gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ‘સિઝેરિયન’ નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ‘સિઝેરિયન’ નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

C section delivery rates Gujarat: તબીબી ક્ષેત્રે સેવાભાવ મરી પરવાર્યો હોય અને નફાખોરી હાવી થઈ ગઈ હોય તેવા ચોંકાવનારા આંકડા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં સામે આવ્યા છે. રાજ્યમાં કુદરતી અને નોર્મલ ડિલિવરી કરાવવાને બદલે ઓપરેશન (સિઝેરિયન) કરીને બાળકોને જન્મ આપવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલોની સરખામણીમાં ખાનગી હોસ્પિટલો માટે પ્રસુતિ હવે જાણે તબીબી પ્રક્રિયા રહી નથી પરંતુ કમાણીનું માધ્યમ બન્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 29 ટકા સિઝેરિયન

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6ના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં સરેરાશ 29 ટકા બાળકો હવે સિઝેરિયન દ્વારા જન્મી રહ્યા છે. અગાઉના સર્વેમાં આ પ્રમાણ 21 ટકા હતું, જે દર્શાવે છે કે ટૂંકા ગાળામાં જ ઓપરેશનના કેસોમાં 8 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. આ આંકડા સાબિત કરે છે કે ગર્ભવતી મહિલાઓને નોર્મલ ડિલિવરી માટે પ્રોત્સાહિત કરવાને બદલે સીધી સર્જરી ટેબલ પર જ ધકેલી દેવામાં આવે છે. 

શહેરી વિસ્તારોની ચિંતાજનક સ્થિતિ

આ સર્વેક્ષણમાં શહેરી વિસ્તારોની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. શહેરોમાં સિઝેરિયનનું પ્રમાણ 40.6 ટકા સુધી પહોંચી ગયું છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 21.7 ટકા છે. શહેરોમાં વધતી ભાગદોડ અને તબીબોની ઉતાવળ અથવા વધુ આર્થિક લાભ મેળવવાની લાલચે આ પરિસ્થિતિ સર્જી છે.

આ પણ વાંચો: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું

ગામડાની ખાનગી હોસ્પિટલોમાં પણ દૂષણ

સર્વેના આંકડાઓએ ખાનગી હોસ્પિટલો સામે જાણે શંકાની આંગળી ચિંધી દીધી છે. શહેરોની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પ્રસુતિ માટે આવતી દર બે મહિલાઓમાંથી એક મહિલા એટલે કે 49.4 ટકા બાળકો સિઝેરિયનથી જન્મે છે. ગામડાની ખાનગી હોસ્પિટલોમાં પણ આ દૂષણ ફેલાઈ ચૂક્યું છે, જ્યાં 32 ટકા બાળકો ઓપરેશનથી જન્મે છે. મેડિકલ સાયન્સના નિયમો મુજબ માત્ર કટોકટીની સ્થિતિમાં જ સિઝેરિયન કરવાનું હોય છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં દરેક કેસ કટોકટીનો જ બતાવીને દર્દીના પરિવારના ખિસ્સા ખંખેરવામાં આવે છે તેવું દર્દીઓ અનુભવી રહ્યા છે.

સરકારી હોસ્પિટલોમાં સિઝેરિયનના દરમાં 3 ટકાનો વધારો

નવાઈની વાત એ છે કે મફત કે નજીવા દરે સારવાર આપતી સરકારી હોસ્પિટલોમાં પણ હવે નોર્મલ ડિલિવરીનો ગ્રાફ ઘટ્યો છે. શહેરોની સરકારી હોસ્પિટલોમાં 24.4 ટકા અને ગામડાની સરકારી હોસ્પિટલોમાં 11.7 ટકા બાળકો ઓપરેશનથી જન્મે છે. સરકારી તંત્રમાં સ્ટાફની અછત અથવા જવાબદારીમાંથી છૂટવાની નીતિ આ માટે જવાબદાર હોઈ શકે છે. સરકારી હોસ્પિટલમાં ઓપરેશનથી જન્મતા બાળકોના દરમાં 3 ટકાનો વધારો થયો છે.

વધુ કમાણી અને સમય બચાવવા ઓપરેશનનો આગ્રહ

ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પણ આ આંકડા જોયા પછી સામાન્ય માણસનો વિશ્વાસ ડગી જાય તે સ્વાભાવિક છે. નોર્મલ ડિલિવરીની પીડા સહન કરવાની દર્દીની ક્ષમતા ખૂટી જાય તે પહેલાં જ, ડૉક્ટરો વધુ કમાણી અને સમય બચાવવા માટે ઓપરેશનનો આગ્રહ રાખે છે. પ્રસુતાના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કર્યા વગર માત્ર આર્થિક ફાયદા માટે થતા સિઝેરિયન સામે હવે સરકારે કડક ઓડિટ પદ્ધતિ લાવવી જરૂરી બની ગઈ છે. જો ખાનગી હોસ્પિટલોની આ લૂંટ પર લગામ નહીં કસાય, તો આવનારી પેઢીઓ કુદરતી રીતે જન્મ લેવાનું જ ભૂલી જશે.

આ પણ વાંચો: રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ

ગુજરાતમાં સિઝેરિયનથી જન્મતા બાળકોની સ્થિતિ

શહેરોમાં : 40.6 ટકા

ગામડામાં : 21.7 ટકા

રાજ્યમાં કુલ : 29 ટકા

ખાનગી હોસ્પિટલોમાં સિઝેરિયનનું પ્રમાણ

શહેરોમાં : 49.4 ટકા

ગામડામાં : 32 ટકા

કુલ : 39.8 ટકા

સરકારી હોસ્પિટલમાં સિઝેરિયનનું પ્રમાણ

શહેરોમાં : 24.4 ટકા

ગામડામાં : 11.7 ટકા

કુલ : 15.6 ટકા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ | Viral V…

રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ | Viral V...

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું |…

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું |...

અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કર્યું, 95% એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો | Ahm…

અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કર્યું, 95% એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events …

આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events …

7 months ago
એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

1 month ago
ગુજરાતમાં ‘ડ્રગ્સનો દરિયો’! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાની કનેક્શન ખૂલ્યું | gujarat ats c…

ગુજરાતમાં ‘ડ્રગ્સનો દરિયો’! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાની કનેક્શન ખૂલ્યું | gujarat ats c…

5 months ago
માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj…

માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News