gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી, લાઈમ-લાઈટમાં આવવા કૃત્ય કર્યાની કબૂલાત …

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી, લાઈમ-લાઈટમાં આવવા કૃત્ય કર્યાની કબૂલાત …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Girnar Gorakhnath Murti Vandalism: જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાના અત્યંત સંવેદનશીલ કેસનો જૂનાગઢ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મંદિરના પગારદાર પૂજારી અને એક દુકાનદાર-ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ મંદિર અને પોતાને ‘લાઈમ-લાઈટ’માં લાવવા અને ભાવિકોની સંખ્યા વધારવા માટે આ કૃત્ય કર્યાની કબૂલાત કરી છે.

FSL રિપોર્ટ બન્યો મહત્ત્વની કડી

સમગ્ર દેશમાં આ ઘટનાના પડઘા પડ્યા બાદ પોલીસે SOG, LCB સહિતની ટીમોને કામે લગાડી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. એસપી સુબોધ ઓડેદરાના જણાવ્યાનુસાર, FSLની તપાસ પોલીસ માટે મહત્ત્વની કડી બની હતી. મંદિરના કાચ તૂટેલા હતા, પરંતુ તૂટેલા કાચમાંથી અંદાજે 50 કિલો વજનની ગોરખનાથની મૂર્તિ બહાર નીકળી શકે તેટલી જગ્યા ન હતી. આ વિસંગતતા પરથી પોલીસને શંકા ગઈ હતી કે મૂર્તિને કાચ તોડીને નહીં, પણ તાળું ખોલીને બહાર કાઢીને ખીણમાં ફેંકી દેવામાં આવી છે.

આરોપીઓની કબૂલાત: લાઈમ-લાઈટ અને દાનની લાલચ

પોલીસે ગોરખનાથ મંદિર નજીક ફોટોગ્રાફર તરીકે કામ કરતા રમેશ હરગોવિંદ ભટ્ટ (રહે. મઘુરમ, જૂનાગઢ)ની પૂછપરછ કરી, જેણે શરૂઆતમાં ગલ્લાતલ્લાં કર્યા બાદ આખરે પોપટ બની ગયો હતો. પોલીસે તેના નિવેદન બાદ મંદિરના પગારદાર પૂજારી કિશોર શિવનંદાસ કુકરેજા (ઉ.વ. 42, મૂળ મુંબઈ)ની ધરપકડ કરી હતી.

એસપી ઓડેદરાએ જણાવ્યું કે, ‘પૂજારી કિશોર કુકરેજા છેલ્લા બે-અઢી વર્ષથી મંદિરમાં પગારદાર તરીકે સેવા આપતો હતો અને દાન-ધર્માદામાંથી કટકી પણ કરતો હતો. તેણે કબૂલ્યું કે, સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે લોકો આ મંદિર વિશે જાણે અને વધુ ભાવિકો આવે તો તેને આર્થિક ફાયદો થાય અને પોતે લાઈમ-લાઈટમાં આવે તે માટે તેણે કાવતરું રચ્યું હતું.’

આ પણ વાંચો: સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય

કાચ તોડી તાળું ખોલી મૂર્તિ ખીણમાં ફેંકી

દુકાનદાર રમેશ ભટ્ટે પોલીસને વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘4-10-2025ના રોજ સાંજે આરતી બાદ પૂજારી કિશોર કુકરેજા તેને મંદિર પાસે લઈ ગયો હતો. કિશોરે લોખંડની સ્ટિક વડે મંદિરના કાચમાં ઘા મારીને કાચ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ કિશોરે ચાવી વડે તાળું ખોલી અંદાજે 50 કિલો વજનની મૂર્તિને બહાર કાઢી હતી. કિશોરે મૂર્તિને નીચેના ભાગેથી અને પોતે માથાના ભાગેથી પકડીને દીવાલ સુધી લઈ જઈ નીચે ખીણમાં ફેંકી દીધી હતી. કિશોરે મને કહ્યું હતું કે, સવારે તે આવીને મૂર્તિ ચોરી થઈ હોવાનું જણાવે ત્યારે તે તદ્દન અજાણ હોવાનો ઢોંગ કરે.’

પૂજારી પોલીસની તપાસમાં સાથે રહેતો હતો

પોલીસને કિશોર કુકરેજા પર પહેલેથી જ શંકા હતી, પરંતુ કોઈ પુરાવા ન હોવાથી પોલીસે શાંતિ જાળવી રાખી હતી. પોલીસ અધિકારીઓ જ્યારે પણ તપાસમાં જતા, ત્યારે પૂજારી કિશોર કુકરેજા તેમની સાથે રહેતો હતો. પોલીસે સમયસર યોગ્ય કડીઓ મેળવીને સંવેદનશીલ કેસનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે હવે બંને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | bhavnagar …

ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | bhavnagar ...

નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો | weather forec…

નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો | weather forec...

રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત | Tragic Fire Erupts in Rajkot’s S…

રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત | Tragic Fire Erupts in Rajkot’s S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ | Two soldiers martyred while …

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ | Two soldiers martyred while …

12 months ago
જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’, અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો | sanjay singh cal…

જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’, અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો | sanjay singh cal…

8 months ago
સુરતમાં મીઠાઈની 11 દુકાનો પરથી ફુડ વિભાગે મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલ્યા | SMC Food De…

સુરતમાં મીઠાઈની 11 દુકાનો પરથી ફુડ વિભાગે મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલ્યા | SMC Food De…

12 months ago
રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News