gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Land Policy Update: રાજ્યના ખેડૂતો અને જમીન ધારકો માટે ગુજરાત સરકારે એક ખુબ જ રાહતજનક અને મહત્વનો નિર્ણય લીધો છે. જમીનના આંતરિક વ્યવહારો, વારસાઈ અને હક્ક કમીની પ્રક્રિયામાં અત્યાર સુધી લાગતી જંત્રી આધારિત મોટી સ્ટેમ્પ ડ્યુટીને બદલે હવે માત્ર રૂપિયા 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કિસાન સંઘો અને સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ આ મોટી છૂટછાટ જાહેર કરવામાં આવી છે.

શું ફેરફાર કરવામાં આવ્યા? 

સરકારના આ નવા સુધારા મુજબ હવે નીચે મુજબના કિસ્સાઓમાં જંત્રીના બદલે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લાગશે.

હક્ક કમીની પ્રક્રિયા: સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ એક કે વધુ વારસદારોની તરફેણમાં હક્ક જતો (હક્ક કમી) કરવામાં આવે, ત્યારે પ્રત્યેક લેખ પર માત્ર ₹300 ડ્યુટી લાગશે.

સીધી લીટીના વારસદારો: જો મૂળ ખાતેદારના સીધી લીટીના વારસદારો (પુત્ર, પુત્રી વગેરે) હયાત હોય અને તેમના નામ દાખલ કરવાના હોય, તો તે માટે પણ આ રાહત મળશે.

આડી લીટીના વારસદારો: જો સીધી લીટીના કોઈ વારસદારો હયાત ન હોય, તો તેવા કિસ્સામાં આડી લીટીના વારસદારો ( ભાઈ-બહેન કે તેમના સંતાનો )ના નામ દાખલ કરવા માટે પણ ₹300ની ટોકન ડ્યુટી જ ભરવાની રહેશે.

વારસાઈ વહેંચણી: સમયક્રમ મુજબ થયેલી વારસાઈ નોંધ બાદ, સંયુક્ત ખાતેદારો વચ્ચે થતી જમીન વહેંચણીના પ્રત્યેક લેખ પર હવે મોટો આર્થિક બોજ નહીં પડે.

આ નિર્ણયથી શું ફાયદો થશે?

સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો થવાથી ખેતીની જમીનના કૌટુંબિક વ્યવહારો દસ્તાવેજી બનશે, જેનાથી ભવિષ્યના વિવાદો અને કોર્ટ કેસોમાં મોટો ઘટાડો જોવા મળશે. ખેડૂતોને જંત્રી મુજબ લાખોની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ મળશે. સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાને કારણે અત્યાર સુધી ઘણા વ્યવહારો કાચા કાગળ પર કે બિનદસ્તાવેજી રહેતા હતા, જે હવે કાયદેસર રીતે નોંધણી પામશે. અને પરિવારના સભ્યો વચ્ચે મિલકતની વહેંચણી સરળ બનતા કૌટુંબિક ઝઘડા અને લાંબા ચાલતા કોર્ટ કેસોનું પ્રમાણ ઘટશે.

આ પણ વાંચો: RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો

રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવાની સાથે જમીન મહેસૂલ પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવશે. હવે વારસાઈ અને હક્ક કમી જેવા કામો માટે ખેડૂતોએ મોટી રકમ ખર્ચવાની જરૂર રહેશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
Next Post
VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત...

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja...

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

1 day ago
‘ભારતીય હેરાન થાય છે…’, US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ | H 1B…

‘ભારતીય હેરાન થાય છે…’, US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ | H 1B…

3 months ago
યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

8 months ago
રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ | complaint file…

રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ | complaint file…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News