![]()
Vadodara Theft Case : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં એક મકાનમાંથી ચોરો ગણતરીની મિનિટોમાં 10 તોલા જેટલા દાગીના અને રોકડ ચોરી ગયા હતા.
સુભાનપુરા ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટ પાસે ઓમ નગર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા અધિકારી પ્રેરકભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, તા 31 રાત્રે 9 વાગે હું મારી પત્ની અને મારી પુત્રી ગણપતિ જોવા માટે નીકળ્યા હતા. આ વખતે ઘરમાં મારા માતા-પિતા હાજર હોવાથી અમે બહારથી તાળું મારીને ગયા હતા.
રાત્રે 12:15 વાગે અમે પરત ફર્યા ત્યારે ઉપરના માળે બેડરૂમના ડ્રોવરમાંથી સોનાના દાગીના વાળું પાઉચ ગુમ જણાયું હતું. તપાસ કરતા કોઈ ચોર ગેલેરીના દરવાજાને ધક્કો મારીને બેડરૂમમાં ઘૂસી ચોરી કરી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. આ પર્સની અંદર સોના અને ડાયમંડના અંદાજે દસ્તોલા જેટલા દાગીના તેમજ રોકડ રકમ 12000 જે મૂકેલી હતી.
ગોરવા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવવામાં કોઈ જાણ ભેદુનો હાથ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.










