gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in Business
0 0
0
નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Revised Income Tax Bill 2025 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આજે (11 ઓગસ્ટ) ઈન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025 (Revised Income Tax Bill, 2025) રજૂ કર્યું છે. આ બિલ શુક્રવારે (7 ઓગસ્ટ) લોકસભામાં રજૂ કરાયું હતું, પરંતુ લોકસભા સ્થગિત થવાના કારણે તેમણે બિલ પરત ખેંચી લેવું પડ્યું હતું. 1961ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનું સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઈન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈન્કમટેક્સ કેમ પરત લેવાયું?

શુક્રવારે ઈન્કમટેક્સ બિલ પરત ખેંચી લેવાયું હતું, પછી કમિટીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે, ત્યારબાદ આજે ફરી સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, ‘હવે એવું કહી શકાય કે, ઈન્કમટેક્સ હવે સંપૂર્ણ નવું હશે, બિલ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તે જૂના બિલ કરતા તદ્દન અલગ હશે.’

ઈન્કમટેક્સ બિલમાં 285 સુધારા કરાયા

લોકસભા પસંદગી સમિતીની અધ્યક્ષતા કરનારા ભાજપ નેતા બૈજયંત પાંડાએ ‘ઈન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025’માં 285 સુધારા કરવાનું સૂચન આપ્યું હતું, જેને કેન્દ્ર સરકારે સ્વિકારી લીધું છે. ઈન્કમટેક્સના જૂના બિલમાં ઘણી મૂંઝવણો છે, જેના કારણે હવે તેને નવા ફેરફાર સાથે રજૂ કરવામાં આવ્યું છે.

ડિવિડંડ વિતરણની કલમમાં સુધારા

કમિટીએ 21 જુલાઈએ ઈન્કમટેક્સ બિલ અંગેના સૂચનો રજૂ કર્યા હતા. હવે આ સૂચનોને નવા બિલમાં જોડવામાં આવ્યા છે. કમિટીએ કંપનીઓ વચ્ચે ડિવિડંડનું વિતરણ કરવાને લગતી કલમ 80 (એમ) અંગે પણ કેટલા સુધારાઓ સૂચવ્યા છે. કંપનીઓ વચ્ચે ડિવિડંડની વહેંચણી થાય ત્યારે કલમ 115બીએએની જોગવાઈનો લાભ આપવામાં આવતો હતો. આ ડિવિડંડ પર સ્પેશિયલ રેટ લગાડવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ બિલમાં આ બાબતનો ઉલ્લેખ કરવાનો જ રહી ગયો હતો. સિલેક્ટ કમિટીએ આ બાબત પરત્વે ધ્યાન દોર્યું હતું. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટાભાગના સુધારાઓ સમાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારાઓમાં આવકવેરાના નિયમો કે કલમોનો ભંગ કરવા બદલ અગાઉના બિલમાં બહુ જ મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો. હવે આ દંડની રકમ ખાસ્સી ઓછી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ‘મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન…’, આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યુ

કરદાતાઓને રાહત, રિફંડ આપી દેવાનું સૂચન

કરદાતા ડયૂ ડેટ પછી તેનું રિટર્ન ફાઈલ કરે તો તેને રિફંડ આપવાની ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા ખરડામાં ના પાડી દેવામાં આવી હતી. આ રિફંડ આપી દેવાનું સૂચન સિલેક્ટ કમિટીએ જણાવ્યું છે. કરદાતાએ ફ્લેટ ખરીદ્યો હોય અને બાંકામ કામ ફાઈનલ ન થયુ હોય તો પહેલા લોન લઈને હપ્તા ભર્યા હોય તો તે રકમ વેરામાં બાદ આપવામાં આવતી નહોતી. હવે તે રકમ પણ બાદ આપવાની ભલામણ કરવામાં આવી છે. હા, તેને માટે જૂની સિસ્ટમ મુજબ રિટર્ન ફાઈલ કરવાનું આવશે. સૌ પ્રથમ તો કોઈ વ્યક્તિ ફ્લેટની ખરીદી કરવા માટે બેન્કમાંથી લોનનો ઉપાડ કરે છે. તે પ્રોપર્ટીનું બાંધકામ થાય તે પહેલા જ તેના પર વ્યાજ ચૂકવે છે. વ્યાજની આ રકમ કરદાતાને આવકમાંથી બાદ આપવામાં આવતી નથી. માત્ર પોતાની માલિકીની મિલકતમાં જ લોનના વ્યાજની ચૂકવણીની રકમ આવકમાંથી બાદ આપવામાં આવે છે. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટા સુધારામાંનો આ એક સુધારો છે. 

ભાડાંની મિલકતના માલિકો માટે પણ ખાસ સૂચન

મ્યુનિસિપાલટીના વેરાની કપાત કર્યા પછી આપવામાં આવતા 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, તેવો આગ્રહ સિલેક્ટ કમિટીએ રાખ્યો છે. આ લાભ ભાડાંની મિલકતના માલિકોને પણ આપવો જોઈએ. 

ચેરિટેબલ ટ્રસ્ટને માટે પણ કેટલાક સુધારા

કમિટીએ ચેરિટેબલ ટ્રસ્ટને માટે પણ કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટને નનામી ડોનેશન આવતું હતું તેના પર 30 ટકાના દરે ટેક્સ લેવાનું ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા સુધારા ખરડામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ સુધારો લાવવાને કારણે ટ્રસ્ટની તકલીફો વધી જવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. નાના નાના દાતાઓના નામ અને આધારકાર્ડ  કે પાનકાર્ડ મેળવવા કઠિન હોવાથી તે રકમના દાતાઓની વિગતો આપી શકાય તેમ ન હોવાની દલીલ આગળ કરવામાં આવી હતી. સિલેક્ટ કમિટીએ પણ આ જોગવાઈ ખાસ્સી તકલીફદાયક હોવાનો નિર્દેશ આપ્યો તેને પરિણામે આ જોગવાઈને પણ હળવી કરી દઈને રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : દિલ્હીના તમામ રખડતાં કૂતરાઓને પકડી શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…
Business

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

May 12, 2026
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…
Business

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

May 12, 2026
Next Post
‘મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન…’, આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યુ | Govt Re…

'મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન...', આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યુ | Govt Re...

જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિય…

જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિય...

દિલ્હીના તમામ રખડતાં કૂતરાઓને પકડી શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | supreme court orde…

દિલ્હીના તમામ રખડતાં કૂતરાઓને પકડી શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | supreme court orde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

7 months ago
બાવળાના ગાંગડમાં જુગાર રમતા ૧૫ શખ્સ ઝડપ્યા | 15 people caught gambling in Gangad Bavla

બાવળાના ગાંગડમાં જુગાર રમતા ૧૫ શખ્સ ઝડપ્યા | 15 people caught gambling in Gangad Bavla

8 months ago
ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

6 months ago
અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News