gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Cabinet of Gujarat: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે નવનિયુક્ત મંત્રીમંડળમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન આપીને રાજ્યની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે.વડોદરાના અનુભવી નેતા મનીષા વકીલની સાથે જ જામનગર ઉત્તરના રીવાબા જાડેજા અને અમદાવાદના દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સમાવેશ કરીને અનુભવ અને યુવા ઊર્જાનું સંતુલન જાળવવામાં આવ્યું છે. આ ત્રણેય મહિલા નેતાઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રાદેશિક સંતુલન જાળવવામાં અને વિવિધ સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સત્તામાં આવેલા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ ઓછું હતું, જેમાં એકમાત્ર મહિલા મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાનો સમાવેશ થતો હતો. તેમને કેબિનેટ મંત્રી તરીકે સામાજિક ન્યાય અને મહિલા-બાળ વિકાસ જેવા અગત્યના ખાતાઓ સોંપાયા હતા.

મનીષા વકીલ: શિક્ષણ અને રાજકીય અનુભવનું સંમિશ્રણ

સ્થાન: વડોદરા શહેર (અનામત બેઠક)ના ધારાસભ્ય.

શિક્ષણ: એમ.એ. (M.A.), બી.એડ. (B.Ed.) (અંગ્રેજી સાહિત્ય) અને પીએચ.ડી. (Ph.D.) સુધીનો અભ્યાસ. રાજકારણમાં પ્રવેશતા પહેલા બ્રાઇટ ડે સ્કૂલમાં શિક્ષિકા અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી.

રાજકીય કારકિર્દી: તેઓ 2012, 2017 અને 2022માં સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. 2022ની ચૂંટણીમાં 1,30,705 મતોના મોટા માર્જિનથી જીત મેળવી.

મંત્રીપદ: 2021માં પ્રથમ વખત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા બાદ 2025ના નવા મંત્રીમંડળમાં ફરી સ્થાન મેળવ્યું છે.

રીવાબા જાડેજા: યુવા નેતા અને સામાજિક કાર્યકર

સ્થાન: જામનગર ઉત્તરના ધારાસભ્ય.

શિક્ષણ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક (BE). પિતા હરદેવ સિંહ સોલંકી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે.

સામાજિક યોગદાન: મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી ‘માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ’ નામનું NGO શરૂ કર્યું છે.

રાજકીય પ્રવેશ: વર્ષ 2019માં ભાજપમાં જોડાયા. અગાઉ કરણી સેનાના સભ્ય તરીકે ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બાદમાં કરણી સેનાની મહિલા વિંગના વડા બન્યા હતા.

અંગત જીવન: ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે 2016માં લગ્ન કર્યા છે અને તેમને એક પુત્રી છે.

આ પણ વાંચો: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા હર્ષ સંઘવી, 26 મંત્રીની શપથવિધિ શરૂ

દર્શના વાઘેલા: એક અનુભવી નેતા

સ્થાન: અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારના ધારાસભ્ય.

શિક્ષણ: બી.કોમ. (B.Com.) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે.

અનુભવ: રાજ્યની રાજનીતિમાં પ્રવેશતા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બે વખત (એક-એક વર્ષના કાર્યકાળ માટે) અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે.

મંત્રીપદ: 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2025ના મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવાથી અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાતની મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધવાનો મજબૂત સંદેશ મળ્યો છે, સાથે જ પ્રાદેશિક અને અનુભવી પ્રતિનિધિત્વનું સંતુલન જળવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક
GUJARAT

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

June 29, 2026
Next Post
દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન | IRCTC website and app do…

દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન | IRCTC website and app do...

‘તમારાથી કામ ન થતું હોય તો…’ વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશનર નારાજ | If You…

'તમારાથી કામ ન થતું હોય તો...' વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશનર નારાજ | If You...

‘હું મળું કે ના મળું… પરિવારને ન્યાય તો આપો…’ હરિઓમ વાલ્મિકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું…

'હું મળું કે ના મળું... પરિવારને ન્યાય તો આપો...' હરિઓમ વાલ્મિકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

2 months ago
બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર | banaskantha tharad hit a…

બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર | banaskantha tharad hit a…

10 months ago
જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી | JP Morgan also downgraded…

જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી | JP Morgan also downgraded…

2 months ago
યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા છતાં તેલ લોબીએ તેલમાં 40 વધારી દીધા | Despite the fall in groundnut prices…

યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા છતાં તેલ લોબીએ તેલમાં 40 વધારી દીધા | Despite the fall in groundnut prices…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News