gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કોંગ્રેસનું ‘રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવા…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કોંગ્રેસનું ‘રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Deodar Taluka Panchayat Election: બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં જ પક્ષપલટા અને તોડજોડની રાજનીતિથી બચવા માટે કોંગ્રેસે પોતાના સભ્યોને બચાવવા માટે ‘રિસોર્ટ પોલિટિક્સ’નો આશરો લીધો છે. 

પ્રમુખની ચૂંટણી પહેલાં સભ્યો સહેલગાહે

વાવ, થરાદ અને દિયોદર પંથકના સ્થાનિક રાજકારણમાં મસમોટી હલચલ જોવા મળી રહી છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી 25 તારીખે યોજાનારી ચૂંટણી પહેલાં જ ભારે રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. દિયોદર તાલુકા પંચાયતમાં પોતાની સત્તા અકબંધ રાખવા અને સભ્યો તૂટે નહીં તે આશયથી કોંગ્રેસ દ્વારા તમામ વિજેતા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડીને રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બહુમતી હોવા છતાં કોંગ્રેસને પક્ષપલટાનો ડર

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે મેદાન માર્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી(BJP)ના ફાળે 10 બેઠકો આવી છે. નિયમ મુજબ કોંગ્રેસ આસાનીથી પોતાની સત્તા બનાવી શકે તેમ છે, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. ભાજપની આ તોડજોડની રાજનીતિથી બચવા અને કોઈ ‘નવાજૂની’ ન થાય તે માટે કોંગ્રેસે પોતાના તમામ 12 સભ્યોને સરહદ પાર રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા છે.

જિલ્લા પંચાયતના સભ્યો પણ રવાના

કોંગ્રેસ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તાલુકા પંચાયતના 12 સભ્યોની સાથે-સાથે જિલ્લા પંચાયતના પણ 3 સભ્યોને સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે રાજસ્થાન ભેગા કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ સભ્યો હવે કોઈના સંપર્કમાં નથી અને તેઓ 25 તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના બરાબર સમયે જ સીધા મીટિંગમાં હાજર થશે. ભાજપના સ્થાનિક નેતાઓ પોતાની મજબૂતાઈના અને સત્તા મેળવવાના દાવા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની આ વ્યુહરચના કેટલી સફળ થાય છે તે 25 તારીખે જ ખબર પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
અમેરિકા સ્થાયી થયેલા NRI દંપતીના અખબારનગર સ્થિત મકાનમાંથી 21 લાખના સોનાના દાગીનાની ચોરી | ahmedabad …

અમેરિકા સ્થાયી થયેલા NRI દંપતીના અખબારનગર સ્થિત મકાનમાંથી 21 લાખના સોનાના દાગીનાની ચોરી | ahmedabad ...

ડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ, લગ્નની લાલચ આપી 79 હજારથી વધુ પડાવ્યા …

ડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ, લગ્નની લાલચ આપી 79 હજારથી વધુ પડાવ્યા ...

જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…

જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou…

AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou…

7 months ago
તારાપુર તાલુકાના જલ્લા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught from Jalla village of Tarapu…

તારાપુર તાલુકાના જલ્લા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught from Jalla village of Tarapu…

1 year ago
સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…

સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…

8 months ago
યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ | The war halted spice exports to …

યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ | The war halted spice exports to …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News