અને નાના શહેરમાં લૉ-પાવર ટ્રાન્સમીટર મૂકવાની યોજના બનાવી હતી. દેશના ખૂણેખૂણે  સેટેલાઇટ દ્વારા પ્રસારણ કરી શકાય અને ગ્રામીણ લોકોમાં ટીવીના કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. પીજ ગામમાં ટીવી પ્રસારણનું સૌથી મોટું પ્રસારણ કેન્દ્ર હતું. ટીવી પ્રસારણનું ટાવર પીજ ગામે હતું પણ પ્રસારણ ઇસરોના સ્ટુડિયોથી થતું હતું. 

ડૉ. વિક્રમ સારાભાઇના સપનાને વૈજ્ઞાનિકોએ પૂરું કરી બતાવ્યું હતું 

1970-71ના વર્ષમાં વિક્રમ સારાભાઇએ આપણા દેશના ગામડાંમાં લોકોના ઉત્થાન માટે આપણે સેટેલાઇટ બનાવવો જોઇએ અને તેના ઉપયોગથી લોકોને માહિતગાર કરવાનું સ્વપ્ન સેવું હતું. આ સમયે નાસા સાથે મળીને ભારત દેશે સેટેલાઇટને આગળ લાવવા માટે નાસાના ‘એટીએસ-6’ (એપ્લિકેશન ટેકનોલોજી સેટેલાઇટ)ની મદદથી અમદાવાદના જોધપુર ટેકરા પરના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો) પરથી 1 ઓગસ્ટ 1975ના રોજ સાઇટ પ્રોજેક્ટ (સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ) તથા પ્રથમ ગ્રામલક્ષી પીજ ટી.વી.પ્રસારણનો પ્રારંભ થયો હતો. આ પ્રસારણ તે સમયે બ્લેક એન્ડ વ્હાઇટમાં થતું હતું. 50 વર્ષ પહેલાં સમગ્ર દેશમાંથી 2400 ગામડાઓ અને પંચાયત ઓફિસ ખાતે ટીવી પહોંચાવડામાં આવ્યા હતા તે લોકો ટીવીનું પ્રસારણ જોતા હતા. – નિલેશ દેસાઇ, ડાયરેક્ટર, સેક-ઇસરો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…
GUJARAT

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…

April 2, 2026
ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…
GUJARAT

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

April 2, 2026
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
GUJARAT

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

April 1, 2026
Next Post
કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે આપ્યો જવાબ | America …

કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે આપ્યો જવાબ | America ...

વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ | BJP MLA …

વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો લેટર બોમ્બ! રાજ્ય સરકાર પાસે જાણો શું કરી દીધી માગ | BJP MLA ...

સુરત શિક્ષક આપઘાત કેસ: પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી | Surat teacher self destruct…

સુરત શિક્ષક આપઘાત કેસ: પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી | Surat teacher self destruct...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી | rss leader bhaiyaj…

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી | rss leader bhaiyaj…

1 year ago
બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891 | Gaps in ba…

બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891 | Gaps in ba…

8 months ago
વિઝાના રૃપિયા પરત માંગવા દસ શખ્સોએ ઓફિસમાં ઘૂસી ધમકી આપી | Ten men entered the office and threatened…

વિઝાના રૃપિયા પરત માંગવા દસ શખ્સોએ ઓફિસમાં ઘૂસી ધમકી આપી | Ten men entered the office and threatened…

5 months ago
૧૦ લાખના યુએસડીટી ટ્રાન્સફર લઇને નાણાં નહી આપી છેતરપિંડીની ફરિયાદ | ahmedabad police reported USDT f…

૧૦ લાખના યુએસડીટી ટ્રાન્સફર લઇને નાણાં નહી આપી છેતરપિંડીની ફરિયાદ | ahmedabad police reported USDT f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News